Home> World
Advertisement
Prev
Next

ડેનમાર્કમાં પીએમ મોદીનું જોરદાર સ્વાગત, પ્રધાનમંત્રી ફ્રેડરિક્સન સાથે કરી લાંબી ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય યુરોપના પ્રવાસ પર છે. અહીં બીજા દિવસે તેઓ ડેનમાર્ક પહોંચ્યા હતા. ડેનમાર્કમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત થયું હતું. 
 

ડેનમાર્કમાં પીએમ મોદીનું જોરદાર સ્વાગત, પ્રધાનમંત્રી ફ્રેડરિક્સન સાથે કરી લાંબી ચર્ચા

કોપેનહેગનઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય યુરોપના પ્રવાસ પર છે. અહીં તેઓ બીજા દિવસે ડેનમાર્ક પહોંચ્યા હતા. ડેનમાર્કમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત થયુ હતું. મહત્વનું છે કે એરપોર્ટ પર ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિક્સને તેમનું સ્વાગત કર્યું હતું. 

પીએમના અંગત આવાસનો કર્યો પ્રવાસ
ડેનમાર્ક પહોંચી પ્રધાનમંત્રી મોદીએ કોપેનહેગનમાં ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિક્સનના આવાસનો પ્રવાસ કર્યો હતો. આ સમયે તેમની સાથે ડેનમાર્કના પ્રધાનમંત્રી હાજર હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડેનમાર્કનાપ્રધાનમંત્રી મેટે ફ્રેડરિક્સને ડેનમાર્કના કોપેનહેગનમાં તેમના આવાસ પર લાંબી વાતચીત કરી હતી. 

ઘણી સમજુતીનું આદાન-પ્રદાન
આશા છે કે પીએમ મોદી ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિક્સનની સાથે પ્રતિનિધિમંડળન સ્તરની વાર્તા કરશે અને સમજૂતી મેમોરેન્ડમનું આદાન-પ્રદાન કરશે. ત્યારબાદ વ્યાપાર ગોલમેજ સંમેલનમાં ભાગ લેશે અને ક્વીન માગ્રેથની સાથે રાત્રે ડિનર કરશે. મહત્વનું છે કે પીએમ મોદીએ પોતાની યાત્રાનો પ્રથમ દિવસ જર્મનીમાં પસાર કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More