Home> World
Advertisement
Prev
Next

આ દેશમાં બુરખા પહેરવા પર લાગ્યો પ્રતિબંધ, તો ગિન્નાયા મુસ્લિમો

ઉત્તર પૂર્વીય સેન્ટ ગાલેન પ્રાંતમાં 36 ટકા મતદાન થયું હતું. જેમાંથી 67 ટકા મતદાતાઓએ બુરખા પર પૂરી રીતે પ્રતિબંધના પક્ષમાં વોટ આપ્યો હતો. 

આ દેશમાં બુરખા પહેરવા પર લાગ્યો પ્રતિબંધ, તો ગિન્નાયા મુસ્લિમો

સ્વિત્ઝરલેન્ડમાં સેન્ટ ગાલેનના મતદાતાઓએ રવિવારે એક જનમત સંગ્રહમાં સાર્વજનિક સ્થળો પર ચહેરા ઢાંકવા પર પ્રતિબંધ લગાવવા માટે સમર્થન કર્યું છે. ત્યારે આ સાથે જ બુરખા પર પ્રતિબંધ લગાવનાર સ્વિત્ઝરલેન્ડ બીજો દેશ બન્યો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર પૂર્વીય સેન્ટ ગાલેન પ્રાંતમાં 36 ટકા મતદાન થયું હતું. જેમાંથી 67 ટકા મતદાતાઓએ બુરખા પર પૂરી રીતે પ્રતિબંધના પક્ષમાં વોટ આપ્યો હતો. બે વર્ષ પહેલા દક્ષિણ ચિચીનોએ પણ બુરખા અને અન્ય મુસ્લિમ નકાબને પ્રતિબંધિત કરવાનો કાયદો અમલમાં મૂક્યો હતો. ત્યારે હવે સેન્ટ ગાલેન પણ એ જ રસ્તા પર નીકળ્યું છે.

fallbacks

ઉલ્લેખનીય છે કે, જ્યુરિચ, સોલોથર્ન, ગ્લેરુચ જેવા ત્રણ પ્રાંતમાં હાલમાં જ આ પ્રકારના પ્રતિબંધ લગાવવાના પ્રસ્તાવને નકારી કાઢ્યું છે. ગત વર્ષે સેન્ટ ગાલેનના સાંસદોએ એક ખરડો પાસ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, જો કોઈ શખ્સ સાર્વજનિક સ્થાનો પર પોતાનો ચહેરો ઢાંકીને લોકોની સુરક્ષા કે ધાર્મિક શાંતિમાં ખલેલ પહોંચાડે છે, તો તેના પર દંડ ફટકારવામાં આવશે. 

ક્ષેત્રીય સંસદમાં તેને દક્ષિણપંથી અને મધ્યમાર્ગી પાર્ટીઓએ સમર્થન આપ્યું હતું. પરંતુ ગ્રીન તથા ગ્રીન લિબરલ પાર્ટીઓએ જનમત સંગ્રહની માંગ કરી હતી. ઈસ્લામિક સેન્ટ્રલ કાઉન્સિલિંગ સ્વિત્ઝરલેન્ડે રવિવારે બુરખા પર પ્રતિબંધને ઈસ્લામોફોબિયા ગણાવ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More