Home> World
Advertisement
Prev
Next

પશ્ચિમ એશિયામાં 1000 સૈનિક મોકલશે અમેરીકા, ચીને કહ્યું- તેનું ગંભીર પરિણામ આવશે

અમેરીકાએ સોમવારે કહ્યું કે, ઇરાન સાથે વધતા તણાવને ધ્યાનમાં રાખી તેમણે પશ્ચિમ એશિયામાં 1000થી વધુ સૈનિકોને તૈનાત કરવાની પરવાનગી આપી છે. ઇરાને હાલમાં જ આપેલી ધમકી બાદ અમેરીકાનું આ નિવેદન આપ્યું છે

પશ્ચિમ એશિયામાં 1000 સૈનિક મોકલશે અમેરીકા, ચીને કહ્યું- તેનું ગંભીર પરિણામ આવશે

વોશિંગટન: વોશિંગટન: અમેરીકાએ સોમવારે કહ્યું કે, ઇરાન સાથે વધતા તણાવને ધ્યાનમાં રાખી તેમણે પશ્ચિમ એશિયામાં 1000થી વધુ સૈનિકો તૈનાત કરવાની પરવાનગી આપી છે. ઇરાને તાજેતરમાં જ આપેલી ધમકી બાદ અમેરીકાનું આ નિવેદન આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, પરમાણું કરાર અંતર્ગત જો વિશ્વ તેમની પ્રતિબદ્ધતાઓ પૂરી નહી કરે તો તેઓ 10 દિવસની અંદર યૂરેનિયમ ભંડાર સીમા વધારી દેશે. ત્યારે પશ્ચિ એશિયામાં 1000થી વધુ સૈનિકોને તૈનાત કરવાની અમેરીકાની જાહેરાત પર ચીને ચેતવણી આપતા કહ્યું કે, તેનું ગંભીર પરિણામ આવશે.

વધુમાં વાંચો:- અમિત શાહના ટ્વિટ પર પાક સેનાનું રિએક્શન, કહ્યું- સ્ટ્રાઇક અને મેચની સરખામણી ના કરો

કેરટેકર સંરક્ષણ મંત્રી પૈટ્રિક શનાહાને એક નિવેદનમાં કહ્યું કે, સૈનિકોને ‘પશ્ચિમ એશિયામાં હવા, નૌકા અને જમીનના જોખમોને પહોંચી વળવા મોકલવામાં આવે છે.’ વધુમાં તેમણે કહ્યું કે, ‘તાજેતરમાં ઇરાની હુમલાઓએ ઇરાની દળ અને તેના ઇશારા પર કામ કરતા જૂથોના પ્રતિકૂળ વર્તન અંગે ગુપ્ત માહિતીની પુષ્ટિ કરી છે. જે સમગ્ર વિસ્તારમાં અમેરીકન કર્મચારીઓ અને તેમના હિતો માટે ખતરો છે.’

વધુમાં વાંચો:- આગામી 8 વર્ષમાં ભારત ચીનને પછાળી બનશે દુનિયાનો સૌથી મોટી આબાદીવાળો દેશ!

તેમણે કહ્યું કે, અમેરીકા ઈરાન સાથે કોઇ ઘર્ષણ કરવા ઇચ્છતું નથી. સૈનિકોને તૈનાત કરવાનો ઉદ્દેશ્ય સમગ્ર વિસ્તારમાં કામ કરતા અમારા લશ્કરી કર્મચારીઓની સલામતી તેમજ કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે અને અમારા રાષ્ટ્રિય હિતોને સુરક્ષિત કરવાનું છે. અમેરીકાએ ગત સપ્તાહ ઇરાનને ઓમાનની ખાડીમાં બે ટેન્કર હુમલા માટે જવાબદાર ગણાવ્યું હતું. જોકે, તેહરાને તેને ‘અસત્ય’ ગણાવી નકારી કાઢ્યું હતું.

વધુમાં વાંચો:- ચીનમાં વેચવામાં આવી રહી છે પાકિસ્તાની મહિલાઓ, પછી ધકેલી દેવાય છે વેશ્યાવૃત્તિમાં

અમેરીકાના ઇરાન સાથે બહુરાષ્ટ્રીય પરમાણું કરારથી બહાર થયા બાદ બંને દેશ વચ્ચે તણાવ વધી ગયો ચે. તેના પર ચીને અમેરીકાને ચેતવણી આપતા કહ્યું કે, આમ કરવાથી ગંભીર પરિણામો આવશે.

વધુમાં વાંચો:- 200 વર્ષ પછી આ દેશની જેલમાં પ્રથમ વખત બદલાયો ખાણીપીણીનો મેન્યુ, હવે નહીં મળે ગોળ

અમેરિકાના સૌનિકોને તૈનાત કરવા પર ચીનને વાંધો
પશ્ચિમ એશિયામાં 1000 કરતા વધુ સૈનિકોને તૈનાત કરવાની અમેરીકાની જાહેરાત બાદ ચીને ચેતવણી આપી હતી અને કહ્યું કે, આમ કરવાથી તેનું ગંભીર પરિણામ આવશે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ઇરાનને અપિલ કરી છે કે, તેઓ આ પ્રકારના પરમાણું કરારથી પાછા ફરશો નહીં.

જુઓ Live TV:-

દુનિયાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More