Home> World
Advertisement
Prev
Next

Pakistan Petrol Price: અમીરો માટે મોંઘું થયું પેટ્રોલ, પ્રતિ લીટર પેટ્રોલના 100 રૂપિયા વધારે આપવા પડશે

Pakistan Economic Crisis: રોયટર્સના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં ગયા મહિનાના છેલ્લાં પખવાડિયામાં 22.20 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. તેના પછી દેશમાં એક લીટર પેટ્રોલની કિંમત 272 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ હતી.

Pakistan Petrol Price: અમીરો માટે મોંઘું થયું પેટ્રોલ, પ્રતિ લીટર પેટ્રોલના 100 રૂપિયા વધારે આપવા પડશે

Petrol price in pakistan:  અમીરોને હવે  વાહન ઈંધણ એટલે ડીઝલ અને પેટ્રોલ માટે ગરીબ અને મધ્યમ વર્ગની સરખાણીએ વધારે પૈસા ચૂકવવા પડશે. તેમને હવે પ્રતિ લીટર 100 રૂપિયા વધારે ચૂકવવા પડશે. આવો કાયદો દેશને ઈંધણ અને નાણાંકીય સંકટથી લાગૂ કરવામાં આવી રહ્યો છે. અને આવો પ્રયોગ બીજા કોઈ દેશમાં નહીં પરંતુ ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: BIG B સાથે ના કર્યું હોત LIPLOCK તો Aishwaryaને બદલે આ હિરોઈન હોત અભિષેકની પત્ની
આ પણ વાંચો: હિરોઈનની માતા બની ગઈ પ્રેગ્નન્ટ, છોકરાં રમાડવાની ઉંમરે બહેનને રમાડશે
આ પણ વાંચો: Nora Fatehiનો થપ્પડોથી ગાલ થઈ હતો લાલ, એક થપ્પડની સામે થયો હતો વરસાદ, જાણો કિસ્સો

રોયટર્સના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં ગયા મહિનાના છેલ્લાં પખવાડિયામાં 22.20 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. તેના પછી દેશમાં એક લીટર પેટ્રોલની કિંમત 272 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ હતી. જોકે તેલ કંપનીઓ સકાર પર સતત ઈંધણના ભાવ વધારવાનું દબાણ કરી રહી છે. બીજીબાજુ IMFએ આ મામલા પર પોતાની શરત પાકિસ્તાન પર લગાવી દીધી છે. ઉર્જા અને નાણાં જેવા બેવડા સંકટથી ઝઝૂમી રહેલી પાકિસ્તાન સરકારે હવે અમીરો પાસેથી વધારે પૈસા ઉઘરાવવા માટેની યોજનાને અમલી બનાવી દીધી છે. કેમ કે દેવાના ભાર નીચે દબાયેલું પાકિસ્તાન કટોરો લઈને આમ-તેમ ફરી રહ્યું છે.

આ પણ વાંચો: IND vs AUS: ODI સિરીઝની વચ્ચે ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીએ આપ્યા સન્યાસના સંકેત
આ પણ વાંચો: 2050 સુધી ગંગા સહિત દેશની આ નદીઓ સૂકાઈ જવાનું જોખમ, UNનો રિપોર્ટ કેમ ચિંતાજનક છે?
આ પણ વાંચો: VIDEO: BF આપી રહ્યો હતો દગો, ગર્લફ્રેન્ડે રંગે હાથે પકડીને રસ્તા વચ્ચે કરી ખરાબ હાલત

વર્ષ 2016થી 2022 સુધી આ સાત વર્ષમાં પાકિસ્તાનની ચાલુ નાણાંકીય ખોટ 74.5 અરબ ડોલર હતી. જ્યારે  આ સાત વર્ષ દરમિયાન સ્ટેટ બેંકનો વિદેશી મુદ્રા ભંડાર 3.6 અરબ ડોલર ઘટી ગયો. તેનો અર્થ સ્પષ્ટ એ છે કે પાકિસ્તાનને 70 અરબ ડોલરની નાણાંકીય મદદની જરૂરિયાત છે. કેમ કે તેણે 65 અરબ ડોલરની લોન લીધી છે. વિદેશી રોકાણ એટલું નથી કે તે ખર્ચને પહોંચી વળે. એવામાં સરકારને આર્થિક મદદ માગવી જ સારી લાગી. વિદેશી દેણદાર પાકિસ્તાનને કોઈ લોન આપવા માગતું નથી. તેનું પરિણામ એ આવ્યું કે પાકિસ્તાન પર મોટું આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. મોંઘવારી રોજેરોજ વધી રહી છે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સીરીઝ હારના ગુનેગાર બન્યા આ ખેલાડી, ફેન્સ ક્યારેય નહી કરે માફ!
આ પણ વાંચો: Pending Financial Work: માત્ર એક અઠવાડિયું, આજે જ પૂરા કરી લેજો કામ, નહીં તો પસ્તાશો
આ પણ વાંચો: PM એ લોન્ચ કરી આ ખાસ App: હવે ન તો પાઈપલાઈન તૂટશે અને ન તો ઈન્ટરનેટ કનેક્શન કપાશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More