Home> World
Advertisement
Prev
Next

ટ્રમ્પનું ભેજુ ફેરવી નાખવા ઈમરાન ખાને લીધો 'કાળા જાદુ'નો સહારો? PAK મીડિયામાં ખુબ ચર્ચા

ડોનાલ્ડ ટ્રમ્પની સાથે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં ઈમરાન ખાન માળા ફેરવતા જોવા મળી રહ્યાં છે. પાકિસ્તાનના મીડિયા અહેવાલો મુજબ જોઈએ તો તેઓ આ માળા દ્વારા કોઈ મંત્રનો જાપ કરી રહ્યાં હતાં જેથી કરીને ટ્રમ્પનું મગજ ફેરવી શકાય અને ટ્રમ્પ પાકિસ્તાનના પક્ષમાં નિવેદન આપે.

ટ્રમ્પનું ભેજુ ફેરવી નાખવા ઈમરાન ખાને લીધો 'કાળા જાદુ'નો સહારો? PAK મીડિયામાં ખુબ ચર્ચા

નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan)ના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan) અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની મુલાકાત અંગે પાકિસ્તાનના મીડિયામાં ચિત્ર વિચિત્ર વાતો ચાલી રહી છે. પાકિસ્તાનની કેટલીક ન્યૂઝ ચેનલો એવા અહેવાલ પ્રકાશિત કરી રહ્યાં છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું મગજ ફેરવી નાખવા માટે ઈમરાન ખાને જાદુ ટોણાનો સહારો લીધો હતો. તેમણે આ બધુ તેમની ત્રીજી પત્ની બુશરા મેનકાના કહેવા પર કર્યું છે. 

ડોનાલ્ડ ટ્રમ્પની સાથે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં ઈમરાન ખાન માળા ફેરવતા જોવા મળી રહ્યાં છે. પાકિસ્તાનના મીડિયા અહેવાલો મુજબ જોઈએ તો તેઓ આ માળા દ્વારા કોઈ મંત્રનો જાપ કરી રહ્યાં હતાં જેથી કરીને ટ્રમ્પનું મગજ ફેરવી શકાય અને ટ્રમ્પ પાકિસ્તાનના પક્ષમાં નિવેદન આપે. ટ્રમ્પ અને ઈમરાનની મુલાકાતનો વીડિયો જો ધ્યાનથી જોશો તો તમને જોવા મળશે કે ઈમરાન ખાન ખરેખર માળા જપી રહ્યાં છીએ. આવામાં એવા સવાલ ઉઠે છે કે આટલી મહત્વપૂર્ણ જગ્યાએ અને સમયે કોઈ દેશના રાષ્ટ્રાધ્યક્ષ આ રીતે માળા કેવી રીતે જપે.

એટલું જ નહીં પરંતુ એવી પણ ચર્ચા છે કે બુશરા મેનકાના કહેવા પર જ ઈમરાન ખાન અમેરિકા પ્રવાસ અગાઉ સાઉદી અરબ ગયા હતાં. અહીં પણ બુશરા તેમની સાથે હતી. બુશરાના કહેવા પર જ ઈમરાન ખાન અમેરિકા જતા પહેલા મક્કા હજ કરવા ગયા હતાં. ત્યારબાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન, સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિશેષ વિમાનમાં ન્યૂયોર્ક ગયા હતાં. 

અત્રે જણાવવાનું કે પાકિસ્તાનમાં લોકો એવું માને છે કે ઈમરાન ખાનની ત્રીજી પત્ની બુશરા મેનકાનું જીવન મોટાભાગે ખુદાની ઈબાદતમાં વિતે છે. બે વર્ષ પહેલા મીડિયામાં એવા અહેવાલો હતાં કે તેમણે બે જિન પાળ્યાં છે. એવું પણ કહેવાય છે કે ઈમરાન ખાને બુશરાના તંત્ર-મંત્રથી પ્રભાવિત થઈને જ તેમની સાથે લગ્ન કર્યા છે. 

ઈમરાન ખાન જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન બન્યાં ત્યારે પાકિસ્તાની મીડિયામાં એવા અહેવાલો આવ્યાં હતાં કે બુશરા મેનકાએ તેમને આ પદ પર પહોંચાડવા માટે તંત્ર મંત્રનો સહારો લીધો હતો. ઈમરાન ખાન પોતે અનેકવાર પત્રકારો સાથે વાતચીતમાં એ વાતનો સ્વીકાર કરી ચૂક્યા છે કે બુશરા મેનકા પાસે અદ્રષ્ય તાકાત છે અને આથી જ તેઓ હંમેશા બુરખામાં રહે છે. બુશરા મેનકાને પાકિસ્તાનમાં લોકો પિંક જાદુગરણી તરીકે સંબોધે છે. 

અત્રે જણાવવાનું કે પીએમ નરેન્દ્ર મોદીના હાઉડી મોદી કાર્યક્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈસ્લામિક આતંકવાદ જેવો આકરો શબ્દપ્રયોગ કર્યો હતો. પરંતુ ઈમરાન ખાન સાથેની પ્રેસ કોન્ફરન્સમાં તેઓ ભારતની મંજૂરી પર મધ્યસ્થતાની વાત કરતા જોવા મળ્યા હતાં. 

જુઓ LIVE TV

ખાસ નોંધ: ઝી મીડિયા આવી જિન, તંત્ર-મંત્ર, જાદુ ટોણા જેવી વાતો પર વિશ્વાસ કરતું નથી. આ સાથે જ પોતાના વાંચકોને અપીલ કરે છે કે તેઓ પણ આવી વાતો પર ભરોસો ન કરે. આ અહેવાલ રજુ કરવાનો અસલ હેતુ એ છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન કઈ હદ સુધી મુર્ખામી કરી શકે છે કે 21મી સદીમાં તેઓ કેવી વાહિયાત વાતોમાં પડ્યા છે. 

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More