Home> World
Advertisement
Prev
Next

71 વર્ષના અમેરિકને 6 વર્ષના માસૂમ બાળક પર 26 વખત ચાકૂથી ઘા કર્યો, આ તે કેવી નફરત? 

Israel Hamas War: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાથી એક ચોંકાવનારો હેટક્રાઈમનો જઘન્ય કહી શકાયતેવો કિસ્સો જોવા મળ્યો. અહીં 71 વર્ષના વૃદ્ધે 6 વર્ષના પેલેસ્ટાઈની બાળક પર ચાકૂથી હુમલો કરીને તેની હત્યા કરી નાખી.

71 વર્ષના અમેરિકને 6 વર્ષના માસૂમ બાળક પર 26 વખત ચાકૂથી ઘા કર્યો, આ તે કેવી નફરત? 

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાથી એક ચોંકાવનારો હેટક્રાઈમનો જઘન્ય કહી શકાયતેવો કિસ્સો જોવા મળ્યો. અહીં 71 વર્ષના વૃદ્ધે 6 વર્ષના પેલેસ્ટાઈની બાળક પર ચાકૂથી હુમલો કરીને તેની હત્યા કરી નાખી. વૃદ્ધે બાળક પર 26 વખત ચાકૂથી વાર કર્યો. ત્યારબાદ તેની માતા ઉપર પણ હુમલો કર્યો. મહિલા ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. 

શિકાગોમાં વિલ કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું કે તપાસમાં સામે આવ્યું છે કે વૃદ્ધે હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી પ્રભાવિત થઈને તથા પીડિતો મુસ્લિમ હોવાના કારણે તેમના પર હુમલો કર્યો. હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકામાં યહુદી વિરોધી કે ઈસ્લામોફોબિક ભાવનાઓથી પ્રેરિત હિંસા અંગે પણ હાઈ એલર્ટ છે. 

અધિકારીઓને બંને પીડિત શનિવારે સવારે શિકાગોથી લગભગ 65 કિમી દૂર એક ઘરમાં મળ્યા હતા. ત્યારબાદ બંનેને હોસ્પિટલ લઈ જવાયા. જ્યાં છોકરાને મૃત જાહેર કરાયો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે છોકરા પર મોટા ચાકૂથી 26 વખત વાર કરવામાં આવ્યો હતો. જ્યારે છોકરાની માતા પર એક ડઝન વખત કરતા વધુ ચાકૂથી હુમલો કરાયો. હાલ તે હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર હેઠળ છે. પોલીસના જણાવ્યાં મુજબ મહિલાએ 911 પર કોલ કરીને જણાવ્યું કે તેના મકાન માલિકે તેના પર ચાકૂથી હુમલો કર્યો છે અને ત્યારબાદ તે બાથરૂમમાં ભાગી ગઈ અને ત્યાં તેની સાથે લડતી રહી. 

પોલીસે આરોપી જોસેફ એમ કઝૂબાની ધરપકડ કરી લીધી. તે તેના ઘરની પાસે રસ્તા પર જમીન પર બેઠેલો મળ્યો. તેના માથે ઈજાના નિશાન હતા. પોલીસે આરોપી પર ફર્સ્ટ ડિગ્રી હત્યા, ફર્સ્ટ ડિગ્રી હત્યાનો પ્રયત્ન, ધૃણા અપરાધના બે કેસ અને ઘાતક હથિયારથી હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. તેને હવે કોર્ટમાં રજૂ કરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More