Home> World
Advertisement
Prev
Next

Video: રોડના ઉદ્ઘાટન પર પાકના વિદેશ મંત્રી કુરૈશીએ કાપી કેપ અને લોકોએ મચાવી લૂટ

Shah Mahmood Qureshi: પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ મુલ્તાનમાં એક રસ્તાનું ઉદ્ઘાટન કર્યુ ત્યારબાદ કેક કાપી અને લોકોએ લૂટ મચાવી હતી. 
 

Video: રોડના ઉદ્ઘાટન પર પાકના વિદેશ મંત્રી કુરૈશીએ કાપી કેપ અને લોકોએ મચાવી લૂટ

ઇસ્લામાબાદઃ ક્યારેક ભારત વિરુદ્ધ વિવાદિત નિવેદન આપવા તો ક્યારેક સાઉદી અરબ વિરુદ્ધ અપશબ્દો બોલીને પાકિસ્તાનને શરમમાં મુકનાર વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી (Mahmoud Qureshi) એકવાર ફરી અનોખી ઘટનાને કારણે ચર્ચામાં છે. આ વખતે મુલ્તાનમાં તેના સમર્થકો વચ્ચે કેકને લઈને શરૂ થયેલા જંગનો વીડિયો સોશિલય મીડિયામાં સામે આવ્યો છે. વીડિયોમાં કુરૈશી કેક કાપતા જોવા મળી રહ્યાં છે અને કોરોના વાયરસ (Corona virus) મહામારી છતાં મોટી સંખ્યામાં લોકો હાજર છે. 

રિપોર્ટ પ્રમાણે કુરૈશી  (Mahmoud Qureshi) એ મુલ્તાનમાં એક રોડનું ઉદ્ઘાટન કર્યુ હતું. તેનો જશ્ન મનાવવા માટે એક મોટી કેક બનાવવામાં આવી. વીડિયોમાં જોઈ શકાય છે કે સમર્થકોથી ઘેરાયેલી કુરૈશીસ કેક કાપે છે. ત્યારબાદ તે નિકળી જાય છે અને તેની પાછળ લોકોમાં કેક માટે જંગ શરૂ થાય છે. જોત-જોતામાં લોકો કેક હાથ ભરી-ભરૂને લૂટી જતા રહે છે. 

મુલ્તાનના લોકોમાં સ્વામિભક્તિ
જાણવા મળી રહ્યું છે કે મુલ્તાનમાં કુરૈશીનો ખુબ દબદબો છે. પરંતુ તેમના પર આરોપ લાગતા રહ્યાં છે કે ઘણા દાયકાથી તેઓ પીર મુરીદી સિસ્ટમ ચલાવી રહ્યાં છે. તેમણે મુલ્તાનના લોકો પ્રત્યે સ્વામિભક્તિના શપથ લીધા છે અને ખુદને પીર ગણાવે છે. કુરૈશી લોકોને શપથ અપાવે છે. તેમ કહેવામાં આવે છે કે વાળ કપાવવાથી જૂના ગુનાનું પ્રાયશ્ચિત થઈ જાય છે. જ્યારે આ એકવાર થઈ જાય તો શપથ લેનારા વ્યક્તિને મુરીદ કહેવામાં આવે છે. 

આ પણ વાંચોઃ Imran Khan ના નવા પાકિસ્તાનમાં મોટાભાગના હિન્દુ ધાર્મિક સ્થળોની સ્થિતિ ખુબ ખરાબ  

વાયરલ થયો વીડિયો
પાછલા વર્ષે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેમાં જોવા મળી રહ્યું છે કે પાકિસ્તાની વિદેશ મંત્રીઓએ મહિલાઓ અને યુવતીઓના વાળ કાપ્યા. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે મહિલાઓએ કુરૈશી પ્રત્યે નિષ્ઠા દેખાડવા માટે વાળ કપાવ્યા. ત્યારબાદ મહિલાઓએ કુરૈશીને પૈસા અને સોનું આપ્યું હતું. ધર્મના નામ પર મહિલાઓને લૂટતા પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More