Home> World
Advertisement
Prev
Next

પીએમ મોદીએ સમોસા ખાવાનું આપ્યુ વચન, ઓસ્ટ્રેલિયન પીએમે શેર કરી હતી તસવીર


ઓસ્ટ્રેલિયન પીએમ સ્કોટ મોરિશને સમોસાને લઈને આપવામાં આવેલા આમંત્રણનો પીએમ મોદીએ સ્વીકાર કર્યો છે. તેમણે મોરિશનના ટ્વીટને રિટ્વીટ કરતા કહ્યુ કે, એકવાર આપણે કોરોના વાયરસ વિરુદ્ધ નિર્ણાયક જીત હાસિલ કરી લઈએ અને પછી સાથે બેસીને સમોસા જરૂર ખાશું. તેમણે 4 જૂને થનારી વીડિયો કોન્ફરન્સને લઈને પણ આશા વ્યક્ત કરી છે. 
 

પીએમ મોદીએ સમોસા ખાવાનું આપ્યુ વચન, ઓસ્ટ્રેલિયન પીએમે શેર કરી હતી તસવીર

કેનબરાઃ ઓસ્ટ્રેલિયન પીએમ સ્કોટ મોરિશને સમોસાને લઈને આપવામાં આવેલા આમંત્રણનો પીએમ મોદીએ સ્વીકાર કર્યો છે. તેમણે મોરિશનના ટ્વીટને રિટ્વીટ કરતા કહ્યુ કે, એકવાર આપણે કોરોના વાયરસ વિરુદ્ધ નિર્ણાયક જીત હાસિલ કરી લઈએ અને પછી સાથે બેસીને સમોસા જરૂર ખાશું. તેમણે 4 જૂને થનારી વીડિયો કોન્ફરન્સને લઈને પણ આશા વ્યક્ત કરી છે. 

પીએમ મોદીએ ટ્વીટ પર આ લખ્યુ
પીએમ મોદીએ લખ્યુ કે, હિંદ મહાસાગર સાથે જોડાયેલા અને સમોસાથી ભેગા થયા. તમારા સમોસા સ્વાદિષ્ટ લાગી રહ્યાં છે. એકવાર આપણે કોરોના વાયરસ વિરુદ્ધ નિર્ણાયક જીત હાસિલ કરી લઈએ, ત્યારે એક સાથે સમોસાનો આનંદ માણીશું. 4 જૂને વીડિયો કોન્ફરન્સને લઈને ઉત્સાહિત છું. 

મોરીશને આપી હતી પીએમ મોદીને દાવત
મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિશને રવિવારે સમોસા અને આંબલીથી બનેલી ચટણીની તસવીર શેર કરી હતી. તેમણે લખ્યુ કે, તે તેને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે શેર કરવા ઈચ્છે છે. મોરિસને સમોસને પોતાના અનુસાર સ્કોમોસા નામ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પીએમ મોદીની સાથે આ સપ્તાહે તેમની વીડિયો કોન્ફરન્સથી બેઠક થવાની છે.

ટ્વીટ કરી તસવીર
પીએમ મોરિસને આ તસવીરને ટ્વીટ કરતા લખ્યું કે, રવિવારે આંબલીની ચટણી સાથે સ્કોમોસા, આંબલીને ઘસીને બનાવવામાં આવેલી ચટણી. પીએમ મોદીને ગેટ કરતા મોરિસને કહ્યુ કે, દુખની વાત છે કે અમારી મીટિંગ વીડિયો લિંક દ્વારા થશે. પીએમ મોદી શાકાહારી છે. હું તેમની સાથે આ શેર કરવા ઈચ્છીશ. 

નેપાળની સંસદમાં સંશોધન બિલ રજૂ, નવા નકશામાં ભારતના ત્રણ ભાગ

મહત્વનું છે કે પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયન પીએમ સ્કોટ મોરિશન વચ્ચે ભારત-ઓસ્ટ્રેલિયા શિખર સંમેલન 4 જૂને થવાનું છે. આ દરમિયાન બંન્ને નેતા વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More