Home> World
Advertisement
Prev
Next

ચીન પર ટ્રંપની મોટી કાર્યવાહી! 16 જૂનથી અમેરિકામાં ચાઇનીઝ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ

અમેરિકા અને ચીનની વચ્ચે તણાવ ઓછું થવાનું નામ લઈ રહ્યો નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump)એ ચીન પર વધુ એક મોટી કાર્યવાહી કરતા 16 જૂનથી અમેરિકામાં ચાઈનીઝ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે.

ચીન પર ટ્રંપની મોટી કાર્યવાહી! 16 જૂનથી અમેરિકામાં ચાઇનીઝ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ

નવી દિલ્હી: અમેરિકા અને ચીનની વચ્ચે તણાવ ઓછું થવાનું નામ લઈ રહ્યો નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump)એ ચીન પર વધુ એક મોટી કાર્યવાહી કરતા 16 જૂનથી અમેરિકામાં ચાઈનીઝ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે.

આ પણ વાંચો:- કોરોના વેક્સીન પર ગુડ ન્યૂઝ, આ દેશમાં પણ આ દવાનો ઉપયોગ કરવા કહ્યું

ટ્રંપના નિર્ણય પછી એવું માનવામાં આવે છે કે કોરોના સંકટ સમયે અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો વધુ બગડશે. ટ્રંપ સરકારે બુધવારે ચાઈનીઝ એરલાઇન્સને યુ.એસ. સુધીની ફ્લાઈટ પર પ્રતિબંધ કરી છે. જે બંને દેશો વચ્ચેના વેપાર અને મુસાફરીના તણાવને વધુ તીવ્ર બનાવી શકે છે.

આ પણ વાંચો:- હરણને આરામથી દબોચીને બેઠો હતો અજગર, પહોંચ્યો એક શખ્સ, ને પછી...

 

ચીનમાં અમેરિકન કેરિયર્સ (American carriers)ને સેવાઓ ફરીથી શરૂ કરવાની મંજૂરી આપવામાં બેઇજિંગ નિષ્ફળ ગયું. જેના પછી યુએસ રાષ્ટ્રપતિ ટ્રંપે ચીન પર કાર્યવાહી કરતાં ચાઇનીઝ એરલાઇન્સની તમામ ફ્લાઇટ્સ રદ કરવાનો આદેશ આપ્યો હતો, યુએસ ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં કહ્યું છે કે, “યુએસ કેરિયરે 1 જૂનથી શરૂ થનારી મુસાફરોની સેવા ફરી શરૂ કરવા જણાવ્યું હતું. ચીની સરકારની તેમની વિનંતીઓને મંજૂરી આપવામાં નિષ્ફળતા અમારા હવાઈ પરિવહન કરારનું ઉલ્લંઘન છે. '

આ પણ વાંચો:- ભારતને ઘરેવા માટે PAKમાં ચીનની મોટી તૈયારીનો થયો પર્દાફાશ

પરિવહન વિભાગનું કહેવું છે કે ચીની એરલાઇન્સ પર સસ્પેન્શન ઓર્ડર 16 જૂનથી લાગુ થશે, જો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ આદેશ આપે તો તેનો અમલ ટૂંક સમયમાં કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More