Home> World
Advertisement
Prev
Next

UK PM Race: બ્રિટિશ PMની રેસમાં સુનકે વધુ મજબૂત કરી દાવેદારી, 118 મત સાથે રહ્યાં ટોપ પર

UK PM Race: બ્રિટિશ પ્રધાનમંત્રીની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનકે દાવેદારી વધુ મજબૂત બનાવી લીધી છે. 
 

UK PM Race: બ્રિટિશ PMની રેસમાં સુનકે વધુ મજબૂત કરી દાવેદારી, 118 મત સાથે રહ્યાં ટોપ પર

લંડનઃ બ્રિટિશ પ્રધાનમંત્રીની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનકે દાવેદારી મજબૂત કરી લીધી છે. ચોથા રાઉન્ડના વોટિંગમાં  તેમને 118 મત મળ્યા છે. આ સાથે પૂર્વ સમાનતા મંત્રી કેમી બૈડેનોચ પ્રધાનમંત્રીની રેસમાંથી બહાર થઈ ગયા છે. તેમને 59 મત મળ્યા હતા. ત્યારબાદ હવે રેસમાં માત્ર ત્રણ ઉમેદવાર રહી ગયા છે. કારોબાર મંત્રી પેની મોર્ડૌટ 92 અને વિદેશ મંત્રી લિજ ટ્રસને 86 મત મળ્યા છે. હવે આગામી રાઉન્ડમાં સુનક, પેની મોર્ડૌટ અને લિબ ટ્રસ વચ્ચે મુકાબલો થશે. 

ગુરૂવાર સુધી માત્ર બે ઉમેદવારો અંતિમ યાદીમાં જગ્યા બનાવશે. નોંધનીય છે કે પૂર્વ નાણામંત્રી સુનકને સોમવારે થયેલા ત્રીજા રાઉન્ડના મતદાનમાં 115 મત મળ્યા હતા. તો બીજા રાઉન્ડમાં 101 અને પ્રથમ રાઉન્ડમાં 88 મત મળ્યા હતા. સુનક અત્યાર સુધીના બધા તબક્કામાં ટોપ પર રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More