Home> World
Advertisement
Prev
Next

હવે એક ડોઝમાં કોરોનાનો ખાતમો, સ્પુતનિક લાઇટ કોરોના વેક્સિનને રશિયાએ આપી મંજૂરી

માનવામાં આવી રહ્યું છે કે સિંગલ ડોઝવાળી વેક્સિનના લાઇટ વર્ઝનથી કોરોનાના રસીકરણ અભિયાનને ગતિ મળશે અને તે મહામારીને ફેલાતી રોકવામાં મદદ કરશે. 

હવે એક ડોઝમાં કોરોનાનો ખાતમો, સ્પુતનિક લાઇટ કોરોના વેક્સિનને રશિયાએ આપી મંજૂરી

માસ્કોઃ રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિક વી (Sputnik V) એ એક નવું વર્ઝન લોન્ચ કર્યુ છે. આ વેક્સિનનું નામ સ્પુતનિક લાઇટ (Sputnik Light) રાખવામાં આવ્યું છે અને તેને સરકાર દ્વારા મંજૂરી મળી ગઈ છે. આ વેક્સિન 80 ટકા સુધી અસરકારક સાબિત થઈ છે. સ્પુતનિક લાઇટનો માત્ર એક ડોઝ કોરોના સામે લડવામાં સક્ષણ ગણાવવામાં આવી રહ્યો છે. આ વેક્સિનની ફન્ડિંગ કરનારી રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) એ એક નિવેદનમાં કહ્યું કે, બે શોટવાળી સ્પુતનિક વી વેક્સિનની તુલનામાં સિંગલ ડોઝ વાળી સ્પુતનિક લાઇટ વધુ અસરકારક છે. સ્પુતનિક વી 91.6 ટકા પ્રભાવી છે જ્યારે સ્પુતનિક લાઇટ 79.4 ટકા પ્રભાવી છે. 

પરિણામમાં સામે આવ્યું કે 5 ડિસેમ્બર 2020થી 15 એપ્રિલ 2021 વચ્ચે રશિયામાં ચાલેલા વ્યાપક રસીકરણ અભિયાનમાં આ વેક્સિન આપવામાં આવી જેના 28 દિવસ બાદ તેનો ડેટા લેવામાં આવ્યો હતો. 

માનવામાં આવી રહ્યું છે કે સિંગલ ડોઝવાળી વેક્સિનના લાઇટ વર્ઝનથી કોરોનાના રસીકરણ અભિયાનને ગતિ મળશે અને તે મહામારીને ફેલાતી રોકવામાં મદદ કરશે. આરડીઆઈએફે જણાવ્યું કે, એક ડોઝ રસીની કિંમત 10 ડોલર એટલે કે આશરે 737 રૂપિયાથી પણ ઓછી છે. સ્પુતનિક-વીની આ લાઇટ રસીને મોસ્કોના ગમલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યુટે તૈયાર કરી છે. 

આ પણ વાંચોઃ ભારતમાં કહેર વર્તાવી રહેલો કોરોના વેરિએન્ટ ચીન પહોંચી ગયો, ડ્રેગનના હોશ ઉડ્યા

મહત્વનું છે કે રશિયાની વેક્સિનને 60થી વધુ દેશોમાં ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી ચુકી છે. પરંતુ હજુ સુધી યૂરોપીય મેડિસન એજન્સી કે સંયુક્ત રાજ્ય અમેરિકાના ખાદ્ય અને ઔષધિ પ્રશાસન દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More