Home> World
Advertisement
Prev
Next

UNSC માં તુર્કીને પાક પ્રેમ પડ્યો ભારે, ભારતે તેની દુખતી નસ પર રાખી દીધો હાથ

અર્દોગાને મંગળવારે સામાન્ય ચર્ચામાં પોતાના સંબોધનમાં કહ્યુ કે, અમારૂ માનવુ છે કે કાશ્મીરથી લઈને 74 વર્ષથી જારી સમસ્યાને બંને પક્ષોના સંવાદ તથા સંયુક્ત રાષ્ટ્રના પ્રાસંગિક પ્રસ્તાવો દ્વારા હલ કરવો જોઈએ. 
 

UNSC માં તુર્કીને પાક પ્રેમ પડ્યો ભારે, ભારતે તેની દુખતી નસ પર રાખી દીધો હાથ

ન્યૂયોર્કઃ કાશ્મીર મુદ્દાને લઈને પાકિસ્તાન પ્રત્યે દોસ્તી નિભાવનાર તુર્કીને એકવાર ફરી ભારે પડી ગયું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રમાં કાશ્મીરનો ઉલ્લેખ કરનાર તુર્કીને થોડા સમયમાં ભારતે આકરો જવાબ આપ્યો અને તેની દુખતી રગ પર હાથ રાખી દીધો છે. ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરી સાઇપ્રસના મુદ્દા પર તુર્કીને ઘેરી લીધુ છે. મહત્વનું છે કે તુર્કી હંમેશા આ મામલાથી રોષે ભરાયેલું રહે છે. 

હકીકતમાં વિદેશ મંત્રી એસ જયશંકરે સાઇપ્રસસના પોતાના સમકક્ષ નિકોસ ક્રિસ્ટોડૌલાઇડ્સની સાથે દ્વિપક્ષીય બેઠક કરી, જેમાં તેમણે સાઇપ્રસના સંબંધમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રાસંગિક પ્રસ્તાવોનું પાલન કરવાની જરૂરીયાત પર ભાર આપ્યો. જયશંકરે ક્રિસ્ટોડૌલાઇડ્સની સાથે પોતાની મુલાકાત વિશે બુધવારે ટ્વીટ કર્યુ અને લખ્યુ- 'અમે આર્થિક સંબંધોને આગળ વધારવા પર કામ કરી રહ્યા છીએ. મેં તેમની પ્રાદેશિક અંતદ્રષ્ટિની પ્રશંસા કરી. બધાએ સાઇપ્રસના સંબંધમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રાસંગિક પ્રસ્તાવોનું પાલન કરવું જોઈએ.'

તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ અર્દોગને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના સંબોધનમાં કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો, જેની થોડી કલાકો બાદ જયશંકરે ટ્વીટ કર્યુ. તેવામાં તુર્કીના કાશમીર ઉલ્લેખને ભારતીય પલટવારના રૂપમાં જોવામાં આવે છે. અર્દોઆને મંગળવારે સામાન્ય ચર્ચામાં પોતાના સંબોધનમાં કહ્યુ- અમારૂ માનવુ છે કે કાશ્મીરને લઈને 74 વર્ષથી જારી સમસ્યાને બંને પક્ષોના સંવાદ તથા સંયુક્ત રાષ્ટ્રના પ્રાસંગિક પ્રસ્તાવો દ્વારા હલ કરવું જોઈએ. પાછલા વર્ષે પણ અર્દોઆને સામાન્ય ચર્ચા માટે પોતાના પ્રથમ રેકોર્ડ કરેલા નિવેદનમાં જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. ભારતે તે સમયે સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તુર્કીએ અન્ય રાષ્ટ્રોની સંપ્રભુતાનું સન્માન કરવું જોઈએ અને પોતાની નીતિઓ પર ઉંડાણથી વિચાર કરવો જોઈએ. 

ભુતકાળમાં પણ અર્દોઆને સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેના પર ભારતે વિરોધ વ્યક્ત કર્યો હતો. સાઇપ્રસમાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષની શરૂઆત 1974માં યૂઆન સરકારના સમર્થનથી થયેલા સૈન્ય તખ્તાપલટથી થઈ હતી. ત્યારબાદ તુર્કીએ યૂનાનના ઉત્તરી ભાગ પર આક્રમણ કર્યું હતું. સાઇપ્રસ પર ગેરકાયદેસર રીતે તેનો કબજો છે. ભારત સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવો હેઠળ મામલાના શાંતિપૂર્ણ સમાધાનની વકીલાત કરતું રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More