Home> World
Advertisement
Prev
Next

UNHRC માં પાકિસ્તાનને ફરીથી લપડાક, કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા પર ભારતે આપ્યો જડબાતોડ જવાબ

આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને એકવાર ફરીથી લપડાક ખાવાનો વારો આવ્યો છે. સંયુક્ત રાષ્ટ3 માનવાધિકાર પરિષદ (UNHRC) માં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા પર ભારત પાસેથી તેને જડબાતોડ જવાબ મળ્યો છે. ભારતે તેને પોતાના કામથી કામ રાખવાની સલાહ આપી છે. UNHRC માં ભારતના પરમનન્ટ મિશનના ફર્સ્ટ સેક્રેટરી સેન્થીલ કુમાર (Senthil Kumar) એ પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય મંચનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવીને કહ્યું કે, એ દુર્ભાગ્યપૂર્ણ છે કે, ખુદ નરસંહાર કરનારો દેશ બીજા પર આંગળી ચીંધી રહ્યો છે. 

UNHRC માં પાકિસ્તાનને ફરીથી લપડાક, કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા પર ભારતે આપ્યો જડબાતોડ જવાબ

ઝી મીડિયા/બ્યૂરો :આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને એકવાર ફરીથી લપડાક ખાવાનો વારો આવ્યો છે. સંયુક્ત રાષ્ટ3 માનવાધિકાર પરિષદ (UNHRC) માં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા પર ભારત પાસેથી તેને જડબાતોડ જવાબ મળ્યો છે. ભારતે તેને પોતાના કામથી કામ રાખવાની સલાહ આપી છે. UNHRC માં ભારતના પરમનન્ટ મિશનના ફર્સ્ટ સેક્રેટરી સેન્થીલ કુમાર (Senthil Kumar) એ પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય મંચનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવીને કહ્યું કે, એ દુર્ભાગ્યપૂર્ણ છે કે, ખુદ નરસંહાર કરનારો દેશ બીજા પર આંગળી ચીંધી રહ્યો છે. 

CBI એ પહેલીવાર અત્યંત ઝેરીલા સેનેટાઈઝરને લઈને આપ્યું મોટું એલર્ટ

જિનીવામાં આયોજિત માનવાધિકાર પરિષદના 43માં સેશનમાં સેન્થીલ કુમારે પાકિસ્તાનના આરોપના ધજ્જિયા ઉડાવતા કહ્યું કે, પાકિસ્તાન UNHRC અને તેની પ્રોસેનો દુરુપયોગ કરી રહ્યું છે. તે દક્ષિણ એશિયામાં એકમાત્ર એવો દેશ છે, જેની સરકાર ખુદ નરસંહાર કરે છે અને બાદમાં બીજા પર આરોપ લગાવવાની હિંમત કરે છે. યોગ્ય રહેશે કે, બીજાને સલાહ આપતા પહેલા પાકિસ્તાન પોતાનામાં જુએ અને માનવાધિકારના ઉલ્લંઘન પર ધ્યાન આપે. 

ધાર્મિક કટ્ટરવાદ અને ખૂનખરાબાવાળો દેશ
અલ્પસંખ્યકો પર અત્યાચારના મામલા પર પાકિસ્તાનને ઘેરતા તેમણે કહ્યું કે, તે એક એવો દેશ છે, જે ધાર્મિક કટ્ટરવાદ અને ખૂનખરાબાથી બન્યો છે. જેના ઈતિહાસમાં તખતાપલટની ઘટનાઓ બનેલી છે. તે પોતાની શક્તિનો ઉપયોગ માત્ર અલ્પસંખ્યકોને ડરાવવા માટે કરે છે. લાહોર, ચકેલી અને સિંધમાં શું થયું એ બધાને ખબર છે. 2015માં પાકિસ્તાનમાં 56 ટ્રાન્સજેન્ડર્સની હત્યા કરવામાં આવી અને સરકારને તેનું સંરક્ષણ મળ્યું. આ ઘટનાઓ દુનિયાની સામે પાકિસ્તાનનો અસલી ચહેરો લાવવા માટે પૂરતી છે.  

કોરોના સંકટ: PM નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ તમામ મુખ્યમંત્રીઓ સાથે કરશે વાતચીત 

ક્યાં ગાયબ થઈ જાય છે લોકો
સેન્થીલ કુમાર આટલેથી અટક્યા નહિ, તેઓએ બલૂચિસ્તાનના મુદ્દા પર પણ પાકિસ્તાનને ખરીખોટ સંભળાવી હતી. તેમણે કહ્યું કે, ખૈબર પખ્તૂનવામાં 2500 લોકો ગાયબ છે, આ લોકો આખરે ક્યાં ગાયબ થઈ ગયા, તે કયા ગુનાની કેટેગરીમાં આવે છે ? ગાયબ થયેલા લોકો રાજનીતિક, ધાર્મિક વિશ્વાસ અને માનવાધિકારોની રક્ષા કરે છે. 47000 બલોચ અને 3500 પશ્તુન મિસીંગ છે. સાંપ્રદાયિક હિંસામાં બલૂચિસ્તાનમાં 500 હાજરાસને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા અને એક લાખથી વધુ લોકો પાકિસ્તાન છોડવા મજબૂર થયા. તેઓએ એમ પણ કહ્યું કે, બલૂચિસ્તાનમાં હિંસા અને શોષણ સામાન્ય છે. પાકિસ્તાન ત્યાં માનવાધિકારોની પગતળે દબાવી દે છે. 

ખતરનાક છે પાકિસ્તાનના વિચારો
જમ્મુ-કાશ્મીરમાંથી હટાવવામાં આવેલ ધારા 370 પર બોલતા તેઓએ કહ્યું કે, આ નિર્ણયના કોઈ બહારીય પરિણામ નથી. પાકિસ્તાન સતત શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ ઘાટીના લોકો તેમ છતાં આગળ વધી રહ્યાં છે. સેન્થીલ કુમારે આ મુદ્દે કહ્યું કે, તેઓ બહુ જ ખતરનાક છે, જે પાકિસ્તાન પરિષદ અને તેમની પ્રોસેસને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેથી ભારતની વિરુદ્ઘ પોતાનો એજન્ડા પૂરો કરી શકે, 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More