Home> World
Advertisement
Prev
Next

UN મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે મહિલાઓ વિરુદ્ધ હિંસા સમાપ્ત કરવા કર્યો આગ્રહ

તેમણે કહ્યું કે, "આપણે પીડિતો, સમર્થકો અને મહિલા અધિકારોનાં રક્ષકોની પડખે ઊભા રહેવું પડશે. મહિલાઓના અધિકારો અને સમાન અવસરોને પ્રોત્સાહન આપવું જોઈએ. આપણે સૌએ એક સાથે મળીને દરેક પ્રકારના જાતીય અત્યાચાર અને દુષ્કર્મોને નાબૂદ કરી શકીએ છીએ."

UN મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે મહિલાઓ વિરુદ્ધ હિંસા સમાપ્ત કરવા કર્યો આગ્રહ

સંયુક્ત રાષ્ટ્રઃ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે મહિલાઓ અને છોકરીઓ વિરુદ્ધ હિંસા સમાપ્ત કરવા માટે આહ્વાન કર્યું છે. સમાચાર એજન્સી સિન્હુઆ અુસાર, આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નાબૂદિ દિવસ પ્રસંગે તેમણે એક વીડિયો સંદેશામાં જણાવ્યું કે, "હું સરકારી અને ખાનગી ક્ષેત્રો તથા સમાજના દરેક ક્ષેત્રના લોકોને જાતીય હિંસા અને સ્ત્રીદ્વેષ વિરુદ્ધ કડક વલણ અપનાવવા આહ્વાન કરું છું."

તેમણે કહ્યું કે, "આપણે પીડિતો, સમર્થકો અને મહિલા અધિકારોનાં રક્ષકોની પડખે ઊભા રહેવું પડશે. મહિલાઓના અધિકારો અને સમાન અવસરોને પ્રોત્સાહન આપવું જોઈએ. આપણે સૌએ એક સાથે મળીને દરેક પ્રકારના જાતીય અત્યાચાર અને દુષ્કર્મોને નાબૂદ કરી શકીએ છીએ." તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર મહિલાઓ અને છોકરીઓ વિરુદ્ધની તમામ પ્રકારની હિંસાને સમાપ્ત કરવા પ્રતિબદ્ધ છે. 

fallbacks

ગુટેરસે જણાવ્યું કે, આ હિંસા દુનિયાના સૌથી ભયાનક, સતત થતા અને મોટા પ્રમાણે ફેલાયેલા માનવ અધિકારોના ઉલ્લંઘનમાંથી એક છે, જે દુનિયામાં દર ત્રણમાંથી એક મહિલાને પ્રભાવિત કરે છે. તેમણે જણાવ્યું કે, પુરુષપ્રધાન સમાજમાં મહિલાઓ સામે જાતીય હિંસા સદીઓથી ચાલતી આવી છે. આ લૈંગિક અસમાનતાઓ દુષ્કર્મ જેવી ઘટનાઓ માટે ઈંધણનું કામ કરે છે, જે સમાજમાં શક્તિ અસંતુલન પર સવાલ ઉઠાવે છે. ઉલ્લેખનીય છે કે, દુનિયામાં દર 25 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નાબૂદી દિવસ મનાવાય છે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More