Home> World
Advertisement
Prev
Next

Afghanistan: ઈદની નમાજ ચાલુ હતી અને રોકેટ આવીને પડ્યા, રાષ્ટ્રપતિ ભવન પાસે જ ધડાકા, જુઓ Video

અફઘાનિસ્તાનમાં આજે રાષ્ટ્રપતિ અશરફ ગનીના ઈદ ઉલ અઝહાના અવસરે ભાષણના ગણતરીની મિનિટો પહેલા રાષ્ટ્રપતિ ભવન પાસે ઓછામાં ઓછા ત્રણ રોકેટ આવીને પડ્યા.

Afghanistan: ઈદની નમાજ ચાલુ હતી અને રોકેટ આવીને પડ્યા, રાષ્ટ્રપતિ ભવન પાસે જ ધડાકા, જુઓ Video

કાબુલ: અફઘાનિસ્તાનમાં આજે રાષ્ટ્રપતિ અશરફ ગનીના ઈદ ઉલ અઝહાના અવસરે ભાષણના ગણતરીની મિનિટો પહેલા રાષ્ટ્રપતિ ભવન પાસે ઓછામાં ઓછા ત્રણ રોકેટ આવીને પડ્યા. જો કે આ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. પરંતુ નમાજ વખતે થયેલા આ હુમલાથી અફરાતફરી મચી ગઈ. 

નમાજ વખતે થયા ધડાકા
ધડાકા એવા સમયે થયા કે જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાં બધા ઈદની નમાજ અદા કરી રહ્યા હતા. અચાનક રોકેટ બ્લાસ્ટના અવાજથી અફરાતફરી મચી ગઈ. જો કે આમ છતાં લોકોએ પોતાની નમાજ ચાલુ રાખી. સમગ્ર વિસ્તારને સીલ કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. 

ગૃહ મંત્રાલયના પ્રવક્તા મિરવાઈઝ સ્તાનિકઝઈએ જણાવ્યું કે રોકેટ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. રોકેટ કડક સુરક્ષાવાળા રાષ્ટ્રપતિ ભવનની બહાર પડ્યા. હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી. કહેવાય છે કે આ હુમલાનો હેતુ નુકસાન પહોંચાડવા કરતા વિસ્તારમાં દહેશત ફેલાવવાનો વધુ હતો. 

હુમલામાં કોઈ નુકસાન નહીં
રાષ્ટ્રપતિ ભવનમાં એક ગ્રીન ઝોન છે જે સીમેન્ટની મોટી દીવાલો અને કાંટાળા તારથી ઘેરાયેલી છે. તેની પાસેનો રસ્તો પણ ઘણા સમયથી બંધ છે. આ વિસ્તારની આજુબાજુ રોકેટ પડ્યા છે. આ હુમલો એવા સમયે થયો કે જ્યારે અમેરિકા અને નાટોદળોના સૈનિકોની અફઘાનિસ્તાનથી વાપસી તેના અંતિમ તબક્કામાં છે અને યુદ્ધગ્રસ્ત દેશમાં એકવાર ફરીથી તણાવ અને હિંસા વધી રહ્યા છે. 

દેશમાં ચાલી રહેલી તાજી હિંસા વચ્ચે આ પહેલો મામલો છે જ્યારે અફઘાન રાષ્ટ્રપતિના ભવનને નિશાન બનાવવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે તાલિબાની આતંકીઓ હવે કાબુલ પર કબજો જમાવવાો પ્લાન કરી રહ્યા છે અને આ હુમલો તે ષડયંત્ર હેઠળ કરાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More