Home> World
Advertisement
Prev
Next

આ અમેરિકી શહેરના મેયર ખુબ ચર્ચામાં, તેમના વિશે જાણીને બાઈડેન-ટ્રમ્પને પણ ભૂલી જશો

રેબિટ હેશ હિસ્ટોરિકલ સોસાયટીએ બુધવારે પોતાની ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે, 'રેબિટ હેશમાં મેયરની ચૂંટણી થઈ ગઈ છે. વિલ્બર બીસ્ટ એક અદભૂત મેયર છે જેને કુલ 22,985 મતોમાંથી 13,143 મત મળ્યા છે.'

આ અમેરિકી શહેરના મેયર ખુબ ચર્ચામાં, તેમના વિશે જાણીને બાઈડેન-ટ્રમ્પને પણ ભૂલી જશો

ન્યૂયોર્ક: સંયુક્ત રાજ્ય અમરિકા ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)  કે જો બાઈડેન (Joe Biden) માંથી કોને પોતાના આગામી રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરે છે તે બહુ જલદી ખબર પડી જશે. મતગણતરી હાલ ચાલુ છે પરંતુ આ દરમિયાન એક શહેર એવું છે જ્યાંના મેયરની  ખુબ ચર્ચા થઈ રહી છે. અહીં કેન્ટુકી પ્રાંતના રેબિટ હેશ શહેરમાં એક શ્વાન વિલ્બર બીસ્ટની મેયર તરીકે પસંદગી થઈ છે. વિલ્બર બીસ્ટ(Wilbur Beast) એક ફ્રેન્ચ બુલડોગ છે અને હવે મેયર પણ છે. ફોક્સ ન્યૂઝના રિપોર્ટ મુજબ બીસ્ટને 13,143 મત મળ્યા છે. 

US Elections Result: ટ્રમ્પે ફરી જીતનો કર્યો દાવો, કહ્યું- illegal votes થી જીત ચોરી કરવાની કોશિશ

ભારે બહુમતીથી જીત્યો શ્વાન
રેબિટ હેશ હિસ્ટોરિકલ સોસાયટીએ બુધવારે પોતાની ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે, 'રેબિટ હેશમાં મેયરની ચૂંટણી થઈ ગઈ છે. વિલ્બર બીસ્ટ એક અદભૂત મેયર છે જેને કુલ 22,985 મતોમાંથી 13,143 મત મળ્યા છે.'

સ્વસ્થ પ્રતિસ્પર્ધામાં જ લોકતંત્રની ભાવના નિહિત છે. વિલ્બર બીસ્ટે ગોલ્ડન રેટ્રિવર જેક રેબિટ, બીગલ અને પોપી વિરુદ્ધ ચૂંટણી લડી. અહીં શહેરના  એમ્બેસેડર 12 વર્ષની બોર્ડર કોલી (શ્વાનની એક પ્રજાતિ) લેડી સ્ટોન રહેશે. 

જો બાઈડેને બરાક ઓબામાને પણ પાછળ છોડ્યા, અમેરિકી ઈતિહાસના તમામ રેકોર્ડ તોડ્યા

શ્વાનને મેયર તરીકે ચૂંટવાની પરંપરા
કેન્ટકી ડોટ કોમ મુજબ રેબિટ હેશ ઓહાયો નદીના કિનારે એક અનાધિકૃત સમુદાય છે અને અહીં 1990 બાદથી શ્વાનને મેયર તરીકે ચૂંટવામાં આવે છે. મતદાન પ્રક્રિયા માટે અહીંના સમુદાયના સભ્યો ચૂંટણી દરમિયાન હિસ્ટોરિકલ સોસાયટીને 1 ડોલરનું દાન કરે છે. બિલ્બર મેયર તરીકે કાર્યભાર સંભાલ્યા બાદ આશા છે કે રેબિટ હેશ હિસ્ટોરિકલ સોસાયટી માટે ફંડ ભેગુ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More