Home> World
Advertisement
Prev
Next

એક જીત શું મળી કે ખુશીમાં પાગલ થઈ ગયા પાકિસ્તાનના મંત્રી, ભારતીય મુસ્લિમો વિશે કહી આ વાત

ભારત વિરુદ્ધ ક્રિકેટ વિશ્વ કપમાં પહેલી જીત મળતા જ પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદ જાણે ખુશીમાં પાગલ થઈ ગયા છે અને આ ગાંડપણમાં તેઓ વિચિત્ર નિવેદનો આપી રહ્યા છે.

એક જીત શું મળી કે ખુશીમાં પાગલ થઈ ગયા પાકિસ્તાનના મંત્રી, ભારતીય મુસ્લિમો વિશે કહી આ વાત

ઈસ્લામાબાદ: ભારત વિરુદ્ધ ક્રિકેટ વિશ્વ કપમાં પહેલી જીત મળતા જ પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદ જાણે ખુશીમાં પાગલ થઈ ગયા છે અને આ ગાંડપણમાં તેઓ વિચિત્ર નિવેદનો આપી રહ્યા છે. ટી20 વર્લ્ડ કપના સુપર 12 રાઉન્ડ મુકાબલામાં પાકિસ્તાને રવિવારે ટીમ ઈન્ડિયાને 10 વિકેટે હરાવીને ખળભળાટ મચાવી દીધો. પાકિસ્તાનને વર્લ્ડ કપમાં પહેલીવાર ભારતને હરાવવામાં સફળતા મળી છે. જેને લઈને ગૃહમંત્રી શેખ રશીદ ખુશીનોા કારણે જાણે પાગલ થઈ ગયા છે.  

આ અંદાજમાં ટીમને આપી શુભેચ્છા
વિશ્વ કપમાં ભારત વિરુદ્ધ પહેલી જીત પર પાકિસ્તાની ગૃહમંત્રી શેખ રશીદે એક વીડિયો સંદેશ બહાર પાડ્યો. પોતાના આ મેસેજમાં ભારતીય મુસલમાનોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ભારતના મુસલમાનોની લાગણી પણ પાકિસ્તાન ટીમ સાથે હતી. રશીદે એક મિનિટ અને 11 સેકન્ડનો વીડિયો અપલોડ કરીને પોતાની ટીમને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે ભારત સહિત દુનિયાભરના મુસ્લિમોની લાગણી પાકિસ્તાની ટીમ સાથે હતી. 

IND vs PAK: ઈતિહાસ રચ્યા બાદ ધોની પાસે એવી મુદ્રામાં આવીને ઊભા રહ્યા પાકિસ્તાની ખેલાડીઓ, Pics થયા વાયરલ

વધુ પડતું બોલી ગયા રશીદ
શેખ રશીદે  કહ્યું કે હું પાકિસ્તાનની કોમને જીત પર શુભેચ્છા પાઠવું છું. જે પ્રકારે ટીમે હાર આપી છે તેને સલામ કરુ છું. આજે પાકિસ્તાને પોતાનો દમ દેખાડ્યો છે. મને અફસોસ છે કે આ પહેલી ભારત-પાકિસ્તાન મેચ છે જેને હું કોમી જવાબદારીઓના કારણે ગ્રાઉન્ડ પર જઈ જોઈ શક્યો નહીં. પરંતુ મે તમામ ટ્રાફિકને કહી દીધુ છે કે કન્ટેનર હટાવી દે જેથી કરીને લોકો ઉજવણી કરી શકે. પાકિસ્તાનની ટીમ અને કોમને આ જીત મુબારક, આજે આપણી ફાઈનલ હતી. હિન્દુસ્તાન સહિત દુનિયાના તમામ મુસલમાનોની લાહગણી પાકિસ્તાની ટીમ સાથે હતી. ઈસ્લામને ફતેહ મુબારક. 

T20 World cup: જીતના નશામાં ચૂર પાકિસ્તાની પત્રકારો છાક્ટા બન્યા, વિરાટ કોહલીએ આ રીતે કરી બોલતી બંધ

ઈમરાન ખાને જોઈ નહતી મેચ
પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદ ભારત પાકિસ્તાનની મેચ જોવા માટે યુએઈ પહોંચ્યા હતા પરંતુ પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાને તેમને પાછા બોલાવી લીધા હતા. એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે રશીદને પાકિસ્તાનની હાલની સુરક્ષા સ્થિતિઓને પહોંચી વળવા માટે પાછા બોલાવવામાં આવ્યા હતા. વાત જાણે એમ છે કે પાકિસ્તાનમાં કટ્ટરપંથી સમૂહ તહરીર એ લબ્બૈક પાકિસ્તાન (ટીએલપી)એ એલાન કર્યું હતું કે તે પોતાના પ્રમુખ હાફિઝ હુસૈન રિઝવીની નજરકેદ વિરુદ્ધ ઈસ્લામાબાદમાં એક મોટી માર્ચ કાઢશે. જેના કારણે શેખ રશીદને પાછા બોલાવવામાં આવ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More