Home> World
Advertisement
Prev
Next

VIDEO: આ દેશના રાષ્ટ્રપતિએ સ્ટેજ પર જ 5 યુવતીઓને ચુંબન કરી લીધુ

ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુર્તેતેએ પોતાના લાંબા સમયના સાથીની સામે એક ભાષણ દરમિયાન મંચ પર પાંચ ફિલિપિયન્સ યુવતીઓે ચુંબન કરી લીધા.

VIDEO: આ દેશના રાષ્ટ્રપતિએ સ્ટેજ પર જ 5 યુવતીઓને ચુંબન કરી લીધુ

ટોકિયો: ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુર્તેતેએ પોતાના લાંબા સમયના સાથીની સામે એક ભાષણ દરમિયાન મંચ પર પાંચ ફિલિપિયન્સ યુવતીઓે ચુંબન કરી લીધા અને કહ્યું કે સુંદર મહિલાઓએ  તેમને 'સમલૈંગિક'માંથી 'ઠીક થવામાં' મદદ કરી. 74 વર્ષના નેતા ગુરુવારે જાપાનમાં ફિલિપિયન સમુદાયના લોકોને મળી રહ્યાં હતાં. કાર્યક્રમના અંતમાં તેમણે મંચ પર બેઠેલી મહિલી વોલિયેન્ટર્સને પોતાને ચુંબન કરવાનું કહ્યું. સીએનએન ફિલિપાઈન્સ મુજબ પહેલી યુવતીએ ખચકાતા પૂછ્યું કે ક્યાં ચુંબન કરવાનું છે હોઠ પર કે ગાલ પર? ત્યારબાદ ચુંબન કર્યું અને તરત મંચ પરથી જતી રહી. 

બીજી યુવતી તે સમયે આંખમાંથી આંસુ સારતી અને ગભરાયેલી જોવા મળી. તેણે પોતાનો પરિચય દાવોના કોઈ વ્યક્તિ તરીકે આપ્યો હતો. ગાલ પર ચુંબન બાદ તેણે નેતાને ધન્યવાદ કર્યાં. દુર્તેતે ત્રીજી યુવતીને ઈશારો કર્યો અને તે મંચ પર ગઈ. રિપોર્ટમાં કહેવાયું છે કે ચુંબન બાદ એક સાથે તસવીર પણ લીધી જેમાં દુર્તેત તેમનો હાથ પકડેલા જોવા મળે છે. ચોથી અને પાંચમી યુવતીએ પણ આવું જ કહ્યું જ્યારે પ્રેસે તસવીર લીધી. 

પોતાના ભાષણ દરમિયાન દુર્તેતે કહ્યું કે સુંદર મહિલાઓએ તેમને સમલૈંગિકમાંથી ઠીક થવામાં મદદ કરી, બાદમાં પોતાના આલોચક સેનેટર એન્ટોનિયો ટ્રિલાનેસને કથિત રીતે સમલૈંગિક હોવા  બદલ ફટકાર પણ લગાવી. જૂન 2018માં તેઓ તે સમયે વિવાદમાં આવ્યાં હતાં જ્યારે તેમણે સિયોલમાં એક વિવાહિત વિદેશી ફિલિપિયન કાર્યકર્તાને ફિલિપિયન સમુદાયની સાથે એક બેઠક દરમિયાન ચુંબન કરી લીધુ હતું. દુર્તેત જાપાનના ચાર દિવસના પ્રવાસે આવ્યાં હતાં. શુક્રવારે તેમનો પ્રવાસ પૂરો થયો હતો. 

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More