Home> World
Advertisement
Prev
Next

વૈજ્ઞાનિકોની મોટી ડરામણી ચેતવણી...આ સદીના અંતમાં આવશે 'મહાપ્રલય', કારણ જાણીને ચોંકશો

IPCCનો ક્લાઈમેટ રિપોર્ટને વિશ્વના 234 વૈજ્ઞાનિકોએ મળીને બનાવ્યો છે. તેમાંથી એક, કોલંબિયાના મેડેલિનમાં સ્થિત એન્ટિઓચિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિક અને સંશોધક પાઓલા એરિયસે જણાવ્યું છે કે વિશ્વ જેટલું ઝડપથી બદલાઈ રહ્યું છે. જરૂરિયાતો તેટલી જ બદલાઈ રહી છે.

વૈજ્ઞાનિકોની મોટી ડરામણી ચેતવણી...આ સદીના અંતમાં આવશે 'મહાપ્રલય', કારણ જાણીને ચોંકશો

નવી દિલ્હી: આ સદીના અંત સુધીમાં પૃથ્વી પર ભયંકર આફતો આવશે. દુનિયાભરના વૈજ્ઞાનિકો આ વાતને લઈને ચિંતિત છે. વિજ્ઞાનિક અહેવાલો પ્રકાશિત કરતી વિશ્વની સૌથી મોટી મેગેઝિન દ્વારા તાજેતરમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે સામાન્ય લોકો માટે નહોતો. જે વૈજ્ઞાનિકોએ IPCCનો ક્લાઈમેટ રિપોર્ટ બનાવ્યો હતો. તે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપવામાં આવી છે કે જે રીતે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે, તે મુજબ 2100 સુધીમાં પૃથ્વી પર ભયંકર ફેરફારો થશે. આ કોઈ પ્રલયથી ઓછું નહીં હોય.

IPCCનો ક્લાઈમેટ રિપોર્ટને વિશ્વના 234 વૈજ્ઞાનિકોએ મળીને બનાવ્યો છે. તેમાંથી એક, કોલંબિયાના મેડેલિનમાં સ્થિત એન્ટિઓચિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિક અને સંશોધક પાઓલા એરિયસે જણાવ્યું છે કે વિશ્વ જેટલું ઝડપથી બદલાઈ રહ્યું છે. જરૂરિયાતો તેટલી જ બદલાઈ રહી છે. સંસાધનોનું દહન થઈ રહ્યું છે. પ્રદૂષણ અને ગરમી વધી રહી છે, તે પ્રમાણે જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે. સતત બદલાતી વરસાદની પેટર્નને કારણે પાણીની અછત પણ છે, આગળ જતાં આ સ્થિતિ વધુ વિકટ બનશે.

વાહનચાલકોમાં ખુશીનો માહોલ, હવે ગુજરાતમાં પેટ્રોલ 12 રૂપિયા અને ડીઝલ 17 રૂપિયા સસ્તું

પાઓલાએ ચેતવણી આપી હતી કે જે રીતે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે તે પ્રમાણે સમુદ્રનું સ્તર પણ વધી રહ્યું છે. મને નથી લાગતું કે આંતરરાષ્ટ્રીય નેતાઓ ગ્લોબલ વોર્મિંગ વિશે ખૂબ સક્રિય છે. તેઓ ધીમી ગતિએ કામ કરી રહ્યા છે. આ ઝડપે પૃથ્વીને બચાવી શકાશે નહીં. કુદરતી આફતોને કારણે લોકો મોટા પાયે વિસ્થાપિત થઈ રહ્યા છે. IPCCના ક્લાઈમેટ રિપોર્ટમાં જે વાતો કહેવામાં આવી છે તે મુજબ પૃથ્વીને બચાવવા માટે મનુષ્ય પાસે વધુ સમય બચ્યો નથી.

અન્ય ઘણા વૈજ્ઞાનિકો પણ પાઓલા એરિયસ સાથે સહમતિ જતાવી હતી. નેચર જર્નલે ગત મહિને સર્વેમાં આ ક્લાઈમેટ રિપોર્ટ બનાવનારા 233 વૈજ્ઞાનિકોનો સમાવેશ કર્યો હતો. જેમાં 92 વૈજ્ઞાનિકોએ જવાબ આપ્યા હતા. એટલે કે, આ જૂથના 40 ટકા વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કહ્યું કે વર્ષ 2100 સુધીમાં પૃથ્વી પર એટલી બધી સમસ્યાઓ આવશે કે જેના કારણે અનેક દેશમાં તબાહી મચી જશે. કમોસમી વરસાદ, અચાનક વાદળ ફાટવું, સુનામી, ઉચ્ચ તાપમાન. પૂર, દુષ્કાળ જેવી સમસ્યાઓથી માનવી મુશ્કેલીમાં મુકાશે.

સુરત એસટી વિભાગને દિવાળી ફળી: 4 દિવસમાં અધધ... કરોડોની આવક રળી, 1421 બસો કુલ 551589 કિ.મી દોડી 

જે વૈજ્ઞાનિકોએ જવાબ આપ્યો તેમાંથી 60 ટકાનું માનવું હતું કે આ સદીના અંત સુધીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ વધી જશે. આ પેરિસ કરાર દ્વારા નક્કી કરવામાં આવેલા 1.5 થી 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરતાં વધારે છે. 88 ટકા વૈજ્ઞાનિકોએ કહ્યું કે ગ્લોબલ વોર્મિંગને કારણે હોલોકોસ્ટ જેવી આફતો આવશે. જલવાયું પરિવર્તન ઘણી પેઢીઓને પરેશાન કરશે. આમાંથી અડધા વૈજ્ઞાનિકોએ ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગને કારણે તેમની જીવનશૈલી બદલી છે.

બદલાતી જીવનશૈલીના મામલામાં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે સંતાન હોવું જોઈએ કે નહીં. કારણ કે આપણે આપણા બાળકોને સારું ભવિષ્ય નથી આપી શકતા તો પછી તેમને આ દુનિયામાં લાવવાની શું જરૂર છે. જવાબ આપનાર વૈજ્ઞાનિકોમાંથી 60 ટકાએ કહ્યું કે જ્યારે તેઓ હવામાન પરિવર્તન વિશે વિચારે છે ત્યારે તેઓ બેચેની, ઉદાસી અને તણાવ અનુભવે છે.

પાઓલા એરિયાસ કહે છે કે વેનેઝુએલા જેવા રાજકીય રીતે અસ્થિર દેશોમાં સ્થિતિ વધુ ખરાબ થશે. ત્યાં ખાવા અને રહેવાની મોટી સમસ્યા છે. તે જ રીતે એવા દેશો વિશે વિચારો જ્યાં દરરોજ કોઈને કોઈ રોગ ફેલાતો રહે છે. જો કુદરત સહકાર નહીં આપે તો સ્થિતિ વધુ વિકટ બની શકે છે. અમેરિકા, ચીન, યુરોપિયન યુનિયન સહિત ઘણા દેશોએ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવાનું વચન આપ્યું છે, પરંતુ શું તેઓ તે કરી શકશે? કારણ કે જે રીતે આ કરી શકાય છે, દુનિયા હજી પોતાને માનસિક અને આર્થિક રીતે તૈયાર કરવામાં સક્ષમ નથી.

ગુજરાતના આ ગામમાં કાળી ચૌદશે શણગારાય છે સ્મશાન, નાનાથી મોટા અડધી રાત્રે કરે છે આ કામ

આફ્રિકન ઈન્સ્ટિટ્યૂટ ફોર મેથેમેટિકલ સાયન્સના ક્લાઈમેટ મોડલર અને આઈપીસી રિપોર્ટમાં સામેલ વિજ્ઞાની મોહામદૌ બામ્બા સિલાએ જણાવ્યું છે કે હાલના સમયે વિશ્વભરની સરકારો માત્ર વચનો આપી રહી છે. કોઈ પગલાં લેતા હોય તેવું લાગતું નથી. પછી તે સમૃદ્ધ દેશો હોય કે વિકાસશીલ દેશો. ગરીબ દેશોની વાત જ કરી રહ્યા નથી. ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગને લઈને જમીન પર કંઈ થઈ રહ્યું હોય એવું લાગતું નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More