Home> World
Advertisement
Prev
Next

COP26 Summit: PM મોદીએ કહ્યું- 'ક્લાઈમેન્ટ ચેન્જ વિકાસશીલ દેશો માટે સૌથી મોટું સંકટ'

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું હતું કે, “ગ્લાસગો પહોંચી ગયો છું. હું COP26 માં હાજરી આપીશ, જ્યાં હું જલવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે અને આ સંદર્ભે ભારતના પ્રયત્નોને સ્પષ્ટ કરવા માટે અન્ય વિશ્વ નેતાઓ સાથે કામ કરવા આતુર છું."

COP26 Summit: PM મોદીએ કહ્યું- 'ક્લાઈમેન્ટ ચેન્જ વિકાસશીલ દેશો માટે સૌથી મોટું સંકટ'

Narendra Modi in UK LIVE Updates: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગ્લાસગોમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્ર (UN) બેઠકની બાજુમાં COP26 જલવાયુ શિખર સમ્મેલનમાં ભાગ લીધો હતો. આ સાથે તેમણે કોન્ફરન્સની બાજુમાં બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. તેઓએ ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટને પણ મળ્યા હતા. વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ પીએમ મોદી સાથે નફતાલીની આ પ્રથમ મુલાકાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) એ ગ્લાસગોમાં COP26 સમિટ (COP26 Summit) માં તેમના ભાષણ દરમિયાન શાળાના અભ્યાસક્રમમાં ક્લાયમેટ ચેન્જ અનુકૂલન નીતિનો સમાવેશ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે વિકાસશીલ દેશો જળવાયુ પરિવર્તનથી સૌથી વધુ પીડાઈ રહ્યા છે. તેની સૌથી વધુ અસર ખેતી પર પડી છે.

પોતાના સંબોધનમાં PMએ જણાવ્યું હતું કે આજે હું તમારી વચ્ચે એ ભૂમિનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું, જે ભૂમિએ હજારો વર્ષ પહેલા આ મંત્ર આપ્યો હતો ''संगच्छध्वं संवदध्वं सं वो मनांसि जानताम्', આજે 21મી સદીમાં આ મંત્ર વધુ પ્રાસંગિક બની ગયો છે.

પીએમએ કહ્યું કે હું આજે તમારી સામે એક One-Word Movementનો પ્રસ્તાવ મૂકું છું. આ One-Word એક શબ્દ, ક્લાઈમેન્ટના સંદર્ભમાં One World-એક વિશ્વનો મૂળભૂત પાયો બની શકે છે, અધિષ્ઠાન બની શકે છે, આ એક શબ્દ છે- LIFE...L, I, F, E, એટલે કે પર્યાવરણ માટે જીવનશૈલી (Lifestyle For Environment).

ક્લાઈમેન્ટ ચેન્જ પરિવર્તન પરના આ વૈશ્વિક મંથન વચ્ચે ભારત તરફથી આ પડકારનો સામનો કરવા માટે હું પાંચ અમૃત તત્વો રજૂ કરવા માંગુ છું, હું પંચામૃતની ભેટ આપવા માંગુ છું.

- ભારત 2030 સુધીમાં પોતાની Non-Fossil Energy Capacityને 500 GW સુધી પહોંચી જશે.

- ભારત 2030 સુધીમાં પોતાની 50 ટકા energy requirements, renewable energy (ઉર્જા જરૂરિયાતો રિન્યુએબલ એનર્જી)થી પૂરી કરશે.

- ભારત હવેથી 2030 સુધીમાં કુલ અંદાજિત કાર્બન ઉત્સર્જનમાં એક અબજ ટનનો ઘટાડો કરશે.

- 2030 સુધીમાં ભારત તેની અર્થવ્યવસ્થાની કાર્બન તીવ્રતા ઘટાડીને 45 ટકાથી ઓછી કરશે.

- વર્ષ 2070 સુધીમાં ભારત નેટ ઝીરોનું લક્ષ્ય હાંસલ કરી લેશે.

આ સત્ય આપણે સૌ જાણીએ છીએ કે ક્લાઈમેટ ફાઈનાન્સને લઈને આજ સુધી આપેલા વચનો પોકળ સાબિત થયા છે. જ્યારે આપણે બધા ક્લાઈમેટ એક્શન પર અમારી મહત્વાકાંક્ષાઓ વધારી રહ્યા છીએ, ત્યારે ક્લાઈમેટ ફાઇનાન્સ પર વિશ્વની મહત્વાકાંક્ષાઓ પેરિસ સમજૂતી વખતે હતી તેવી જ રહી શકશે નહીં.

મારા માટે પેરિસની ઘટના શિખર સંમેલન ન હતી, તે એક લાગણી હતી, તે એક પ્રતિબદ્ધતા હતી. ભારત વિશ્વને તે વચનો આપી રહ્યું ન હતું, પરંતુ 125 કરોડ ભારતીયો પોતાને તે વચનો આપી રહ્યા હતા.

કૃષિ ક્ષેત્ર માટે આબોહવા મોટો પડકાર
ગ્લાસગોમાં COP 26 કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત સહિત મોટાભાગના વિકાસશીલ દેશોના કૃષિ ક્ષેત્ર માટે આબોહવા એક મોટો પડકાર છે. પીવાના પાણીના સ્ત્રોતોથી માંડીને પોસાય તેવા આવાસ સુધી, દરેક વ્યક્તિએ આબોહવા પરિવર્તનની અસરોને સ્વીકારવાની જરૂર છે. તેમણે કહ્યું કે ક્લાઈમેટ ચેન્જ અનુકૂલન નીતિને શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવાની જરૂર છે જેથી આવનારી પેઢી આ મુદ્દાથી વાકેફ થાય.

'પછાત દેશોને વૈશ્વિક સમર્થન'
પીએમ મોદીએ કહ્યું, પૂર, વાવાઝોડાને કારણે ખેડૂતોનો પાક બરબાદ થઈ રહ્યો છે. પછાત દેશોને વૈશ્વિક સમર્થન મળવું જોઈએ. આ દરમિયાન તેમણે કહ્યું, ઘણા પરંપરાગત સમુદાયો પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવાનું જ્ઞાન ધરાવે છે. સ્થાનિક પરિસ્થિતિઓને અનુરૂપ જીવનશૈલીને સાચવવી એ પણ અપનાવવાનો એક મહત્વપૂર્ણ ભાગ હોઈ શકે છે.

બ્રિટિશ પીએમ સાથે દ્વિપક્ષીય વાતચીત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે 'COP-26' ક્લાઇમેટ સમિટની બાજુમાં તેમના બ્રિટિશ સમકક્ષ બોરિસ જ્હોન્સનને પણ મળ્યા હતા, જે દરમિયાન બંને નેતાઓએ ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી, ક્લીન ટેક્નોલોજી, અર્થતંત્ર અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા કરી હતી. કોવિડ રોગચાળાને કારણે બ્રિટિશ વડાપ્રધાને આ વર્ષે બે વખત ભારતની મુલાકાત રદ કરી હતી. તે પછી બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ રૂબરૂ મુલાકાત હતી.

આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા
'COP-26' ખાતે વિશ્વ નેતાઓની કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહ પછી તરત જ આ બેઠક નક્કી કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગ્ચીએ બેઠક બાદ તરત જ ટ્વીટ કર્યું, “રોડમેપ 2030 પર પ્રગતિ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગ્લાસગોમાં બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનને મળ્યા. COP-26 ના સફળ આયોજન બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા. ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ અને ક્લીન ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં સહકાર અંગે ચર્ચા કરી હતી. અર્થતંત્ર, સંરક્ષણ, 'P2P' સંબંધો વગેરે પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું.'

અત્રે નોંધનીય છે કે, અગાઉ રોમમાં G20 સમિટમાં ભાગ લીધા બાદ ગ્લાસગો પહોંચતા વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું હતું કે, “ગ્લાસગો પહોંચી ગયો છું. હું COP26 માં હાજરી આપીશ, જ્યાં હું જલવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે અને આ સંદર્ભે ભારતના પ્રયત્નોને સ્પષ્ટ કરવા માટે અન્ય વિશ્વ નેતાઓ સાથે કામ કરવા આતુર છું."

પીએમ મોદીએ નળમાંથી પાણી, સ્વચ્છ ભારત મિશન અને ઉજ્જવલા જેવી યોજનાઓનો ઉલ્લેખ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ COP26માં જણાવ્યું હતું કે, “આપણે અનુકૂલનને અમારી વિકાસ નીતિઓ અને યોજનાઓનો મુખ્ય ભાગ બનાવવો પડશે. ભારતમાં 'નલ સે જલ', સ્વચ્છ ભારત મિશન અને ઉજ્જવલા જેવી યોજનાઓથી માત્ર આપણા નાગરિકોને જ ફાયદો થયો નથી, પરંતુ તેમના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થયો છે."

COP26માં બોલ્યા જો બિડેન, આપણે એક મુશ્કેલીમાં છીએ
સ્કોટલેન્ડના ગ્લાસગો COP26 વર્લ્ડ લીડર્સ સમિટમાં યુએસ પ્રમુખ જો બાઈડને જણાવ્યું હતું કે, “આપણે વધતી જતી મુશ્કેલીમાં છીએ, હું માનું છું કે, આ સમિટ માત્ર અમેરિકા માટે જ નહીં પરંતુ આપણા બધા માટે એક અવિશ્વસનીય તક છે. અમે વિશ્વના ઇતિહાસમાં એક મોડ પર ઉભા છીએ."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More