Home> World
Advertisement
Prev
Next

અમેરિકામાં કંટ્રોલ બહાર કોરોના સંક્રમણ, 6 મહિના બાદ એક દિવસમાં સૌથી વધુ મૃત્યુ

સંયુક્ત રાજ્ય અમેરિકામાં મંગળવારે 2146 મૃત્યુ થયા, જે મે બાદ કોરોનાને કારણે સૌથી વધુ મોત છે. આ સાથે કોરોના મહામારીને કારણે દેશમાં મૃત્યુઆંક 2 લાખ 59 હજાર 925 થઈ ગયો છે.

અમેરિકામાં કંટ્રોલ બહાર કોરોના સંક્રમણ, 6 મહિના બાદ એક દિવસમાં સૌથી વધુ મૃત્યુ

વોશિંગટનઃ કોરોના વાયરસ (Coronavirus in US)થી સૌથી વધુ પ્રભાવિત અમેરિકામાં સંક્રમણના મામલા એકવાર ફરી વધવા લાગ્યા છે. દેશમાં કોરોના વાયરસના દરરોજ રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં બે હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ 21મી વખત છે જ્યારે દેશમાં એક દિવસમાં 2000થી વધુ લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. 

જોન હોપકિંસ વિશ્વ વિદ્યાલયના આંકડા અનુસાર, સંયુક્ત રાજ્ય અમેરિકામાં મંગળવારે 2146 મૃત્યુ થયા, જે મે બાદ કોરોનાને કારણે સૌથી વધુ મોત છે. આ સાથે કોરોના મહામારીને કારણે દેશમાં મૃત્યુઆંક 2 લાખ 59 હજાર 925 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1 લાખ, 72 હજાર 935 નવા કેસ સામે આવ્યા છે. નવા કેસની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1 કરોડ 25 લાખ 91 હજાર 162 થઈ ગઈ છે. 

મહામારીની બીજી લહેરનો સામનો કરવા માટે ઘણા રાજ્યોએ એકવાર ફરી નાઇટ કર્ફ્યૂ લગાવી દીધુ છે. જ્યારે ઘણા પ્રાંતોમાં માસ્ક ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. કેલિફોર્નિયાના ગવર્નરે એક આદેશ જારી કરી લોકોને કહ્યું કે, તે રાત્રે દસ કલાકથી સવારે પાંચ કલાક સુધી ઘરોની બહાર ન નિકળે. ઓહિયોના ગવર્નરે પણ પ્રાંતમાાં આ પ્રકારના ઉપાય કર્યા છે. 

અમેરિકાની નવી સરકારનું ભારતના સપોર્ટમાં નિવેદન, Antony Blinken એ ચીનને આપ્યો ઝટકો

રશિયામાં 507 લોકોના મૃત્યુ
રશિયાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 23,675 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 21 લાખ 62 હજાર 503 થઈ ગઈ છે. આ નવા કેસમાં 4685 કેસ મોસ્કોમાં નોંધાયા છે. આ સિવાય 507 લોકોના મૃત્યુ થવાથી કુલ મૃત્યુઆંક 37538 થઈ ગયો છે. 

પાકિસ્તાનમાં ફરી વધ્યા કેસ
પાકિસ્તાનમાં કોરોનાનો પ્રકોપ ફરી વધવા લાગ્યો છે. દેશભરમાં 4 મહિના બાદ પ્રથમવાર ત્રણ હજારથી વધુ નવા કેસની પુષ્ટિ થઈ છે. આ સાથે કુલ કેસોની સંખ્યા 3 લાખ 82 હજાર થઈ ગઈ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 59 લોકોના મૃત્યુ સાથે મૃત્યુઆંક 7803 થઈ ગયો છે. તો એક્ટિવ કેસની સંખ્યા વધીને 41,115 થઈ ગઈ છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More