Home> World
Advertisement
Prev
Next

રૂ 45,76,16,22,50,000 મિનિટોમાં જ થયા સાફ; સરકારના એક નિર્ણયથી કંપનીના 16% તૂટ્યા શેર 

સરકારના નિર્ણયો તમારી વર્ષોની મહેનતને સાફ કરી નાખે છે. ચીનના ઓનલાઈન ગેમિંગ રેગ્યુલેટરે નિયમોને વધુ કડક બનાવ્યા છે. જેના કારણે ઓનલાઈન ગેમિંગ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો નોંધાયો છે. વિશ્વના સૌથી મોટા ગેમિંગ પબ્લીશર Tencentના શેર 16 ટકા ઘટ્યા છે.

રૂ 45,76,16,22,50,000 મિનિટોમાં જ થયા સાફ; સરકારના એક નિર્ણયથી કંપનીના 16% તૂટ્યા શેર 

ચીન સરકારના એક નિર્ણયથી દેશની સૌથી મોટી સાર્વજનિક કંપની Tencentને મોટો ફટકો પડ્યો છે. ચીનની સરકારે ઓનલાઈન ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝ પર નકેલ કસવા ગાઈડલાઈન જાહેર કરી છે. જેના કારણે કંપનીના શેર 16 ટકા ઘટ્યા અને થોડી જ મિનિટોમાં તેનું માર્કેટ કેપ $55 બિલિયન ઘટી ગયું હતું. 2008 પછી એક જ દિવસમાં કંપનીના શેરમાં આ સૌથી મોટો ઘટાડો છે. ચીનના ટોચના ગેમિંગ રેગ્યુલેટરે ઓનલાઈન ગેમિંગને કાબૂમાં લેવા માટે નવા નિયમો જારી કર્યા છે. આ કારણે Tencent તેમજ તેની હરીફ કંપની NetEase Inc.ના શેરમાં પણ 28%નો ઘટાડો થયો છે.

ચીનનું ગેમિંગ માર્કેટ આ વર્ષે 14 ટકા વધીને $42.4 બિલિયન સુધી પહોંચવાની ધારણા હતી. ગયા વર્ષની શરૂઆતમાં તેમાં 10 ટકાનો ઘટાડો થયો હતો. ચીનની સરકારે 2020થી ખાનગી ક્ષેત્ર સામે મોરચો ખોલ્યો છે. સરકાર મોટી કંપનીઓ સામે કાર્યવાહી કરી રહી છે. તેમાંથી એક સમયે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ જેક માની કંપની Ant Group Co. અને Alibaba Group Holding Ltd.નો પણ સમાવેશ થાય છે. ચીનની સરકાર કંપનીઓના ખર્ચ પર મર્યાદા લાદી રહી છે જેથી ખાનગી કંપનીઓને પાવરફૂલ બનવાથી રોકી શકાય.

Tencent ના માર્કેટ કેપમાં મોટો ઘટાડો
Tencent વિશ્વની સૌથી મોટી ગેમિંગ પબ્લીશર કંપની છે. જેનું અમેરિકાની Epic Games Inc. થી લઈને યુરોપની Supercell માં પણ રોકાણ છે. શુક્રવારના ઘટાડા પહેલા તેનું માર્કેટ કેપ $391.57 બિલિયન હતું. તે ચીનની સૌથી મોટી પબ્લિક હોલ્ડિંગ કંપની છે. તે વિશ્વની સૌથી મોટી કંપનીઓની યાદીમાં 21મા નંબર પર છે. ચીન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે પરંતુ હાલના સમયમાં તે ઘણા મોરચે સંઘર્ષ કરી રહ્યું છે. રેગ્યુલેશન મજબૂત થવાને કારણે વિશ્વની ઘણી કંપનીઓ ચીનથી પોતાના બોરિયા બિસ્તરા સમેટી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More