Home> World
Advertisement
Prev
Next

બિકિનીના નામે દોરા પહેરીને નીકળી પડી આ યુવતી, ફોટા વાઈરલ થતા ધરપકડ થઈ

બિકિનીના નામે દોરા પહેરીને નીકળી પડી આ યુવતી, ફોટા વાઈરલ થતા ધરપકડ થઈ

એક યુવતી ટુરિસ્ટ બીચ પર બિકિની પહેરીને કોઈ પણ ખચકાટ વગર ફરી રહી હતી. પરંતુ આ બિકિનીએ તેને એટલી મોટી મુસિબતમાં મૂકી દીધી કે જાણીને નવાઈ લાગશે. હકીકતમાં યુવતી એકદમ બોલ્ડ દોરા જેવી બિકિની પહેરીને ફરતી હતી. સોશિયલ મીડિયા પર ફોટા વાઈરલ થતા પોલીસે આ યુવતીની ધરપકડ કરી અને દંડ ફટકાર્યો. આ મામલો ફેલિપાઈન્સના બોરાકે ટાપુનો છે. 

સ્થાનિક લોકોએ ટુરિસ્ટની તસવીરો ખેંચીને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારબાદ પોલીસે 26 વર્ષની લિન જૂ તિંગ પર કાર્યવાહી કરી. લિન તાઈવાનની રહીશ છે. પોલીસે લિનની ધરપકડ બાદ કહ્યું કે તે જ્યાં સુધી 3400 રૂપિયાનો દંડ ન ભરે ત્યાં સુધી તેને છોડાશે નહીં. લિન પોતાના બોયફ્રેન્ડ સાથે ફિલિપાઈન્સ ફરવા માટે આવી હતી. બોરાકેઈન્ફોર્મર ડોટ કોમ ના એક રિપોર્ટ મુજબ લિન બિકિની પહેરીને બેવાર પુકા બીચ પર ગઈ હતી. જો કે હજુ સુધી એ સામે આવ્યું નથી કે યુવતી પર કયા કાયદા પ્રમાણે આ કાર્યવાહી થઈ. શક્ય છે કે અશ્લિલતાના કોઈ કાયદાના ભંગ બદલ આ કાર્યવાહી થઈ હોય. 

ડેઈલી મેઈલના અહેવાલમાં સ્થાનિક અખબારમાં પોલીસ ચીફના નિવેદનને કોટ કરીને લખાયું છે કે કેટલાક સ્થાનિકો એને ટુરિસ્ટોએ યુવતીના ફોટા લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યાં છે. અમારી સંસ્કૃતિમાં આવું અસ્વીકાર્ય છે. 

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More