Home> World
Advertisement
Prev
Next

Photos: આ મંદિરમાં છે નરકનો દરવાજો, અંદર પ્રવેશતા જ મળે છે મોત! 

Gate of Hell: આમ તો આપણે દુનિયામાં અનેક ચિત્ર વિચિત્ર જગ્યાઓ વિશે સાંભળ્યું હોય છે. જ્યાં રહસ્યમય કારનામા થતા રહે છે.

Photos: આ મંદિરમાં છે નરકનો દરવાજો, અંદર પ્રવેશતા જ મળે છે મોત! 

Gate of Hell: આમ તો આપણે દુનિયામાં અનેક ચિત્ર વિચિત્ર જગ્યાઓ વિશે સાંભળ્યું હોય છે. જ્યાં રહસ્યમય કારનામા થતા રહે છે. આવી જ એક જગ્યા તુર્કીમાં છે. આ જગ્યા એક મંદિર છે. જેના વિશે દાવો કરાય છે કે અહીં જે જાય છે તે ક્યારેય પાછું ફરતું નથી. આવો જાણીએ આખરે એવું તો શું છે અહીં કે જે લોકોને મોતના મુખમાં લઈ જાય છે. 

નરકનો દરવાજો
તુર્કીમાં એક મંદિર છે જે પ્રાચીન શહેર હેરાપોલીસમાં આવેલું છે. આ પ્રાચીન મંદિર વિશે કહેવાય છે કે ત્યાં નરકનો દરવાજો છે. એવી માન્યતા છે કે જો કોઈ માણસ આ મંદિરમાં જતો રહે તો તેની લાશ પણ હાથમાં આવતી નથી. 

માણસો તો ઠીક જાનવરો પણ જીવતા નથી બચતા!
સાયન્સ અલર્ટ ડોટ કોમના રિપોર્ટ મુજબ છેલ્લા કેટલાક સમયથી અહીં રહસ્યમય રીતે મોત થતી રહી છે. ચોંકાવનારી વાત તો એ છે કે માણસો ઉપરાંત આ મંદિરના સંપર્કમાં જો કોઈ પશુ પક્ષી કે જાનવર આવે તો તે પણ જીવિત રહેતા નથી. આ જ કારણ છે કે લોકો તેને ધ ગેટ ઓફ હેલ એટલે કે નરકનો દરવાજો કહે છે. 

આ છે માન્યતા
આ મંદિર વિશે એવી માન્યતા છે કે લોકોના મોત યુનાની દેવતાના ઝેરીલા શ્વાસના કારણ થાય છે. ગ્રીક રોમન કાળમાં એક કાયદો બનાવવામાં આવ્યો હતો કે જો કોઈ પણ વ્યક્તિ આ મંદિરની પાસે ગયો તો તેનું માથું વાઢી નાખવામાં આવશે. 

fallbacks

વૈજ્ઞાનિકોએ કર્યો ખુલાસો
જો કે વૈજ્ઞાનિકો દ્વારા આ રહસ્યમય મોતનું કોકડું ઉકેલી નાખવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે મંદિરની નીચેથી સતત ઝેરીલા કાર્બન ડાયોક્સાઈડ ગેસનો સ્ત્રાવ થઈ રહ્યો છે. જેના સંપર્કમાં આવતા જ માણસો કે પશુ પક્ષીઓના મોત થઈ જાય છે. 

fallbacks

વૈજ્ઞાનિકની શોધ મુજબ મંદિરની નીચે બનેલી ગુફામાં મોટા પાયે કાર્બન ડાયોક્સાઈડ ગેસ મળી આવ્યો છે. જ્યાં સામાન્ય રીતે માત્ર 10 ટકા કાર્બન ડાયોક્સાઈડ જ કોઈ પણ માણસને માત્ર 30 મિનિટમાં મોતને હવાલે કરી શકે છે. જ્યારે આ  ગુફાની અંદર તો ઝેરીલા ગેસનું પ્રમાણ 91 ટકા છે. ગુફાની અંદરથી નીકળી રહેલી વરાળના કારણે જ અહીં આવતા કીડા મકોડા અને પશુ પક્ષીઓ માર્યા જાય છે. 

fallbacks

Queen Elizabeth II: બ્રિટન ઉપરાંત આ 14 દેશ ઉપર પણ રાજ કરે છે બ્રિટિશ પરિવાર!, અનેક મોટા દેશ યાદીમાં સામેલ

Water Bill Of More Than 20 Lakhs: શિક્ષકની એક બેદરકારી શાળાને ભારે પડી! પાણીના બિલની રકમ જાણી આઘાત લાગશે

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More