Home> World
Advertisement
Prev
Next

પાકિસ્તાનમાં શીખ યુવતીના અપહરણ અને જબરદસ્તીથી ઈસ્લામ કબુલ કરાવવાના મામલે ચોંકાવનારો ખુલાસો

પાકિસ્તાનમાં શીખ યુવતીનું અપહરણ કરીને જબરદસ્તીથી ઈસ્લામ ધર્મ કબુલ કરાવવાના મામલે મોટો  ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ શીખ યુવતીનું અપહરણ કરનાર આરોપી પાકિસ્તાની આતંકી છે. તે હાફિઝ સઈદના આતંકી સંગઠન જમાત ઉદ દાવાનો સભ્ય છે. આ આતંકીનું નામ મોહમ્મદ હસન કહેવામાં આવી રહ્યું છે. 

પાકિસ્તાનમાં શીખ યુવતીના અપહરણ અને જબરદસ્તીથી ઈસ્લામ કબુલ કરાવવાના મામલે ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી: પાકિસ્તાનમાં શીખ યુવતીનું અપહરણ કરીને જબરદસ્તીથી ઈસ્લામ ધર્મ કબુલ કરાવવાના મામલે મોટો  ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ શીખ યુવતીનું અપહરણ કરનાર આરોપી પાકિસ્તાની આતંકી છે. તે હાફિઝ સઈદના આતંકી સંગઠન જમાત ઉદ દાવાનો સભ્ય છે. આ આતંકીનું નામ મોહમ્મદ હસન કહેવામાં આવી રહ્યું છે. 

આ બાજુ ભારત સહિત ચારેબાજુથી દબાણ સર્જાતા પાકિસ્તાને આ મામલે ઝૂકવું પડ્યું છે. એક શીખ યુવતીને જબરદસ્તીથી મુસ્લિમ ધર્મ સ્વીકાર કરાવવાના મામલે પાકિસ્તાને ભારતના દબાણમાં 8 લોકોની ધરપકડ કરી છે. આ સાથે જ પીડિત યુવતીને તેના પરિવારને પણ સોંપી દેવાઈ છે. છોકરી નનકાના સાહિબ સ્થિત પોતાના ઘરે પહોંચી ગઈ છે. અત્રે જણાવવાનું કે આ ઘટના બાદથી જ પાકિસ્તાનમાં શીખ સમુદાયનો આક્રોશ ફાટી નીકળ્યો છે. ભારતમાં પણ તેના ઘેરા પડઘા પડ્યાં છે. 

ભારતના સખત દબાણ આગળ પાકિસ્તાન ઝૂક્યું, શીખ યુવતીના ધર્મ પરિવર્તન કેસમાં 8ની ધરપકડ

પાકિસ્તાનમાં શીખ યુવતીના ધર્મ પરિવર્તનનો મામલો તૂલ પકડતા જોઈને પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે તેની તપાસના આદેશ આપ્યા છે. આ માટે 3 સભ્યોની ઉચ્ચ સ્તરની કમિટી રચવામાં આવી છે. પાકિસ્તાનના પંજાબના ગવર્નરે લાહોરમાં પીડિતાના પરિવારજનો સાથે મુલાકાત કરી.

પાકિસ્તાનમાં શીખ સમુદાયની યુવતીના અપહરણને લઈને ઈમરાન સરકાર પર અલ્પસંખ્યકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. પાકિસ્તાન શીખ કાઉન્સિલના સભ્યોનું કહેવું છે કે પાકિસ્તાનમાં કોઈ સુરક્ષિત નથી. શીખ યુવતી પર અત્યાચાર વિરુદ્ધ ભારતમાં પણ આક્રોશ ફાટી નીકળ્યો છે. દેશના અલગ અલગ ભાગોમાં પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યાં છે. 

પાકિસ્તાન: બંદૂકની અણીએ શીખ યુવતીનું અપહરણ કરી ઈસ્લામ ધર્મ કબુલ કરાવ્યો

અત્રે જણાવવાનું કે પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓના જબરદસ્તીથી ધર્મપરિવર્તનના અહેવાલો બાદ હવે શીખ યુવતીને પણ જબરદસ્તીથી ઈસ્લામ કબુલ કરાવવાનો મામલો સામે આવ્યો છે. એવું કહેવાઈ રહ્યું છે કે કેટલાક યુવકોએ શીખ યુવતીને બંદૂકની અણીએ ઉઠાવી જઈ તેને ઈસ્લામ કબુલ કરાવ્યો અને તેનો આખો વીડિયો પણ બનાવ્યો. 

જુઓ LIVE TV

પાકિસ્તાનના નાનકાના સાહિબમાં ગુરુદ્વારા તંબી સાહિબના એક ગ્રંથીની પુત્રી છેલ્લા 3 દિવસથી ગુમ હતી. ગુરુવારે એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરવા અને ઈસ્લામ ધર્મ અપનાવ્યા બાદ યુવતી સામે આવી હતી. 

સામે આવેલા વીડિયોમાં એક મૌલવી જાગીર  કૌરને આયેશા કહીને બોલાવી રહ્યો છે જો કે તે તેના પિતાનું નામ બરાબર બોલી રહ્યો છે. ત્યારબાદ મૌલવી એમ પણ કહેતો સાંભળવા મળ્યો કે તમે તમારી મરજીથી ઈસ્લામ ધર્મ કબુલી રહ્યાં છો અને આ યુવક સાથે લગ્ન કરી રહ્યાં છો. આ સમગ્ર વીડિયોમાં છોકરી એકદમ ડરેલી જોવા મળે છે. તેની સાથે બેઠેલો યુવક આ યુવતી સાથે લગ્ન કરવા માટે સહમતિ વ્યક્ત કરતો જોવા મળે છે. 

પાકિસ્તાનમાં શીખ યુવતીનું ધર્મપરિવર્તન, કેપ્ટને કહ્યું-'ઈમરાન કરે કડક કાર્યવાહી'

એફઆઈઆર મુજબ 6 લોકોએ ગ્રંથીની પુત્રી જાગીર કૌરને બંદૂકની અણીએ 27-28 ઓગસ્ટની રાતે ઉઠાવી હતી પરંતુ અત્યાર સુધી તેને શોધવા માટે પોલીસે કશું કર્યું નથી. 

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More