Home> World
Advertisement
Prev
Next

Russia Ukraine War: 'કિંઝલ' બાદ રશિયાએ જંગમાં ઉતાર્યુ બીજુ ઘાતક હથિયાર, 5 મિનિટમાં લંડનને કરી શકે છે તબાહ

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં રશિયા સતત એકથી વધીને એક હથિયારનો ઉપયોગ કરીને પોતાની તાકાત દુનિયાને દેખાડી રહ્યું છે. હવે તેણે વધુ એક શક્તિશાળી મિસાઇલનો વીડિયો જાહેર કર્યો છે. 
 

Russia Ukraine War: 'કિંઝલ' બાદ રશિયાએ જંગમાં ઉતાર્યુ બીજુ ઘાતક હથિયાર, 5 મિનિટમાં લંડનને કરી શકે છે તબાહ

મોસ્કોઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગને 26 દિવસ થઈ ગયા છે પરંતુ હજુ સુધી યુદ્ધનું કોઈ પરિણામ આવ્યું નથી. યુક્રેનને ઝુકાવવા માટે રશિયા સતત તેના પર ઘાતક મિસાઇલ અને બોમ્બનો ઉપયોગ કરી રહ્યું છે. 

રશિયાએ છોડી ઝિરકોન મિસાઇલ
ધ સનના રિપોર્ટ પ્રમાણે હવે રશિયાએ ખુબ ખતરનાક ઝિરકોન મિસાઇલ છોડી પશ્ચિમી દેશોને ફરી યુદ્ધથી દૂર રહેવાની ચેતવણી આપી છે. ઝિરકોન મિસાઇલ અવાજથી 7 ગણી વધુ ગતિ સાથે ટાર્ગેટ પર હુમલો કરે છે. રશિયાનો દાવો છે કે તેની ઝિરકોન મિસાઇલ 5 મિનિટમાં લંડનને બરબાદ કરી શકે છે. 

આ પણ વાંચોઃ આ જેલના કેદીઓને સહેજ પણ લડી નથી શકતા પોલીસ કર્મચારીઓ! જાણો આ પાછળનું કારણ

એક હજાર કિમી દૂર સુધી કરી શકે છે માર
રિપોર્ટ અનુસાર ઝિરકોન એક એન્ટી શિપ હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. આ સમુદ્રથી સમુદ્ર અને જમીન પર હુમલો કરવામાં સક્ષમ છે. આ મિસાઇલની મારક ક્ષમતા એક હજાર કિલોમીટર દૂર સુધી છે. રશિયાનો દાવો છે કે દુનિયાની કોઈપણ એર ડિફેન્સ સિસ્ટમ આ મિસાઇલને ટ્રેક અને ખતમ કરી શકે નહીં. જો આ મિસાઇલ એકવાર લોન્ચ થાય તો પોતાના ટાર્ગેટને તબાહ કરી દે છે. 

સફેદ સાગરમાં લોન્ચ કરવામાં આવી મિસાઇલ
રશિયાએ હાલમાં ઝિરકોન મિસાઇલનો વીડિયો રિલીઝ કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સફેદ સાગર વિસ્તારમાં રશિયાના એડમિરલ ગોર્શકોવ ફ્રિગેટથી આ મિસાઇલને છોડી રહ્યાં છે. રિપોર્ટ પ્રમાણે આ વીડિયોને યુદ્ધ શરૂ થતાં પહેલા ડિસેમ્બરમાં બનાવવામાં આવ્યો હતો, પરંતુ પશ્ચિમી દેશોને ડરાવવા માટે હવે રિલીઝ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ આ રશિયન જાસૂસને અપાઈ પુરુષોને વશમાં કરવાની ટ્રેનિંગ, સંબંધ કેવી રીતે બનાવવા તે પણ શિખવાડતા

રશિયાએ પશ્ચિમી દેશોને આપી ચેતવણી
રક્ષા નિષ્ણાંત પ્રમાણે રશિયાએ અવાજથી 10 ગણિ ઝડપે ચાલનારી કિંઝલ મિસાઇલથી યુક્રેનમાં કહેર મચાવ્યો છે. પરંતુ તેણે સમુદ્રમાં માર કરનારી ઝિરકોન મિસાઇલોનો હજુ સુધી યુદ્ધમાં ઉપયોગ કર્યો નથી. વીડિયો રિલીઝ કરવાનો ઇરાદો છે કે રશિયા વિરુદ્ધ ઘેરાબંધી કરી રહેલા અમેરિકા અને પશ્ચિમી દેશો જંગથી દૂર રહે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More