Home> World
Advertisement
Prev
Next

હાઈ સ્પીડ ટ્રેનો થંભી ગઈ, સુનામી એલર્ટ... 7.5ની તીવ્રતાના ભૂકંપને કારણે જાપાન થરથર ધ્રૂજ્યું

Japan Earthquake:  નવા વર્ષના પ્રથમ દિવસે જ પશ્ચિમ જાપાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. આ ભૂકંપના આંચકા ઉત્તર મધ્ય જાપાનમાં અનુભવાયા હતા. લોકોને ઊંચા સ્થળોએ જવાનું કહેવામાં આવ્યું છે. સુનામી આવવાની પણ એલર્ટ અપાઈ છે. 

હાઈ સ્પીડ ટ્રેનો થંભી ગઈ, સુનામી એલર્ટ... 7.5ની તીવ્રતાના ભૂકંપને કારણે જાપાન થરથર ધ્રૂજ્યું

Japan Earthquake: પશ્ચિમ જાપાનમાં 7.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આ ભૂકંપના આંચકા ઉત્તર મધ્ય જાપાનમાં અનુભવાયા હતા. ભૂકંપ આવતાંની સાથે જ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. સુનામી ચેતવણીએ લોકોને શક્ય તેટલી વહેલી તકે ઇશિકાવા, નિગાતા, તોયામા અને યામાગાતા પ્રીફેક્ચરના દરિયાકાંઠાના વિસ્તારો છોડી દેવા જણાવ્યું હતું. ઈશિકાવામાં નોટો પ્રાયદીપ પાસે દરિયામાંથી 5 મીટર સુધીના મોજા ઉછળવાની સંભાવના છે.

NHKના રિપોર્ટ અનુસાર નવા વર્ષના પ્રથમ દિવસે ભૂકંપના આંચકા ટોક્યો અને કેન્ટો વિસ્તારમાં અનુભવાયા હતા. ઇશિકાવા, નિગાતા, ટોયામા અને યામાગાટા પ્રાંતના તટિય ક્ષેત્રોને છોડી દેવા આદેશ કરાયા છે.  ઇશિકાવાના નોટો વાજિમા બંદર પર 1.2 મીટરથી વધુ ઊંચા મોજાઓ પહોંચ્યા બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવ્યા બાદ દરિયાકાંઠાના વિસ્તારોને ઝડપથી ખાલી કરવા તાકીદ કરવામાં આવી હતી.

જાપાનમાં સુનામીના મોજા ઉછળવા લાગ્યા
જાપાનમાં સ્થાનિક સમય અનુસાર સાંજે 4:21 વાગ્યે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. આ પછી, તોયામા પ્રાન્તમાં સાંજે 4:35 વાગ્યે 80 સેમીના મોજા દરિયાકાંઠે અથડાયા અને પછી 4:36 વાગ્યે મોજા નિગાતા પ્રાન્તમાં પહોંચ્યા હતા. અગાઉ 28 ડિસેમ્બરે જાપાનમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જાપાનના કુરિલ દ્રીપમાં આવેલા ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, અડધા કલાકની અંદર અહીં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા.

રેલવે સ્ટેશન પર ઉભેલી બુલેટ ટ્રેનો ધ્રૂજવા લાગી
જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ ઈશિકાવા પ્રાંતના રેલવે સ્ટેશન પર ઉભી રહેલી બુલેટ ટ્રેન ધ્રૂજવા લાગી હતી, જેના પછી સ્ટેશન પર હાજર લોકો ડરી ગયા. આ ઘટના સાથે સંબંધિત વીડિયો રશિયન ન્યૂઝ RT દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સ્ટેશન પર ઉભી રહેલી ટ્રેનો ખૂબ જ ખરાબ રીતે ધ્રૂજી રહી છે.

જાપાનમાં ઘરોમાં વીજળી ગઈ
જાપાનમાં આવેલા જોરદાર ભૂકંપ બાદ હોકુરીકુ ઈલેક્ટ્રોનિક પાવર કંપનીએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે ભૂકંપ બાદ 36,000થી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. અમે હાલમાં પાવર પ્લાન્ટ પર આ ભૂકંપની અસરની તપાસ કરી રહ્યા છીએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More