Home> World
Advertisement
Prev
Next

Turkey ના આ વ્યક્તિનું નાક છે દુનિયામાં સૌથી લાંબુ, રોજેરોજ સાઈઝ વધતી જાય છે

શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી લાંબા નાકનો રેકોર્ડ કોના નામે છે? તુર્કીમાં રહેતા મેહમત ઓઝીયુરેક  (Mehmet Özyürek) નું નાક દુનિયામાં સૌથી લાંબુ છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેમનું નામ પણ નોંધાયું છે. ખાસ વાત એ છે કે તેમના નાકની સાઈઝ સતત વધી રહી છે. એટલે કે આવનારા દિવસોમાં તે 3.5 ઈંચ (8.8 સેમી) થી પણ લાંબુ થઈ શકે છે. 

Turkey ના આ વ્યક્તિનું નાક છે દુનિયામાં સૌથી લાંબુ, રોજેરોજ સાઈઝ વધતી જાય છે

અંકારા: શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી લાંબા નાકનો રેકોર્ડ કોના નામે છે? તુર્કીમાં રહેતા મેહમત ઓઝીયુરેક  (Mehmet Özyürek) નું નાક દુનિયામાં સૌથી લાંબુ છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેમનું નામ પણ નોંધાયું છે. ખાસ વાત એ છે કે તેમના નાકની સાઈઝ સતત વધી રહી છે. એટલે કે આવનારા દિવસોમાં તે 3.5 ઈંચ (8.8 સેમી) થી પણ લાંબુ થઈ શકે છે. 

11 વર્ષથી જળવાયો છે રેકોર્ડ
ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ તુર્કીના રહીશ 71 વર્ષના મેહમત ઓઝીયુરેક (Mehmet Özyürek) દુનિયાના એકમાત્ર જીવિત વ્યક્તિ છે જેમનું નાક 3.5 ઈંચ (8.8 સેમી) લાંબુ છે. લગભગ 11 વર્ષ પહેલા પોતાના લાંબા નાક બદલ તેમનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું. જેને આજ સુધી કોઈ તોડી શક્યું નથી. ઓઝીયુરેકનું કહેવું છે કે તેમના નાકની લંબાઈ વધી રહી છે. 

Englishman ના નામે છે અસલ રેકોર્ડ
ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે મેહમત ઓઝીયુરેકના રેકોર્ડની જાહેરાત કરતા કહ્યું હતું કે તેમનું નાક દુનિયાના જીવિત વ્યક્તિઓમાં સૌથી લાંબુ છે. જો કે ઈતિહાસમાં સૌથી  લાંબા નાકનો રેકોર્ડ ઈંગ્લિશમેન થોમસ વેડર્સના નામે નોંધાયો છે. 18મી સદીના ઈંગ્લિશમેનનું નાક અવિશ્વસનીય રીતે 7.5 ઈંચ (19 સેમી) લાંબુ હતું. જો કે હવે તેઓ જીવિત નથી. આથી આ રેકોર્ડ મેહમત ઓઝીયુરેકના નામે થયો છે. 

Mehmet ની મજાક ઉડાવતા હતા લોકો
મેહમત ઓઝીયુરેકે પોતાના આ લાંબા નાકને પગલે અનેક પરેશાનીઓનો પણ સામનો કરવો પડે છે. લોકો તેમને મજાક ઉડાવે છે. તેમણે કહ્યું કે નાક ચહેરાની શોભા વધારે છે. જો નાક યોગ્ય આકારમાં ન હોય તો તમારો ચહેરો અજીબ લાગે છે. મારું લાંબુ નાક જોઈને લોકો મજાક ઉડાવતા હતા. શરૂઆતમાં ખુબ ખરાબ લાગતું હતું. પરંતુ પછી તો આદત પડી ગઈ. હવે આ જ કારણે મારું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More