Home> World
Advertisement
Prev
Next

Sudan: ન તો ભૂખ્યાને ભોજન અપાયું ન તો બીમારને સારવાર, 71 બાળકોના ભૂખમરાથી મોત

સૂડાનમાં ભૂખ અને બીમારીથી તડપીને 70 બાળકોના મોતના સમાચારે દુનિયાને ઝટકો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ પણ આ દર્દનાક ઘટનાથી હેરાન છે. આ વચ્ચે 300થી બાળકોને સુરક્ષિત સ્થળો પર લઈ જવામાં આવ્યા છે. 

Sudan: ન તો ભૂખ્યાને ભોજન અપાયું ન તો બીમારને સારવાર, 71 બાળકોના ભૂખમરાથી મોત

નવી દિલ્હીઃ દુનિયા 21મી સદી છે, જ્યાં ટ્રેડ, ટેક્નોલોજી અને ખુબ પ્રગતિ થઈ રહી છે. પરંતુ આ દરમિયાન જો કોઈ ભોજન અને સારવાર વગર જીવ ગુમાવે તો તે દેશની સાથે દુનિયા માટે શરમજનક વાત છે. આજે અમે તમને આવી ઘટના વિશે જણાવી રહ્યાં છીએ, જેના વિશે જાણીને તમારા રૂવાંડા ઉભા થઈ જશે, આંખમાં આંસુ આવી જશે, તમારો આત્મા કંપી ઉઠશે અને દિલમાં ઝટકો લાગશે. ઘટના હિંસાગ્રસ્ત સૂડાનના એક અનાથાલયની છે, જ્યાં ભોજન અને સારવાર વગર તડપીને 71 બાળકોના દર્દનાક મોત થયા છે. ભૂખ અને બીમારીથી થયેલા આ મોતે દુનિયાને હચમચાવી દીધી છે. 

રિપોર્ટ અનુસાર સૂડામાં એપ્રિલ મહિનાથી અત્યાર સુધી 71 બાળકોના મોત ભૂખ અને બીમારીને કારણે થયા છે. આ ઘટના બાદ અનાથાલયમાંથી ઓછામાં ઓછા 300 બાળકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. સૂડાનમાં સેના અને અર્ધસૈનિક રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચે દેશમાં ચાલી રહેલી ભીષણ લડાઈ વચ્ચે મોતનો મામલો અલ-મૈકુલા અનાથાયલનો છે અને પાછલા મહિને તેનો ખુલાસો થયો હતો. સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષ (યૂનીસેફ) ના પ્રવક્તા રિકાર્ડો પિરેસે કહ્યુ- ખાર્તુમના અલ મૈકુમા અનાથાલયમાંથી ઓછામાં ઓછા 300 બાળકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. તેમણે એસોસિએટેડ પ્રેસને એક મેલ દ્વારા જણાવ્યું કે સૂડાનના સામાજિક વિકાસ મંત્રાલયે બાળકોની જવાબદારી સંભાળી છે, તો યૂનીસેફે સ્વાસ્થ્ય સહાયતા, ભોજન, શિક્ષણ ગતિવિધિ તથા ખેલ-કૂદ વગેરેની જવાબદારી સંભાળી છે. 

આ પણ વાંચોઃ Photos: કેનેડાના જંગલો ભીષણ આગની ઝપેટમાં, દમ ન્યૂયોર્કનો નીકળવા લાગ્યો

સંયુક્ત રાષ્ટ્ર પણ ચોકી ગયું
ભૂખ અને બીમારીથી તડપીને થયેલા 71 બાળકોના દર્દનાક મોતે સંયુક્ત રાષ્ટ્રને પણ ચોકાવી દીધુ છે. બાળકોને બહાર કાઢવામાં મદદ કરનારી રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિએ કહ્યું કે, એક મહિનાથી 15  વર્ષની ઉંમરના બાળકોને જાજિરા પ્રાંતની રાજધાની મદની સુધી સુરક્ષિત કોરિડોર હાસિલ કરતા સુરક્ષિત સ્થળે લાવવામાં આવ્યા. બાળકોની સાથે ધ્યાન રાખનાર 70 લોકોને પણ મોકલવામાં આવ્યા છે. સૂડાનમાં આઈસીઆરસી પ્રતિનિધિમંડળના પ્રમુખ જીન ક્રિસ્ટોફરે કહ્યુ- બાળકો તે સ્થાન પર હતો જ્યાં છેલ્લા છ સપ્તાહથી લડાઈ ચાલી રહી હતી, તે સ્થાન પર ખુબ મુશ્કેલ સમય પસાર કર્યો છે. મીડિયાના સમાચાર પ્રમાણે અનાથાલયમાં જે બાળકોના ભૂખ અને બીમારીથી મોત થયા છે, તેમાં ત્રણ મહિનાનું બાળક પણ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More