Home> World
Advertisement
Prev
Next

Russia-Ukraine Conflict: રશિયા પાસે છે આ 5 મહાવિનાશક હથિયાર, જેનાથી અમેરિકા અને નાટો પણ ડરે છે!

યુક્રેન પર રશિયાના હુમલાનું કાઉન્ટડાઉન ખતમ થવાનું છે. હુમલો રોકવા માટે નાટો હજુ પણ રશિયાને સીધી હુમલાની ધમકી આપતું નથી. હકીકતમાં તેમની આ ધમકી પુતિનના પાંચ વિનાશક હથિયારોના કારણે અમેરિકા અને નાટોને ભારે પડી શકે છે. આ બાજુ યુક્રેન માટે તો રશિયાનો ફક્ત એક જ ધડાકો પૂરતો છે જે રશિયા દુનિયાના સૌથી મોટા પરમાણુ બોમ્બથી કરી શકે છે. 

Russia-Ukraine Conflict: રશિયા પાસે છે આ 5 મહાવિનાશક હથિયાર, જેનાથી અમેરિકા અને નાટો પણ ડરે છે!

કીવ, યુક્રેન: યુક્રેન પર રશિયાના હુમલાનું કાઉન્ટડાઉન ખતમ થવાનું છે. હુમલો રોકવા માટે નાટો હજુ પણ રશિયાને સીધી હુમલાની ધમકી આપતું નથી. હકીકતમાં તેમની આ ધમકી પુતિનના પાંચ વિનાશક હથિયારોના કારણે અમેરિકા અને નાટોને ભારે પડી શકે છે. આ બાજુ યુક્રેન માટે તો રશિયાનો ફક્ત એક જ ધડાકો પૂરતો છે જે રશિયા દુનિયાના સૌથી મોટા પરમાણુ બોમ્બથી કરી શકે છે. 

રશિયાની ઘેરાબંધીથી ડરેલું છે યુક્રેન
કયામતના દિવસની બરાબર પહેલા માણસ શું વિચારે? તેની રાત કેવી રીતે કપાય. આ અંગે જો સમજવું હોય તો યુક્રેનના લોકોને પૂછવું જોઈએ. તેમના મનના હાલ જાણવા જોઈએ. યુક્રેનને આ કયામતની ઝાંખી દેખાડવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પૂરેપૂરી તૈયારી કરી  લીધી છે. રશિયાએ પોતાની મોટાભાગની ફોજ, આર્ટિલરી અને વિનાશક હથિયાર બોર્ડર પર તૈનાત કરી દીધા છે. રશિયાની આ આક્રમક તૈયારીઓ જણાવે છે કે જે પણ સામે  આવશે તેને કચડી નાખવામાં આવશે. 

યુક્રેન સામે સૌથી મોટી આફત એ છે કે કયામત ક્યાંથી તેમના પર તૂટી પડશે તે ખબર જ નથી. સમુદ્રમાં રશિયાના સૌથી ઘાતક જહાજ આગ વરસાવી રહ્યા છે. આ એ વિસ્તાર છે જ્યાં રશિયાની તાકાત સામે યુક્રેન ઝીરો છે. જ્યારે બેલારૂસ તરફથી પણ તોપો અને ટેંકના ગોળા યુક્રેનની સેના અને તેમના લોકો પર આફતની જેમ વરસી પડશે. રશિયાની વાયુસેનાના સુખોઈ 35 જેવા વિમાનો મિસાઈલોની સાથે સાથે યુક્રેન પર યમદૂતોની જેમ તૂટી પડશે. 

અમેરિકા અને નાટોની પણ નથી હિંમત
આટલું બધુ થતું હોવા છતાં અમેરિકા અને નાટોના સહયોગી દેશો ખુલીને રશિયા સામે આવવાની હિંમત કરતા નથી. તેનું કારણ છે રશિયા પાસે દુનિયાના એવા ખતરનાક 5 હથિયાર છે જેના કારણે તે કોઈ પણ દુશ્મનનું નામો નિશાન મીટાવી શકે છે. આ હથિયારોની તૈનાતીથી જ દુશ્મનોને પરસેવો છૂટી જાય છે. 

દુનિયાનો સૌથી મોટો પરમાણુ બોમ્બ રશિયા પાસે છે. જેનું પરિક્ષણ આજથી 6 દાયકા પહેલા કરવામાં આવ્યું હતું. રશિયાએ પોતાનો સૌથી મોટો પરમાણુ  બોમ્બ જો યુક્રેન પર ફોડ્યો તો યુક્રેનના 60 લાખ લોકો તત્કાળ મોતને ભેટશે. 

રશિયા પાસે છે દુનિયાનો સૌથી મોટો પરમાણુ બોમ્બ
વર્ષ 1961માં સોવિયેત સંઘે એટલે કે આજનું રશિયા દુનિયાના સૌથી મોટા, શક્તિશાળા અને ખતરનાક હાઈડ્રોજન બોમ્બનું પરિક્ષણ  કર્યું હતું. તે સમયે આ ધમાકો દુનિયા માટે ટોપ સીક્રેટ હતો. જે અંગે ધડાકો કરનારા રશિયા સિવાય કોઈ પણ દેશને જાણ થઈ નહતી. રશિયાના જાર બોમ્બની તાકાતનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે જાપાનના હિરોશીમામાં ફેંકાયેલા અમેરિકાના પરમાણુ બોમ્બ લિટલ બોયથી તે 3333 ગણો વધુ શક્તિશાળી હતો. એટલે કે તેનાથી થનારી તબાહી પણ હિરોશીમાં થયેલી તબાહી કરતા 3333 ગણી વધુ થાત.

60 લાખ લોકોનો ખાતમો
આ બોમ્બ એટલો ખતરનાક છે કે તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે બીજા વિશ્વ યુદ્ધમાં ઉપયોગમાં લેવાયેલા તમામ દારૂગોળા કરતા પણ તે 10 ગણો વધુ શક્તિશાળી છે. આ બોમ્બ એટમ બોમ્બ અને હાઈડ્રોજન બોમ્બની ટેક્નોલોજી ભેળવીને તૈયાર કરાયો હતો. આ બોમ્બને જાર બોમ્બ પણ કહેવાય છે. જો આ બોમ્બ પૂરેપૂરી તાકાતથી ફૂટે તો કઈ જ બચશે નહીં. આ પરમાણુ બોમ્બની વિનાશક ક્ષમતાને જોતા તેને ધરતીના ખાતમાનું હથિયાર પણ કહે છે. 

રશિયાએ ફક્ત તાકાત દેખાડવા માટે આ બોમ્બનું પરિક્ષણ કર્યું હતું. વિચારો કે જે કામ અમેરિકાએ જાપાન સાથે કર્યું હતું તે જો રશિયા યુક્રેન કે કોઈ પણ નાટો દેશ સાથે કરે તો શું થાય. આવા હથિયારોથી રશિયાના દુશ્મનો દહેશતમાં છે અને નાટોમાં સામેલ મહાશક્તિશાળી દેશ પણ રશિયા સાથે સીધા મુકાબલામાં ઉતરવા ઈચ્છતા નથી. 

પુતિનના 5 વિનાશક હથિયાર
રશિયાનું આવું જ એક અન્ય મહાવિનાશક હથિયાર છે કિંઝલ હાઈપરસોનિક મિસાઈલો. આ હાઈપરસોનિક પરમાણુ મિસાઈલો રશિયાના મિગ 31 ફાઈટર વિમાનો પર લાગેલી છે. હવે રશિયાએ આ વિમાનોની તૈનાતી પોતાના કાલિનગ્રાડ શહેરમાં કરી છે. જે બાલ્ટિક સાગર પાસે છે. કિંઝલ મિસાઈલોથી લેસ મિગ 31 વિમાનોને કાલિનગ્રાડમાં તૈનાત કરવા યુક્રેન અને નાટો દેશો માટે ખુબ જ જોખમી બની શકે છે. 

ચીનમાં મહિલા રિપોર્ટરની પાછળ ઉભેલા 2 યુવક કઈક એવું કરી રહ્યા હતા...Video વાયરલ થતા જ હડકંપ મચ્યો 

કેટલી શક્તિશાળી છે મિસાઈલો
- અવાજથી 10 ગણી વધુ સ્પીડ
- પરમાણુ બોમ્બ પાડવામાં સક્ષમ
- 2000 કિલોમીટરની મારક ક્ષમતા
- 500 કિલોટનનો પરમાણુ બોમ્બ લઈ જવામાં સક્ષમ
- 3 કિમી પ્રતિ સેકન્ડની ઝડપથી હુમલો
- આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ ફેલ
- અમેરિકા નાટો પાસે તોડ નથી

પશ્ચિમી દેશોનો ખાતમો બોલાવી દે તેવી રશિયાની મિસાઈલો
કિંઝલ મિસાઈલ જો કાલિનગ્રાડથી છોડવામાં આવે તો તે પશ્ચિમી યુરોપીયન દેશોની મોટાભાગની રાજધાનીઓ અને તુર્કીની રાજધાની અંકારાને તબાહ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલું જ નહીં કિંઝલને નાટો દેશો પર હુમલો કરવામાં માત્ર 7થી 10 મિનિટ લાગશે. 

કેનેડા: ટ્રક ડ્રાઈવરોએ નાકે દમ લાવી દેતા આખરે સરકારે દેશમાં કટોકટી લગાવવી પડી

પુતિનના આ મહાવિનાશક હથિયાર જ એ તાકાત છે જેના કારણે દુનિયાની મહાશક્તિઓ પણ યુક્રેન પર હુમલો કરવા માટે તૈયાર ઊભેલા રશિયા સામે વિવશ છે. 

રશિયાના 5 મહાવિનાશક હથિયાર

- જોર બોમ્બ કે જાર બોમ્બ દુનિયાનો સૌથી મોટો પરમાણુ બોમ્બ છે. તેનો ધડાકો થતા જ તત્કાળ 60 લાખ લોકોના મોત થઈ જશે અને લાખો લોકો ચામડી અને શ્વાસ સંબંધિત બીમારીઓનો ભોગ બનશે. 

- રશિયાનું બીજુ સૌથી વિનાશ હથિયાર છે હાઈપરસોનિક પરમાણુ મિસાઈલ કિંઝલ જેનો અમેરિકા અને નાટો પાસે કોઈ તોડ નથી. 

- રશિયાનું ત્રીજુ વિનાશક હથિયાર છે 2S7 Pion તોપ જેને સોવિયેત એટામિત તોપ પણ કહે છે. તે ઓછા અંતરના પરમાણુ હુમલા કરવામાં સક્ષમ છે તે 203 MM ના પરમાણુ બોમ્બથી હુમલો કરે છે. તે 37 કિમી સુધી હુમલો કરવામાં સક્ષમ છે. 

- રશિયાનું ચોથું સૌથી વિનાશક હથિયાર છે બેલગોરોડ પરમાણુ સબમરીન જે દુનિયાની સૌથી મોટી સબમરીન છે. આ સબમરીન પોસાઈડન ટોરપીડોથી લેસ છે. જે રેડિયો એક્ટિવ સુનામી પેદા કરવામાં સક્ષમ છે. આ સબમરીનની લંબાઈ 604 ફૂટ અને વજન 14 હજાર 700 ટન છે. આ રશિયાન સબમરીન કોઈ પણ જંગનો નક્શો બદલી નાખવામાં સક્ષમ છે. 

- રશિયાનું પાંચમું વિનાશક હથિયાર છે T-14 અર્માટા ટેન્ક જે દુનિયાની સૌથી ખતરનાક ટેન્ક છે. તે રિમોટ કંટ્રોલથી ચાલે છે અને ક્રુ મેમ્બર્સ વગર લક્ષ્યાંક પર સટીક નિશાન સાધી શકે છે. અર્માટા ટેન્કથી એક મિનિટમાં 10 થી 12 રાઉન્ડ ફાયરિંગ થઈ શકે છે. અર્માટા ટેન્ક એન્ટી એરક્રાફ્ટ મિસાઈલથી પણ લેસ છે. તેને લો ફ્લાઈંગ ઓબ્જેક્ટ જેમ કે હેલિકોપ્ટર અને નાના ડ્રોનનો કાળ માનવામાં આવે છે. 

આ મહિલા પોતાનું 'બ્રેસ્ટ મિલ્ક' વેચીને કરે છે લાખોની કમાણી, પીવા માટે બોડી બિલ્ડર્સ કરે છે પડાપડી!

વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More