Home> World
Advertisement
Prev
Next

રાફેલ વિમાનમાં ઉડ્ડયનનો અનુભવ, જાણો રાજનાથ સિંહના જ શબ્દોમાં....

રાજનાથ સિંહે રાફેલ વિમાનમાં 35 મિનિટ સુધી ઉડ્ડયન કર્યું હતું. ધરતી પર પગ મુકવાની સાથે જ તેમના ચહેરા પર ઉડ્ડયનનો આનંદ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. રાફેલમાંથી નીચે ઉતરતા સમયે એરપોર્ટના કર્મચારીઓએ તેમને ટેકો આપવા માટે હાથ લંબાવ્યો હતો, પરંતુ રાજનાથ સિંહે ઈનકાર કરી દીધો હતો. એક અનુભવી પાઈલટની સ્ટાઈલમાં તેઓ રાફેલમાંથી બહાર નિકળ્યા હતા.

રાફેલ વિમાનમાં ઉડ્ડયનનો અનુભવ, જાણો રાજનાથ સિંહના જ શબ્દોમાં....

પેરિસઃ ફ્રાન્સ પાસેથી ભારતીય વાયુસેના માટે પ્રથમ રાફેલ વિમાનની ડિલિવરી લીધા પછી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તેમાં ઉડાન ભરી હતી. આ સાથે જ તેમણે ઈતિહાસ રચી નાખ્યો હતો. રાફેલ વિમાનમાં ઉડાન ભરનારા તેઓ દેશના પ્રથમ સંરક્ષણ મંત્રી બન્યા હતા. આ ઉડાન ભર્યા પછી તેઓ જ્યારે ધરતી પર પાછા આવ્યા ત્યારે તેમણે રાફેલમાં ઉડ્ડયનનો પોતાનો અનુભવ મીડિયા સમક્ષ વર્ણવ્યો હતો. 

રાજનાથ સિંહે રાફેલ વિમાનમાં ઉડ્ડનયનના અનુભવ અંગે જણાવ્યું કે, "કેપ્ટન ફિન સાથે મેં રાફેલ વિમાનમાં ઉડાન ભરી. ઉડ્ડયન અત્યંત સાનુકૂળ રહ્યું હતું. તેમણે (કેપ્ટન ફિન) મને સુપરસોનિક સ્પીડ સાથે રાફેલમાં યાત્રા કારવી છે. સુપરસોનિક સ્પીડ સાથે ઉડ્ડયન ભરવા અંગે મેં જીવનમાં પણ ક્યારેય વિચાર્યું ન હતું. આ મારા જીવનની અદભૂત ક્ષણ રહી છે. રાફેલમાં ઉડાન ભરવામાં ખુબ જ આનંદ આવ્યો."

ફ્રાન્સના રાફેલ કરતાં પણ ભારતનું રાફેલ વધુ ખતરનાક છે, જાણો કેવી રીતે?

રાજનાથ સિંહે રાફેલ વિમાનમાં 35 મિનિટ સુધી ઉડ્ડયન કર્યું હતું. ધરતી પર પગ મુકવાની સાથે જ તેમના ચહેરા પર ઉડ્ડયનનો આનંદ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. રાફેલમાંથી નીચે ઉતરતા સમયે એરપોર્ટના કર્મચારીઓએ તેમને ટેકો આપવા માટે હાથ લંબાવ્યો હતો, પરંતુ રાજનાથ સિંહે ઈનકાર કરી દીધો હતો. એક અનુભવી પાઈલટની સ્ટાઈલમાં તેઓ રાફેલમાંથી બહાર નિકળ્યા હતા. 

fallbacks

VIDEO : રાજનાથ સિંહ રાફેલમાં ઉડાન ભરનારા દેશના પ્રથમ સંરક્ષણ મંત્રી બન્યા

ફ્રાન્સ પાસેથી રાફેલ ગ્રહણ કર્યા પછી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે,"રાફેલની સમયસર ડિલિવરી લેતાં મને ખુબ જ આનંદ થઈ રહ્યો છે. તેનાથી ભારતની વાયુસેનાની શક્તિમાં વધારો થશે. હું ઈચ્છું છું કે બંને લોકશાહી દેશમાં ભવિષ્યમાં તમામ ક્ષેત્રે સહકાર આગળ વધે.  ભારતમાં આજે દશેરા કે જેને વિજાયદશમી પણ કહે છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે. દશેરાનું પર્વ દુશ્મન પર વિજયનું પર્વ છે. સાથે જ આજે ભારતનો 87મો વાયુસેના દિવસ છે. આથી, આજનો દિવસ અનેક રીતે યાદગાર બની રહેશે." 

ફ્રાન્સ દ્વારા પ્રથમ રાફેલ વિમાન ઔપચારિક રીતે રાજનાથ સિંહને સોંપાયું

ભારતના સંરક્ષણ મંત્રી ફ્રાન્સ દ્વારા નિર્મિત રાફેલ વિમાનની ઔપચારિક ડિલિવરી લેવા માટે ફ્રાન્સના ત્રણ દિવસના પ્રવાસે ગયા છે. ભારતે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ વિમાન ખરીદવાનો રૂ. 59,000 કરોડનો સોદો કરવામાં આવ્યો છે. રાજનાથ સિંહે જણાવ્યું કે, ભારતને ફેબ્રુઆરી, 2021 સુધીમાં 18 રાફેલ વિમાનની ડિલિવરી મળી જશે અને એપ્રિલ-મે 2022 સુધીમાં તમામ 36 રાફેલ ભારતને મળી જશે. ભારતે આ વિમાન સ્વબચાવ માટે ખરીદ્યા છે, નહીં કે કોઈની સામે હુમલો કરવા કે યુદ્ધ કરવા માટે. 

જુઓ LIVE TV....

દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More