Home> World
Advertisement
Prev
Next

હવે બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્વપૂર ઓમીક્રોનના બે કેસની પુષ્ટિ, સ્વાસ્થ્ય મંત્રીએ કહી આ વાત

સાજિદ જાવેદે પોતાના ટ્વીટમાં કહ્યુ- બંને કેસ સાઉથ આફ્રિકાની યાત્રા સાથે જોડાયેલા છે. બંને સેલ્ફ-આઈસોલેશનમાં છે અને અમને તેના કોન્ટેક્ટ ટ્રેસિંગની માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 
 

હવે બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્વપૂર ઓમીક્રોનના બે કેસની પુષ્ટિ, સ્વાસ્થ્ય મંત્રીએ કહી આ વાત

લંડનઃ બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવેદે શનિવારે કહ્યુ કે, દેશમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમીક્રોનના બે કેસની પુષ્ટિ થઈ છે. એક ન્યૂઝ વેબસાઇટે સ્વાસ્થ્ય મંત્રીના હવાલાથી જણાવ્યું કે, ચેમ્સફોર્ડ અને નોટિંઘમમાં વાયરસના નવા સ્વરૂપથી સંક્રમિત દર્દીઓની ઓળખ થઈ છે. જાવેદે કહ્યુ કે, બંને કેસ એક બીજા સાથે જોડાયેલા છે અને બંને દર્દી પોત-પોતાના ઘરોમાં ક્વોરેન્ટાઈન છે. 

સાજિદ જાવેદે પોતાના ટ્વીટમાં કહ્યુ- બંને કેસ સાઉથ આફ્રિકાની યાત્રા સાથે જોડાયેલા છે. બંને સેલ્ફ-આઈસોલેશનમાં છે અને અમને તેના કોન્ટેક્ટ ટ્રેસિંગની માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાવચેતીના ભાગ રૂપે પ્રભાવિત વિસ્તારમાં વધારાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે, દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની જાણકારી મેળવવામાં આવી રહી છે. 

દક્ષિણ આફ્રિકા, બોત્સવાના, બેલ્જિયમ, હોંગકોંગ અને ઇઝરાયલમાં પણ નવા સ્વરૂપની ઓળખ થઈ છે. શુક્રવારે યૂકેના સ્વાસ્થ્ય મંત્રીએ જાહેરાત કરી હતી કે, સાઉથ આફ્રિકા, નામીબિયા, ઝિમ્બાબ્વે, બોત્સવાના, લિસોથો અને એસવાતિનીને તેની યાત્રા સંબંધિત રેડ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. શનિવારે તેમણે કહ્યું કે, આ યાદીમાં હવે અંગોલા, મોઝામ્બિર્યૂ, મિયાવી અને ઝાંબિયાને પણ જોડવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ Omicron: ડેલ્ટાથી પણ વધુ ખતરનાક છે નવો વેરિએન્ટ 'ઓમિક્રોન', જાણો તેના વિશે તમામ માહિતી

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે, અમે હંમેશાથી તે સ્પષ્ટ કહ્યુ છે કે આ સંબંધમાં અમે આગળ આકરી કાર્યવાહી કરવાથી પીછેહટ કરીશું નહીં. તેમણે કહ્યું કે, અમે બે અફેક્ટેડ વિસ્તારમાં ઝડપથી કોન્ટેક્ટ ટ્રેસિંગનું કામ શરૂ કરી દીધુ છે. 

અહીં, અમેરિકાના ટોચના ચેપી રોગ નિષ્ણાત ડૉ. એન્થોની ફૌસીએ કહ્યું છે કે કોરોના વાયરસનું નવું સ્વરૂપ, ઓમિક્રોન, દક્ષિણ આફ્રિકામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે અને તે દેશમાં અમેરિકન વૈજ્ઞાનિકો તેમના સાથીદારો સાથે તપાસ કરીને નવા સ્વરૂપને શોધવાના છે. તે એન્ટિબોડીમાં પ્રવેશ કરે છે કે નહીં તે સક્રિયપણે સંચાર કરે છે.

સંભવિત રીતે વધુ ચેપી સ્વરૂપ B.1.1.529 સૌપ્રથમ દક્ષિણ આફ્રિકા દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ને 24 નવેમ્બરે જાણ કરવામાં આવી હતી અને ત્યારથી બોત્સ્વાના, બેલ્જિયમ, હોંગકોંગ અને ઇઝરાયેલમાં તેની ઓળખ કરવામાં આવી છે. ડબ્લ્યુએચઓએ શુક્રવારે તેને "ચિંતાજનક" ગણાવતા તેનું નામ ઓમિક્રોન રાખ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More