Home> World
Advertisement
Prev
Next

Queen Elizabeth II: બ્રિટનના મહારાણી આ 2 વ્યક્તિ સાથે ફોન પર કરતા હતા વધુ વાત? નામ જાણી ચોંકશો

Queen Elizabeth II: બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું 96 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. બ્રિટનના રાણી એલિઝાબેથ દ્વિતિય દુનિયાના કેટલાક શક્તિશાળી વ્યક્તિઓમાંથી એક હતા. આટલી ઉંમરે પણ તેઓ સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા હતા. બ્રિટનના મહારાણી આખી દુનિયામાં ફક્ત 2 જ લોકોના ફોન તરત જ ઉઠાવતા હતા. તેમના નામ જાણીને તમને પણ નવાઈ લાગશે. 

Queen Elizabeth II: બ્રિટનના મહારાણી આ 2 વ્યક્તિ સાથે ફોન પર કરતા હતા વધુ વાત? નામ જાણી ચોંકશો

Queen Elizabeth II: બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું 96 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. બ્રિટનના રાણી એલિઝાબેથ દ્વિતિય દુનિયાના કેટલાક શક્તિશાળી વ્યક્તિઓમાંથી એક હતા. આટલી ઉંમરે પણ તેઓ સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા હતા. પરંતુ સોશિયલ મીડિયા ઉપરાંત તેઓ પોતાના ફોનનો ઉપયોગ કોની સાથે વાત કરવા માટે કરતા હતા તે ખાસ જાણવા જેવું છે.  શાહી પરિવારની જાણકારી ધરાવતા એક પત્રકારે જણાવ્યું હતું કે રાણી મોટાભાગે પોતાના ફોનનો ઉપયોગ ફક્ત બે લોકો સાથે વાત કરવા માટે કરતા હતા અને તેમા તેમના એક પણ પુત્ર સામેલ નહતા. 

પત્રકારે કર્યો હતો ખુલાસો
એક બ્રિટિશ પત્રકાર જોનાથન સેકરડોટી કે જેમણે શાહી પરિવાર સંબંધિત સમાચારોને મોટાપાયે કવર કર્યા છે, તેમણે 'રોયલ્ટી અસ' પોડકાસ્ટના એક એપિસોડ દરમિયાન આ ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 'રાણી એક સેમસંગ મોબાઈલ વાપરે છે જે એન્ટી હેકર એન્ક્રિપ્શન સાથે આવે છે. જેથી કરીને કોઈ પણ તેમના ફોનને હેક કરી શકે નહીં. રાણી મોટાભાગે ફોન પર બે વ્યક્તિ સાથે વાત કરે છે.' 

fallbacks

મહારાણી એલિઝાબેથ દ્વિતિય આ બે સાથે જ કરતા હતા ફોન પર વાત
તમને પણ એમ થતું હશે કે આ બે ખુશનસીબ વ્યક્તિ કોણ હશે જેમના ફોન રાણી તરત ઉઠાવતા હતા અને વાતો કરતા હતા. સેકરડોટીએ જણાવ્યું હતું કે તેઓ પોતાના મોબાઈલ ફોન પર પુત્રી રાજકુમારી એની અને પોતાના રેસિંગ મેનેજર જ્હોન વોરેનના કોલના જ જવાબ આપતા હતા. સ્પષ્ટ છે કે આ બંને લોકો ગમે ત્યારે રાણી સાથે વાત કરી શકતા હતા. રાણી દુનિયામાં ગમે ત્યાં હોય, જો આ બંનેમાંથી કોઈનો પણ ફોન આવે તો તે કોલનો તરત જવાબ આપતા હતા.

રાણી અંગે અગાઉ પણ થયેલા છે ખુલાસા
અત્રે જણાવવાનું કે રેસિંગ મેનેજર જ્હોન વોરેન રાણીના મિત્રના જમાઈ છે. વોરેન રાણીના બ્લડસ્ટોક અને રેસિંગ એડવાઈઝરના પ્રતિષ્ઠિત પદે છે. આ અગાઉ પણ રાણી અંગે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. એવું કહેવાતું હતું કે રાણી પાસે પાસપોર્ટ નહતો કારણ કે તેઓ સમગ્ર દુનિયામાં ગમે ત્યાં મુસાફરી કરી શકતા હતા. આ ઉપરાંત તેમની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ નહતું કારણ કે બ્રિટનમાં ફક્ત ક્વિન એલિઝાબેથને જ ગાડી ચલાવવા માટે લાઈસન્સની જરૂર નથી. 

fallbacks

કેટલીક અન્ય મહત્વની વાતો....

1. એમ્બ્યુલન્સ અને ટ્રક પણ ચલાવતા શીખ્યા
સેકન્ડ વર્લ્ડ વોર સમયે તેમણે તેમના માતા પિતા પાસેથી પરમિશન લઈને એમ્બ્યુલન્સ અને ટ્રક ચલાવતા શીખ્યા હતા. જેથી કરીને લોકોની મદદ કરી શકાય. 

2. બીજાની નકલ ઉતારવામાં એક્સપર્ટ હતા
એલિઝાબેથ ખુબ ચંચળ અને ટીખળી સ્વભાવના હતા. તેઓ મજાકીય અંદાજમાં પણ જોવા મળતા હતા. તેઓ લોકોની નકલ ઉતારવામાં એક્સપર્ટ હતા. 

3. 1992થી મહારાણી બનતા પછી પણ ટેક્સ ભરતા
ભલે તેઓ મહારાણી હતા પરંતુ તેમણે ક્યારેય ટેક્સ આપવાની ના પાડી નથી. વર્ષ 1992થી તેઓ ટેક્સ ભરતા હતા. 

4. લિટલ લિલિબેટ
એલિઝાબેથના માતા અને નાની તેમને પ્રેમથી લિટલ લિલિબેટ કહેતા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More