Home> World
Advertisement
Prev
Next

રશિયાના હુમલા બાદ નાટોની મોટી જાહેરાત, યુક્રેનની પાસે સહયોગી દેશોમાં તૈનાત કરાશે સેના

જેન્સ સ્ટોલટેનબર્ગે કહ્યુ, રશિયાનો ઉદ્દેશ્ય યુક્રેન સુધી સીમિત નથી. તેવામાં સહયોગી દેશોમાં જમીન પર, સમુદ્ર અને હવામાં નાટો રિસ્પોન્સ ફોર્સની ટુકડીઓને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. 

રશિયાના હુમલા બાદ નાટોની મોટી જાહેરાત, યુક્રેનની પાસે સહયોગી દેશોમાં તૈનાત કરાશે સેના

નવી દિલ્હીઃ યુક્રેન પર રશિયાના હુમલા બાદ નોટાએ મોટી જાહેરાત કરી છે. નાટો ચીફ જેન્સ સ્ટોલટેનબર્ગે કહ્યુ, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને તેમના સમકક્ષ યુક્રેન પર રશિયાના હુમલાને ધ્યાનમાં રાખીપોતાના સહયોગી દેશોની રક્ષા માટે સેનાની તૈયાતી પર સહમત થયા છીએ. 

જેન્સ સ્ટોલટેનર્ગે કહ્યુ, નેતાઓએ નાટો પ્રતિક્રિયા દળની કેટલીક ત્વરિત તૈનાત થનારી ટુકળીઓ મોકલવાનો નિર્ણય કર્યો છે. પરંતુ તેમણે તે જણાવ્યું નહીં કે કેટલા સૈનિકોની તૈનાતી કરવામાં આવશે. પરંતુ તેમણે કહ્યું, આ પગલામાં જમીની, સમુદ્રી અને વાયુ શક્તિ સામેલ છે. માનવામાં આવી રહ્યું છે કે રશિયાના રોમાનિયામાં એક જહાજ પર હુમલા બાદ આ પગલું ભરવામાં આવી રહ્યું છે. હકીકતમાં રોમાનિયા નાટોનું સભ્ય છે. 

જેન્સ સ્ટોલટેનબર્ગે કહ્યુ, રશિયાનો ઉદ્દેશ્ય યુક્રેન સુધી સીમિત નથી. તેવામાં સહયોગી દેશોમાં જમીન પર, સમુદ્ર અને હવામાં નાટો રિસ્પોન્સ ફોર્સની ટુકડીઓ તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. 

આ પણ વાંચોઃ યુદ્ધ વચ્ચે રશિયા વાતચીત માટે તૈયાર, મળવાની જગ્યા અને સમય નક્કી કરવાનો બાકી

સ્ટોલટેનબર્ગે કહ્યુ, યુક્રેન પર રશિયાનો હુમલો યુક્રેન પર હુમલાથી વધુ છે. આ યુક્રેનમાં નિર્દોશ લોકો પર એક વિનાશકારી ભયાનક હુમલો તો છે પરંતુ આ યુરોપીય સુરક્ષા વ્યવસ્થા પર પણ હુમલો છે અને આ કારણ છે અમે તેને ગંભીરતાથી લઈ રહ્યાં છીએ. 

તેમણે કહ્યું, રશિયાનું લક્ષ્ય યુક્રેન સરકારને બદલવાનું છે. હું યુક્રેનના સશસ્ત્ર દળો પ્રત્યે મારૂ સન્માન વ્યક્ત કરીશ, જે ખરેખર ખુબ મોટી રશિયન સેના વિરુદ્ધ લડી અને ઉભા થઈે પોતાની બહાદુરી અને સાહસ સાબિત કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More