Home> World
Advertisement
Prev
Next

Glasgow: PM મોદીને મળેલી સ્પેશિયલ ટ્રીટમેન્ટથી આ દેશને મરચા લાગ્યા, રાષ્ટ્રપતિ મોઢું ફૂલાવીને ફરતા રહ્યા

ગ્લાસગો જળવાયુ સંમેલનમાં પીએમ મોદીને મળેલી સ્પેશિયલ ટ્રિટમેન્ટથી અનેક દેશોને મરચા લાગી ગયા છે. 

Glasgow: PM મોદીને મળેલી સ્પેશિયલ ટ્રીટમેન્ટથી આ દેશને મરચા લાગ્યા, રાષ્ટ્રપતિ મોઢું ફૂલાવીને ફરતા રહ્યા

અંકારા: ગ્લાસગો જળવાયુ સંમેલનમાં પીએમ મોદીને મળેલી સ્પેશિયલ ટ્રીટમેન્ટથી અનેક દેશોને મરચા લાગી ગયા છે અને તેમા પાકિસ્તાનના ખાસ મિત્ર તુર્કીનું નામ પણ સામેલ છે. જે સમયે દુનિયાના તમામ લીડર્સ ક્લાઈમેટ ચેન્જ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરી રહ્યા હતા ત્યારે તુર્કી ઈન્ડિયાને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળીના રોદણાં રડતું જોવા મળ્યું. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેક તૈયપ એદોર્ગન (Recep Tayyip Erdogan) એ તેના પર પોતાની નારાજગી વ્યક્ત કરી પરંતુ તેની કોઈ અસર થઈ નહી. 

આ નેતાઓ માટે અલગ વ્યવસ્થા હતી
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ ગ્લાસગો પાસે આટલા મોટા વૈશ્વિક સંમેલનની મેજબાની માટે પૂરતા સાધન નહતા. જેના કારણે યુકેએ સંમેલનમાં સામેલ પ્રતિનિધિમંડળોને હોટલ શેર કરવાનો આગ્રહ કર્યો હતો. આ રીતે વર્લ્ડ લીડર્સને સંમેલન સ્થળ સુધી લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરાઈ હતી. જો કે ત્રણ દેશો બ્રિટન, અમેરિકા અને ભારત માટે વિશેષ વ્યવસ્થા કરાઈ હતી. આ દેશોના રાષ્ટ્રાધ્યક્ષ માટે વિશેષ રીતે બુક કરાયેલી હોટલોમાં રહેવાની મંજૂરી અપાઈ હતી. એટલું જ નહીં બોરિસ જ્હોન્સન, જો બાઈડેન અને નરેન્દ્ર મોદી 1 નવેમ્બરે કારોના કાફલા સાથે કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા. જેને જોઈને તુર્કીના રાષ્ટ્રપતિ બળી બળીને ખાખ થઈ ગયા. 

Fire therapy: સારવારની અનોખી પદ્ધતિ, ડૉક્ટર દર્દીના શરીરને લગાવે છે આગ, જાણો વિગતો

Erdogan ને મળ્યો જડબાતોડ જવાબ
રિપોર્ટમાં સૂત્રોના હવાલે જણાવવામાં આવ્યું છે કે પ્રોટોકોલમાં ભેદભાવ પર તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને પોતાની  નારાજગી વ્યક્ત કરી. તુર્કીના રાષ્ટ્રપતિએ એવો પણ સવાલ ઉઠાવ્યો કે ભારતના વિશેષાધિકાર પ્રાપ્ત વ્યવહારને કેમ માનવામાં આવે? એટલું જ નહીં, તેમણે વિરોધ સ્વરૂપે પોતાની જાતને કામગીરીથી દૂર રાખી. જો કે અધિકારીઓએ આ સ્પેશિયલ વ્યવસ્થાને યોગ્ય ઠેરવતા તુર્કીને બરાબર જવાબ આપ્યો. નોંધનીય છે કે ભારતે ઈન્ટરનેશનલ સોલર અલાયન્સ લોન્ચ કર્યું છે. પીએમ મોદીએ વર્ષ 2070 સુધીમાં દેશ તરફથી નેટ ઝીરો ઈમિશનનું વચન આપ્યું છે. 

US President જો બાઈડેનને ભારતની ખુબ યાદ આવી, જાણો શું કહ્યું?

Turkey ના રાષ્ટ્રપતિને કઈ સમજમાં ન આવ્યું
તુર્કીના રાષ્ટ્રપતિને બ્રિટિશ અધિકારીઓ દ્વારા સમજાવવામાં આવ્યું કે ભારત સ્પેશિયલ ટ્રીટમેન્ટનો હકદાર છે. કારણ કે તેણે પર્યાવરણ સંરક્ષણની દિશામાં ગણું બધું કર્યું છે. પીએમ મોદીએ અનેક મોટા પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે. જેમાં સ્વચ્છ ભારત અભિયાન, ઉજ્વલા યોજના અને નમામિ ગંગે યોજના પ્રમુખ છે. આ ઉપરાંત શિખર સંમેલનમાં પણ પીએમ મોદીએ નિશ્ચિત રીતે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જો કે એ વાત અલગ છે કે તુર્કીના પ્રેસિડેન્ટને આ વાત સમજમાં જ ન આવી અને તેઓ મોઢું ફૂલાવીને ઘૂમતા રહ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More