Home> World
Advertisement
Prev
Next

વ્યક્તિએ કેન્સર સામે જંગ જીત્યો પરંતુ ઘરમાં પાળેલા મરઘાએ લઈ લીધો જીવ

Man died after brutal attack by aggressive chicken: કેટલાક એવા કિસ્સા છે જેમાં માણસનો જીવ સામાન્ય ઘટનામાં જતો રહે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે નેધરલેન્ડથી. અહીંયા રહેનારા એ વ્યક્તિએ થોડા સમય પહેલાં કેન્સર જેવી ખતરનાક બીમારીને હરાવીને પોતાની જિંદગીની ડોર બચાવી રાખી. પરંતુ વીતેલા દિવસોમાં તેનું મોત ઘરમાં પાળેલા એક મરઘાના કારણે થયું.

વ્યક્તિએ કેન્સર સામે જંગ જીત્યો પરંતુ ઘરમાં પાળેલા મરઘાએ લઈ લીધો જીવ
Updated: Feb 17, 2023, 07:59 AM IST

Man died after brutal attack by aggressive chicken: તમે વીતેલા કેટલાક દિવસોમાં તુ્કીમાં રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અનેક એવા કેસ જોવા મળ્યા છે. જેણે મોટી મુશ્કેલી કે સંકટમાં પણ મોતને હાર આપી. આવા અનેક કિસ્સા છે જેમાં માણસનું બચવું કોઈ ચમત્કારથી ઓછું માનવામાં આવતું નથી. પરંતુ કેટલાક એવા કિસ્સા છે જેમાં માણસનો જીવ સામાન્ય ઘટનામાં જતો રહે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે નેધરલેન્ડથી. અહીંયા રહેનારા એ વ્યક્તિએ થોડા સમય પહેલાં કેન્સર જેવી ખતરનાક બીમારીને હરાવીને પોતાની જિંદગીની ડોર બચાવી રાખી. પરંતુ વીતેલા દિવસોમાં તેનું મોત ઘરમાં પાળેલા એક મરઘાના કારણે થયું.

આ પણ વાંચો:
કેમ દર વર્ષે માત્ર 180 IASની જ થાય છે પસંદગી, જાણો આ પાછળનું કારણ
BCCI ની સામે ઝુકવા મજબૂર થયું પાકિસ્તાન, એશિયા કપનું આયોજન બહાર કરાવવા તૈયાર
18 ફેબ્રુઆરીએ આફ્રિકાથી આવશે 12 ચિત્તા, C-17 વિમાન ભારતથી થયું રવાના

ઘરમાં પાળેલા મરઘાએ ઈજા પહોંયાડી:
મીડિયા રિપોર્ટ પ્રમાણે ધ હેગમાં રહેનારા જેસ્પર ક્રોસ વીતેલા દિવસોમાં પોતાના ઘરે બેઠા હતા. અચાનક તેમના ઘરમાં રહેલા એક મરઘાએ તેમને જોરથી પંજો માર્યો. આ પંજો માર્યા પછી જેસ્પરના પગમાંથી લોહી નીકળવા લાગ્યું. તે પરેશાન થઈને પથારીમાં સૂઈ ગયા. તેની વચ્ચે તેમની દીકરી ઘરે આવી. પરંતુ પિતાને સૂતા જોઈને તે ચાલી ગઈ. થોડી વાર પછી તેમની દીકરીએ પાડોશીઓને કોલ કર્યો કે ઝડપથી ઘરે આવી જાઓ. પપ્પાની તબિયત ખરાબ છે. તે લોકો તાત્કાલિક પહોંચી ગયા તો મરઘાના હુમલાથી પપ્પાના પગમાં ઈજાનું નિશાન હતું. ત્યાંથી લોહી નીકળી રહ્યું હતું. જેસ્પર લોહીમાં ખરડાયેલા હતા. લોકોએ એમ્બ્યુલન્સને કોલ કરીને જેસ્પરને સીપીઆર આપવાનું ચાલુ કરી દીધું.

ડોક્ટરો મોતનું કારણ જણાવ્યું:
રિપોર્ટ પ્રમાણે આ ઘટનાએ ડોક્ટરોને પણ હેરાન કરી દીધા. ડોક્ટરોનું માનવું હતું કે જેસ્પર થોડા સમય પહેલાં કેન્સરમાંથી સાજા થયા હતા. હજુ તે કેન્સર સાથે જોડાયેલી દવાનું સેવન પણ કરતા હતા. પરંતુ મરઘાના અચાનક હુમલાના કારણે તેમનું ઘણું લોહી વહી ગયું. અને તેમને હાર્ટ અટેક આવી ગયો. આ કારણે તેમનું મોત થઈ ગયું. લોકોએ જણાવ્યું કે જેસ્પર પર હુમલો કરતાં પહેલાં મરઘાએ તેમના સગા પર પણ હુમલો કર્યો હતો. જોકે તે સહી સલામત છે.

આ પણ વાંચો:
દેશનાં બે શહેરોમાં ડ્રોનથી દવાની ડિલીવરીનાં શ્રી ગણેશ, ડ્રોન કેમ છે આશીર્વાદ સમાન?
રાશિફળ 17 ફેબ્રુઆરી: આ રાશિના જાતકો પર આજે માતા લક્ષ્મીની અઢળક કૃપા વરસશે
સ્પેનમાં મહિલાઓ પીરિયડ્સ દરમિયાન લઈ શકશે રજા, કાયદાને લાગૂ કરનાર પ્રથમ યુરોપીયન દેશ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે