Home> World
Advertisement
Prev
Next

Queen Elizabeth II Funeral: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારતવાસીઓ તરફથી મહારાણી એલિઝાબેથને આપી શ્રદ્ધાંજલિ

Queen Elizabeth II Funeral: રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂએ પોતાના અને ભારતવાસીઓ તરફથી ક્વીન એલિઝાબેથ દ્વિતીયની દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. 

Queen Elizabeth II Funeral: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારતવાસીઓ તરફથી મહારાણી એલિઝાબેથને આપી શ્રદ્ધાંજલિ

લંડનઃ Queen Elizabeth II Funeral: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Indian Preisdent) એ લંડનના વેસ્ટમિંસ્ટર હોલનો (Westminster Hall) પ્રવાસ કર્યો, જ્યાં મહારાણી એલિઝાબેથ દ્વિતીય  (Queen Elizabeth II) ના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારતવાસીઓ તરફથી ક્વીન એલિઝાબેથને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. આ પહેલા રાષ્ટ્રપતિ શનિવારે બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયના રાજકીય અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે લંડન રવાના થયા હતા.

દ્રૌપદી મુર્મૂના લંડન પહોંચવાની જાણકારી તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવી હતી. લંડન એરપોર્ટ પર તેમના ફોટો સાથે ટ્વીટમાં જણાવવામાં આવ્યું કે તેઓ મહારાણી એલિઝાબેથના નિધન પર ભારત તરફથી સંવેદના વ્યક્ત કરશે અને તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થશે. નોંધનીય છે કે મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બરે વેસ્ટમિંસ્ટર એમ્બેમાં રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.

દ્રૌપદી મુર્મૂએ શોક પુસ્તક પર સહી કરી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ લંડનના વેસ્ટમિંસ્ટર હોલ પહોંચીને ત્યાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયને ભારતવાસીઓ તરફથી શ્રદ્ધાંજલિ આપી છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ લંડનના લૈંકેસ્ટર હાઉસ પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને મુર્મૂએ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના સ્મૃતિમાં શોક પુસ્તક પર હસ્તાક્ષર કર્યાં. આ જાણકારી રાષ્ટ્રપતિના ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવી છે.

નોંધનીય છે કે 8 સપ્ટેમ્બરે મહારાણી એલિઝાબેથનું 96 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું હતું. હવે સોમવારે 19 સપ્ટેમ્બરે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

અંતિમ સંસ્કારમાં આ રાષ્ટ્રાધ્યક્ષ થશે સામેલ
મહારાણી એલિઝાબેથ દ્વિતીય (Queen Elizabeth II) ના અંતિમ સંસ્કારમાં વિશ્વભરના રાષ્ટ્રાધ્યક્ષ સામેલ થશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રોન પણ સામેલ થશે. 19 સપ્ટેમ્બરે મહારાણીના અંતિમ સંસ્કાર થશે. આ દિવસે બ્રિટનમાં રજા જાહેર કરવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડન અને કેનેડાના પ્રધાનમંત્રી મહારાણીને અંતિમ વિદાય આપવા માટે પહોંચશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More