Home> World
Advertisement
Prev
Next

Queen Elizabeth II Death: 10 દિવસ સુધી મહારાણી એલિઝાબેથ દ્વિતિયના પાર્થિવ શરીરને દફનાવવામાં નહીં આવે, જાણો કારણ

Queen Elizabeth II:  મહારાણી એલિઝાબેથ દ્વિતિયના નિધન બાદ હવે તેમને દેશ વિદેશમાંથી મોટી મોટી હસ્તીઓ સહિત લોકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. તેમના પાર્થિવ શરીરને આગામી 10 દિવસ સુધી દફન કરવામાં આવશે નહીં. જાણો ક્વિન એલિઝાબેથના અંતિમ સંસ્કારનો સંપૂર્ણ કાર્યક્રમ.

Queen Elizabeth II Death: 10 દિવસ સુધી મહારાણી એલિઝાબેથ દ્વિતિયના પાર્થિવ શરીરને દફનાવવામાં નહીં આવે, જાણો કારણ

Queen Elizabeth II: બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું 96 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. તેમણે લગભગ 70 વર્ષ સુધી રાજ કર્યું. તેમણે સ્કોટલેન્ડના બાલમોરા કેસલમાં છેલ્લા શ્વાસ લીધા. અહીં તેઓ સમરબ્રેક માટે આવ્યા હતા. એલિઝાબેથ 1952માં તેમના પિતા જ્યોર્જ ષષ્ટમના મોત બાદ મહારાણી બન્યા હતા. ત્યારે તેમની ઉંમર માત્ર 25 વર્ષ હતી. 21 એપ્રિલ 1926ના રોજ ક્વીન એલિઝાબેથ દ્વિતિયનો જન્મ થયો હતો. તે સમયે બ્રિટનમાં કિંગ જ્યોર્જ (પાંચમા)નું રાજ હતું. એલિઝાબેથનું આખુ નામ એલિઝાબેથ એલ્ક્ઝેન્ડરા મેરી વિન્ડસર હતું.  કોઈ પણ બ્રિટિશ શાસકના સૌથી લાંબા સમય સુધી રાજ કરવાનો રેકોર્ડ તેમના નામે છે. મહારાણી એલિઝાબેથ દ્વિતિયના નિધન બાદ હવે તેમને દેશ વિદેશમાંથી મોટી મોટી હસ્તીઓ સહિત લોકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. તેમના પાર્થિવ શરીરને આગામી 10 દિવસ સુધી દફન કરવામાં આવશે નહીં. જાણો ક્વિન એલિઝાબેથના અંતિમ સંસ્કારનો સંપૂર્ણ કાર્યક્રમ.

પીએમ મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ
પીએમ મોદીએ બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે મહામહિમ મહારાણી એલિઝાબેથ  દ્વિતિયને આપણા સમયના એક દિગ્ગજ તરીકે યાદ રાખવામાં આવશે. તેમણે પોતાના રાષ્ટ્ર અને લોકોને પ્રેરક નેતૃત્વ પ્રદાન કર્યું. તેમણે જાહેર જીવનમાં ગરિમા અને શાલિનતાનો પરિચય આપ્યો. તેમના નિધનથી હું શોકગ્રસ્ત છું.  તેમણે કહ્યું કે 2015 અને 2018માં મારા યુકે પ્રવાસ દરમિયાન મહામહિમ મહારાણી એલિઝાબેથ દ્વિતિય સાથે મારી યાદગાર બેઠકો થઈ હતી. એક બેઠકમાં તેમણે મને તેમના લગ્ન દરમિયાન મહાત્મા ગાંધીએ ભેટમાં આપેલો રૂમાલ દેખાડ્યો હતો.

fallbacks

70 વર્ષ કર્યું શાસન
મહારાણી એલિઝાબેથે 70 વર્ષ સુધી શાસન કર્યું. તેમના શાસનકાળમાં બ્રિટનને 15 પ્રધાનમંત્રી મળ્યા. મહારાણી એલિઝાબેથ દ્વિતિયના નિધન બાદ હવે તેમના મોટા પુત્ર ચાર્લ્સ બ્રિટનના નવા રાજા બન્યા છે. એલિઝાબેથ દ્વિતિય માત્ર બ્રિટનના જ નહીં પરંતુ અન્ય 14 દેશના પણ મહારાણી હતા. શાહી પરિવારના જણાવ્યાં મુજબ મહારાણી  episodic mobility ની સમસ્યાથી પીડાતા હતા. જેમાં તેમને ઊભા થવામાં અને ચાલવામાં પરેશાની થતી હતી. મહારાણી એલિઝાબેથ દ્વિતિયને આ વર્ષે ફેબ્રુઆરીમાં કોરોના પણ થયો હતો. ગુરુવારે તેમની તબિયત બગડી હતી. ત્યારબાદ તેઓ ડોક્ટરની નિગરાણી હેઠળ હતા. 

મોટા પુત્રની થશે તાજપોશી
1947માં એલિઝાબેથ દ્વિતિયએ એડિનબર્ગના ડ્યૂક ફિલિપ સાથે લગ્ન કર્યા હતા. ડેનમાર્ક અને  ગ્રીસના રાજકુમાર પ્રિન્સ ફિલિપનો જન્મ 1921માં થયો હતો અને તેમણે દ્વિતિય વિશ્વ યુદ્ધમાં બ્રિટિશ રોયલ નેવીમાં સેવા આપી હતી. 2017માં તેઓ પોતાના શાહી કર્તવ્યોમાંથી સેવાનિવૃત્ત થયા. તેમનું નિધન 2021માં થયું હતું. બંનેના ચાર બાળકો થયા. ચાર્લ્સ, એની, એન્ડ્રયૂ અને એડવર્ડ. હવે તેમના મોટા પુત્ર ચાર્લ્સ (ઉંમર 73 વર્ષ) બ્રિટનના રાજા બન્યા છે. 

fallbacks

ઓપરેશન યુનિકોર્ન શરૂ
સ્કોટલેન્ડમાં મહારાણી એલિઝાબેથ દ્વિતિયના નિધન બાદ ઓપરેશન યુનિકોર્ન શરૂ કરી દેવાયું છે. બ્રિટનના અધિકારીઓના જણાવ્યાં મુજબ મહારાણીના નિધનથી અંતિમ સંસ્કાર વચ્ચેના 10 દિવસ દરમિયાન થનારા કાર્યક્રમોના મેનેજમેન્ટ માટે ઓપરેશન લંડન બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો. જો સ્કોટલેન્ડમાં મૃત્યુ થાય તો એવી સ્થિતિમાં ઓપરેશન યુનિકોર્ન વિશે વિચારણા હતી. અત્રે જણાવવાનું કે સ્કોટલેન્ડમાં રાણીના મોત બાદ ઓપરેશનનું નામ યુનિકોર્ન રાખવામાં આવ્યું. નવા રાજા ચાર્લ્સ સહિત રોયલ ફેમિલીના અન્ય સભ્યો પણ બાલ્મોરલ પહોંચી ગયા છે. એલિઝાબેથ દ્વિતિયના અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ થતા જ નવા રાજાની અધિકૃત તાજપોશીની પણ તૈયારી શરૂ થઈ જશે. અત્રે જણાવવાનું કે યુનિકોર્ન સ્કોટલેન્ડનું રાષ્ટ્રીય પશુ છે. આવામાં લંડનની જગ્યાએ સ્કોટલેન્ડમાં મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું નિધન થતા ઓપરેશન યુનિકોર્ન નામ આપવામાં આવ્યું છે. 

મૃત્યુનો દિવસ 'ડી ડે' જાહેર
અત્રે જણાવવાનું કે નિર્ધારિત નિયમો મુજબ મહારાણીના મોતના દિવસને 'ડી ડે' તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને ત્યારબાદ જેમ દિવસ વિતતો જાય તેમ ડી+1, ડી+2, તરીકે ઓળખવામાં આવશે. 

વેસ્ટમિન્સ્ટર એબ્બેમાં થશે અંતિમ સંસ્કાર
સ્કોટલેન્ડની સંસદને ભંગ કરી દેવાઈ છે. મહારાણીના મૃતદેહને પહેલા ટ્રેનથી એડિનબર્ગ લાવવામાં આવશે. બીજા દિવસે તેમના તાબૂતને રોયલ માઈલથી સેન્ટ ઝાઈલ્સ કેથેડ્રલ સુધી લઈ જવાશે. અહીં શાહી પરિવારના સભ્યો અને જનતા તેમને શ્રદ્ધાંજલિ આપી શકશે. ત્યારબાદ તેમના મૃતદેહને ફરીથી રોયલ ટ્રેનમાં રાખીને બર્કિંઘમ પેલેસ લંડન લઈ જવાશે. એવું પણ  બની શકે કે મહારાણીના મૃતદેહને હવાઈમાર્ગથી પણ લંડન લાવી શકાય છે. લંડનમાં પ્રધાનમંત્રી અને કેબિનેટના સભ્યો તેમના પાર્થિક શરીરને રિસિવ કરશે. બર્કિંઘમ પેલેસમાં તેમના મૃતદેહને રાખ્યા બાદ 8 દિવસ વધુ અધિકૃત શોક રહેશે. ત્યારબાદ વેસ્ટિન્સ્ટર એબ્બેમાં તેમના રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More