Home> World
Advertisement
Prev
Next

2020માં ટ્રમ્પને ટક્કર આપવા આ 'ભારતીય મહિલા'એ ભર્યો હુંકાર, ગણાય છે USના 'ફીમેલ ઓબામા'

ફીમેલ ઓબામા તરીકે મશહૂર ભારતીય મૂળના પહેલા અમરિકી સેનેટર કમલા હેરિસે જાહેરાત કરી છે કે તેઓ આગામી 2020માં થનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી રજુ કરશે.

2020માં ટ્રમ્પને ટક્કર આપવા આ 'ભારતીય મહિલા'એ ભર્યો હુંકાર, ગણાય છે USના 'ફીમેલ ઓબામા'

નવી દિલ્હી: ફીમેલ ઓબામા તરીકે મશહૂર ભારતીય મૂળના પહેલા અમરિકી સેનેટર કમલા હેરિસે જાહેરાત કરી છે કે તેઓ આગામી 2020માં થનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી રજુ કરશે. તેમની પાર્ટીએ હાલમાં થયેલી મીડટર્મ ચૂંટણીઓમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ છેલ્લા બે વર્ષમાં કમલા સેનેટમાં પાર્ટીના એક સ્ટાર નેતા તરીકે ઉભરી આવ્યાં છે. તેઓ વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ડેમોક્રેટિક પાર્ટી  તરફથી અવાજ ઉઠાવનારા પ્રમુખ નેતાઓમાં સામેલ છે. 

તેમને આફ્રીકી મૂળના અમેરિકી નાગરિકો અને શ્વેત પરાવિસ્તારની મહિલાઓના સારા એવા મતો મળી શકે છે. વર્ષ 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીની શરૂઆત 3 ફેબ્રુઆરી 2020ના રોજ આઈઓવામાં થશે, જ્યાં પ્રથમ પ્રાઈમરી ચૂંટણી થવાનો કાર્યક્રમ છે. મીડિયામાં આવેલા અહેવાલોમાં સંકેત અપાયા છે કે કમલાનો વારંવાર આઈઓવા પ્રવાસ તેમની સભાઓમાં ઓબામા જેવી ઉર્જાનો સંકેત આપે છે. 

તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની નીકટ ગણાય છે. ઓબામાએ તેમને 2016માં અમેરિકી સેનેટ સહિત વિવિધ ચૂંટણીઓના મેદાનમાં ઉતાર્યા હતાં. કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં જન્મેલા કમલા ભારતના  રહીશ શ્યામલા ગોપાલન અને જમૈકા મૂળના અમેરિકી નાગરકિ ડોનાલ્ડ હેરિસના સંતાન છે. કમલાના માતા શ્યામલા ગોપાલન 1960માં ચેન્નાઈથી અમેરિકા ગયા હતાં. 

fallbacks

ઓબામાના કાર્યકાળ દરમિયાન તેઓ ફીમેલ ઓબામા તરીકે ઓળખાતા હતાં. એક દાયકા પહેલા પત્રકાર ગ્વેન ઈફિલે તેમને ફીમેલ ઓબામા કહ્યાં હતાં. ત્યારબાદ વિલોબાયના એક કારોબારી ટોની પિન્ટોએ તેમને એક યુવતી અને રાષ્ટ્રપતિનું મહિલા સ્વરૂપ ગણાવ્યાં હતાં. 

તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીમાંથી બે ડઝન જેટલા સંભવિત ઉમેદવારોમાં સામેલ છે. જો કે કોઈ પણ નેતાએ પોતાની ઉમેદવારી માટે હજુ સુધી ઔપચારિક જાહેરાત કરી નથી. આ નેતાઓમાં સેનેટર બર્ની સેન્ડર્સ, પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન, અને પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ જો બિડેન મુખ્યપણે સામેલ છે. હવાઈથી અમેરિકી કોંગ્રેસમાં પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડ પણ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી મેળવવાની રેસમાં સામેલ છે. 

fallbacks

તેમના નજીકના સૂત્રોએ આ જાણકારી આપી હતી. આ બાજુ ઓબામાના પત્ની મિશેલ ઓબામાએ ચૂંટણીના રાજકારણમાં પ્રવેશવાની ના પાડી દીધી છે. આ અગાઉ કમલા હેરિસે કહ્યું હતું કે તેઓ આગામી રજાઓ દરમિયાન એ અંગે નિર્ણય લેશે કે 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાગ્ય અજમાવવું કે નહીં. 54 વર્ષના હેરિસે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઊભા રહેવું કે નહીં તેનો નિર્ણય પરિવાર દ્વારા લેવાશે. 

વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More