Home> World
Advertisement
Prev
Next

Sri Lanka Crisis: શ્રીલંકાના આ દિગ્ગજ નેતાએ PM મોદીને કરી અત્યંત ભાવુક અપીલ, જાણો શું કહ્યું?

શ્રીલંકામાં આર્થિક સ્થિતિ બદથી બદતર થઈ રહી છે ત્યારે આ બધા વચ્ચે વિપક્ષના દિગ્ગજ નેતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક ભાવુક અપીલ કરી છે. અત્રે જણાવવાનું કે શ્રીલંકાની સંસદમાં 44 વર્ષમાં પહેલીવાર આજે ત્રિકોણીય મુકાબલામાં સીધી રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ રહી છે.

Sri Lanka Crisis: શ્રીલંકાના આ દિગ્ગજ નેતાએ PM મોદીને કરી અત્યંત ભાવુક અપીલ, જાણો શું કહ્યું?

શ્રીલંકામાં આર્થિક સ્થિતિ બદથી બદતર થઈ રહી છે ત્યારે આ બધા વચ્ચે વિપક્ષના દિગ્ગજ નેતા સાજિથ પ્રેમદાસાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક ભાવુક અપીલ કરી છે. અત્રે જણાવવાનું કે શ્રીલંકાની સંસદમાં 44 વર્ષમાં પહેલીવાર આજે ત્રિકોણીય મુકાબલામાં સીધી રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ રહી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીની દોડમાં કાર્યકારી રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે ઉપરાંત દુલ્લાસ અલહપ્પરૂમા અને અનુરા કુમારા દિસાનાયકે મેદાનમાં છે. આ ત્રણેયમાંથી કોઈએ એક નેતા દેશ છોડીને ભાગી જનારા ગોટાબાયા રાજપક્ષેની જગ્યાએ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાશે. 

સાજિથ પ્રેમદાસાએ ટ્વીટ કરીને કહ્યું કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ જે કોઈ પણ બને, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભારતના તમામ રાજકીય પક્ષો અને ત્યાંના લોકોને મારી નમ્ર અપીલ છે કે આ આફતમાંથી બહાર આવવા માટે મા લંકા અને તેમના લોકોની મદદ કરતા રહો. 

આજે ચૂંટણી પહેલા દુલ્લાસ અલહપ્પરૂમા વિક્રમસિંઘે પર લીડ મેળવતા જોવા મળી રહ્યા છે. તેમને તેમની પાર્ટીના મોટાભાગના નેતાઓ ઉપરાંત વિપક્ષનું પણ સમર્થન મળતું જોવા મળી રહ્યું છે. શ્રીલંકાના પૂર્વ વિદેશમંત્રી જીએલ પીરિસે કહ્યું કે શ્રીલંકાની સત્તાધારી પાર્ટી પોદુજાના પેરામુના (SLPP)ના મોટાભાગના નેતાઓ ઉપરાંત વિપક્ષના નેતા પણ દુલ્લાસ અલહપ્પરૂમાને રાષ્ટ્રપતિ અને સાજિથ પ્રેમદાસાને પ્રધાનમંત્રી તરીકે જોવા માંગે છે. 

Marburg Virus: કોરોના-મંકીપોક્સ કરતા પણ વધુ જોખમી છે આ વાયરસ, ઘાનામાં 2 કેસ મળ્યા અને બંને દર્દીના મોત

જો કે રાજકીય તજજ્ઞોના મતે 73 વર્ષના વિક્રમસિંઘે રાષ્ટ્રપતિની રેસમાં હજુ પણ આગળ ચાલી રહ્યા છે. પરંતુ 225 બેઠકો વાળી સંસદમાં બહુમત સાબિત કરવું એ સરળ નહીં હોય. જો શ્રીલંકામાં આર્થિક સ્થિતિ ખરાબ થતા પહેલાની ઓગસ્ટ 2020ની સંસદીય સ્થિતિ જોઈએ તો 145ની સંખ્યાવાળી SLPP પાર્ટીમાંથી 52 સાંસદ તૂટ્યા હતા. ત્યારબાદ પાર્ટીમાં 93 સાંસદ બચ્યા હતા. જે પાછળથી 4 સભ્યો પાછા ફર્યા બાદ 97એ પહોંચ્યા હતા. 

225 સભ્યવાળી સદનમાં વિક્રમસિંઘે જાદુઈ આંકડો સ્પર્શવા માટે 113 લોકોનું સમર્થન મેળવવું પડે. તેના માટે હજુ પણ 16 મતની જરૂર છે. વિક્રમસિંઘેને તમિલ પાર્ટીના 12 મતમાંથી ઓછામાં ઓછા 9 પર ભરોસો છે. આ સિવાય મુખ્ય વિપક્ષી સમાગી જાના બાલવેગયા (SJB) ના પક્ષપલટો કરનારા ઉપર પણ ભરોસો કરી રહ્યા છે. જેમાંથી મોટાભાગનાને વિક્રમસિંઘે જ  રાજકારણમાં લાવ્યા છે. 

SJB ના નેતા સાજિથ પ્રેમદાસા અલહપ્પરૂમાને સમર્થન આપવાની જાહેરાત કરી ચૂક્યા છે. અલહપ્પરૂમાના પક્ષમાં વધુ એક મોટી ઘટના જોવા મળી છે. શ્રીલંકા ફ્રીડમ પાર્ટી (SLFP) પણ તેને સમર્થનની જાહેરાત કરી ચૂકી છે. ટીપીએ નેતા સાંસદ મનો ગણેશને કહ્યું કે તમિલ પ્રગતિશિલ ગઠબંધન (ટીપીએ) એ પણ સર્વસંમતિથી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં અલહાપ્પરૂમાને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. શ્રીલંકા મુસ્લિમ કોંગ્રેસ (SLMC) અને ઓલ સીલોન મક્કલ કોંગ્રેસ (ACMC)એ પણ અલહપ્પરૂમાને મત આપવાનો નિર્ણય લીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More