Home> World
Advertisement
Prev
Next

Turkiye Earthquake: તુર્કિએ ભૂકંપમાં ફસાયા 10 ભારતીય, એક લાપતા, વિદેશ મંત્રાલયે આપી માહિતી

Turkiye-Syria Earthquake: તુર્કિએમાં આવેલા ભૂકંપને લઈને વિદેશ મંત્રાલયે જણાવ્યું કે તમામ દસ ફસાયેલા ભારતીયો સુરક્ષિત છે. 

Turkiye Earthquake: તુર્કિએ ભૂકંપમાં ફસાયા 10 ભારતીય, એક લાપતા, વિદેશ મંત્રાલયે આપી માહિતી

નવી દિલ્હીઃ Turkiye Earthquake:તુર્કિએ (તુર્કી) અને સીરિયામાં આવેલા વિનાશન ભૂકંપમાં 11 હજારથી વધુ લોકોના મોત થયા છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે કહ્યું કે તુર્કિએના અંતરીયાળ વિસ્તારમાં 10 ભારતીયો પણ ફસાયેલા છે અને સુરક્ષિત છે. તો એક લાપતા છે. આ સંબંધમાં પરિવારને જાણકારી આપી દેવામાં આવી છે. 

બુધવાર (8 ફેબ્રુઆરી) એ વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સંજય વર્માએ જણાવ્યું કે અમે આ મામલાને લઈને તુર્કિએના અદાનામાં કંટ્રોલ રૂમ બનાવી દીધો છે. તેમણે કહ્યું કે જે એક ભારતીય લાપતા છે તે બિઝનેસ મીટિંગ માટે ગયા હતા. અમે તેના પરિવાર અને કંપની સાથે સંપર્કમાં છીએ. 

સૌથી મોટી આપદા
સંજય વર્માએ જણાવ્યું કે 1939 બાદ તુર્કિએમાં આવેલી સૌથી મોટી પ્રાકૃતિક આપદા છે. અમને સહાયતા માટે તુર્કિએ તરફથી એક ઈમેલ પ્રાપ્ત થયો અને બેઠકના 12 કલાક બાદ દિલ્હીથી તુર્કિએ માટે પ્રથમ SAR ઉડાનો રવાના થઈ ગઈ છે. ત્યારબાદ 4 એવી ઉડાનો મોકલવામાં આવી છે, જેમાંથી 2 એનડીઆરએફની ટીમોને લઈ જઈ રહી છે અને બે મેડિકલ ટીમો હતો. ચિકિત્સા આપૂર્તિ અને ઉપકરણ લઈ જનારું એક વિમાન સીરિયા પણ મોકલવામાં આવ્યું છે. 

એક ગઘેડાના કારણે એવું મળ્યું કે પુરાતત્ત્વવિદો પણ ચોંકી ગયા

કેમ મુશ્કેલ બની રહ્યું છે?
સીરિયા અને તુર્કીમાં સોમવારે (6 ફેબ્રુઆરી) 7.8 તીવ્રતાના આંચકા અને તે પછી 7.5ની તીવ્રતાના આંચકા સાથે તબાહી સર્જાઈ હતી. આ અંગે બચાવ કાર્ય ચાલી રહ્યું છે, પરંતુ હિમવર્ષાના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતમાં તુર્કીના રાજદૂતે મંગળવારે (7 ફેબ્રુઆરી) કહ્યું હતું કે દક્ષિણ-પૂર્વ તુર્કીમાં 14 મિલિયનથી વધુ લોકો પ્રભાવિત થયા છે, તે એક મોટી આફત છે. 21,103 લોકો ઘાયલ થયા છે, લગભગ 6000 ઇમારતો ધરાશાયી થઇ છે, 3 એરપોર્ટને નુકસાન થયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More