Home> World
Advertisement
Prev
Next

રવાન્ડાના રાષ્ટ્રપતિને 200 ગાય ભેટમાં આપશે પીએમ મોદી, 23 જુલાઈએ જશે પ્રવાસે

વડાપ્રધાન મોદી 23 જુલાઈથી 27 જુલાઈ સુધી રવાન્ડા, યુગાન્ડા અને દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. 
 

 રવાન્ડાના રાષ્ટ્રપતિને 200 ગાય ભેટમાં આપશે પીએમ મોદી, 23 જુલાઈએ જશે પ્રવાસે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 જુલાઈથી 27 જુલાઈ સુધી રવાન્ડા, યુગાન્ડા અને દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. વડાપ્રધાન આ દરમિયાન બ્રિક્સ સંમેલનમાં પણ ભાગ લેશે. તેમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સહિત ઘણા આંતરરાષ્ટ્રીય મહત્વના મુદ્દા પર ચર્ચા થવાની આશા છે. મોદી પોતાના રવાન્ડા પ્રવાસ દરમિયાન રવાન્ડાના રાષ્ટ્રપતિને અણમોલ ભેટ આપવાની તૈયારીમાં છે. તેઓ રાષ્ટ્રપતિ પોલ કાગામેને 200 ગાય ભેટ સ્વરૂપે આપશે. 

ગિરિન્કા યોજના
વડાપ્રધાન મોદી જ્યારે રવાન્ડા પહોંચશે તો રવાન્ડાના રાષ્ટ્રપતિ પોલ કાગામે તેમનું સ્વાગત કરશે. આ દરમિયાન પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે. કિગાલી જોનોસાઇડ મેમોરિયલમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને બિઝમેસ મીટને સંબોધિત કરશે. આ સિવાય પીએમ ભારતીય સમુદાયના લોકોને સંબોધશે. વડાપ્રધાનના પ્રવાસની એક મહત્વપૂર્ણ વાત રવેરૂ મોડલ ગામનો પ્રવાસ કરીને રવાન્ડાની ગિરિન્કા યોજના માટે 200 ગાયો ભેટમાં આપવાની છે. 

રવાન્ડાની સરકારનો ખાસ કાર્યક્રમ
અધિકારીઓ પ્રમાણે આ તમામ ગાયો રવાન્ડાની જ છે. ત્યાં તેને પાળીને મોટી કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી જે ગિરિન્કા કાર્યક્રમ હેઠળ ગાયો રવાન્ડાના રાષ્ટ્રપતિને આપશે, તેનું પણ ખૂબ મહત્વ છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ રવાન્ડાની સરકાર ચલાવે છે. તેમનો ઈદારો એક ગરીબ પરિવારને એક ગાય. મતલબ પ્રત્યેક ગરીબ પરિવારને એક ગાય આપીને તેમને સામર્થ્યવાન બનાવવાનો છે. રવાન્ડાની સરકારે આ કાર્યક્રમ વર્ષ 2006માં લોન્ચ કર્યો હતો. ત્યારે સરકારનો દાવો છે કે આ યોજના હેઠળ આશરે 3.5 લાખ પરિવારોને ફાયદો પહોંચાડવામાં આવ્યો છે. 

જૂની છે સંસ્કૃતિ
સરકારની આ યોજના હેઠળ ગરીબ પરિવારને આપેલી ગાયથી થયેલ વાછડાને તે પરિવારના પાડોસીને આપવાનો હોય છે. તેનાથી ગાય અને ડેરી ઉત્પાદકો લોકો સુદી પહોંચાડવામાં મદદ મળે છે. ગિરિન્કા શબ્દનો અર્થ પણ થાય છે પાસે એક ગાય હોવી જોઈએ. રવાન્ડાના અધિકારીઓ પ્રમાણે આ સંસ્કૃતિ જૂની છે. આ હેછળ પહેલાના જમાનામાં પણ લોકોને એક સૂત્રમાં બાંધવાનું કામ કરવામાં આવતું હતું. આ હેઠળ ગાયને એકથી બીજા પરિવાર સુધી પહોંચાડવામાં આવે છે. વડાપ્રધાન મોદી 200 ગાય રવાન્ડાના રાષ્ટ્રપતિને ભેટમાં આપીને ત્યાં ભારતનો સહયોગ વધારવા ઈચ્છે છે. 

બ્રિક્સ સંમેલમાં ભાગ લેશે વડાપ્રધાન
વડાપ્રધાન મોદી જોહનિસબર્ગમાં બ્રિક્સ શિખર સંમેલનની 10મી બેઠકમાં ભાગ લેશે. તેમાં સમૂહના નેતાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સૂરક્ષા, વૈશ્વિક શાસન અને વ્યાપાર સહિત મહત્વના મુદ્દાઓ પર ચર્ચાની આશા છે. તેમણે કહ્યું કે, શિખર સંમેલનની અલગ વડાપ્રધાન મોદી નેતાઓ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરે તેવી સંભાવના છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More