Home> World
Advertisement
Prev
Next

India Pakistan News: ભારતથી આવી દાદા જીએ ભૂલ કરી, પાકિસ્તાન જેવી કોઈ વસ્તુ નથી, યુવકનું છલકાયું દર્દ

India Pakistan: પાકિસ્તાન આ સમયે આર્થિક અને રાજકીય બંને પ્રકારના સંકટોનો સામનો કરી રહ્યું છે. કોઈને ખબર નથી કે દેશને ક્યારે આ મુશ્કેલીમાંથી છુટકારો મળશે. આ સાથે હવે એવા ઘણા લોકો છે જે વિભાજન બાદ પાકિસ્તાન જવાના પોતાના પૂર્વજોના નિર્ણયને ખોટો ઠેરવી રહ્યાં છે. 
 

India Pakistan News: ભારતથી આવી દાદા જીએ ભૂલ કરી, પાકિસ્તાન જેવી કોઈ વસ્તુ નથી, યુવકનું છલકાયું દર્દ

ઇસ્લામાબાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1947માં વિભાજન થઈ ગયું હતું. ત્યારબાદ કેટલાક મુસલમાન ભારતથી જઈને પાકિસ્તાન વસી ગયા તો કેટલાક અહીં રહી ગયા. વિભાજનના સાત દાયકા બાદ બંને દેશની કહાની અલગ-અલગ છે. એક દેશ જ્યાં પોતાની આર્થિક પ્રગતિથી દુનિયાને ચોંકાવી રહ્યો છે તો બીજો હજુ સુધી સંકટોથી ઘેરાયેલો છે. ક્યારેક દેવાળું ફુંકવાનો ખતરો તો ક્યારેક તખ્તાપલટનો ડર. તેવામાં હવે કેટલાક લોકો જેના પૂર્વજોએ વિભાજન સમયે પાકિસ્તાન પસંદ કર્યું, તેના નિર્ણય પર સવાલ ઉઠાવવા લાગ્યા છે. આવો એક ઇન્ફ્લુએન્સર છે સયાન અલી. સયાન અલી અમેરિકામાં રહે છે અને પાકિસ્તાની મૂળનો છે તથા હંમેશા ભારતની પ્રશંસામાં વીડિયો શેર કરતો રહે છે. મહત્વનું છે કે પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમી પણ ભારત છોડવા માટે પોતાના દાદાના નિર્ણયની ટીકા કરી ચુકી છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું- દાદાજીએ વાટ લગાવી દીધી. 

દાદા-દાદીની સૌથી મોટી ભૂલ
સયાને હાલમાં ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે. તિરંગાની સાથે તેના ફોટોને લાઇક્સ અને કોમેન્ટ મળી રહી છે. હાથમાં તિરંગો લઈને સયાને મોટી પોસ્ટ લખી છે. તેણે લખ્યું- 'દુનિયામાં પાકિસ્તાન જેવી કોઈ વસ્તુ નથી. પાકિસ્તાનની સ્થાપના ધર્મના આધાર પર કરવામાં આવી ન એટલા માટે કે દુનિયાને તેની જરૂર હતી.' આ પોસ્ટ વાંચ્યા બાદ સયાનનું દર્દ પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. તેણે લખ્યું- મારા દાદા-દાદીએ ભારતની જગ્યાએ પાકિસ્તાનને માત્ર એટલા માટે પસંદ કર્યું કારણ કે તે મુસલમાન હતા. પાકિસ્તાન જવું મારા દાદા-દાદીની સૌથી મોટી ભૂલ હતી. 

પાકિસ્તાની હોવાનો અફસોસ
સયાનની પોસ્ટ વાંચ્યા બાદ લાગે છે કે તેને પાકિસ્તાની હોવાનો કેટલો અફસોસ છે. તેણે લખ્યું- જો હું પાકિસ્તાનની જગ્યાએ ભારતમાં હોત તો મને સુરક્ષા મામલાને કારણે પોતાનો દેશ ન છોડવો પડત. મુસલમાન અને હિન્દુ ક્યારેય દુશ્મન નહોતા. કેટલાક અસામાજિક લોકો હતા જે આ બંને સમુદાયોને અલગ કરવા ઈચ્છતા હતા. સયાન પ્રમાણે કેટલીક બહારની તાકાતો અખંડ ભારતને જોઈને ડરી ગઈ. દુર્ભાગ્યથી તે એક સુંદર અને લગભગ સૌથી શક્તિશાળી રાષ્ટ્રને વિભાજીત કરવામાં સફળ પણ રહી. 

આ પણ વાંચોઃ El Nino Effect: હવે તો કંઈ નહીં થાય, ઉનાળો આકરો, ચોમાસું નબળું અને ભયંકર તબાહી આવશે

સંસ્કૃતિમાં પણ ભારતની નકલ
સયાનનું કહેવુ છે કે સરળ શબ્દોમાં કહીએ તો પાકિસ્તાન એક દેશ પણ નથી કારણ કે એક દેશની પોતાની સંસ્કૃતિ હોય છે. તેણે લખ્યું કે વર્ષ 1947માં વિભાજન બાદ પાકિસ્તાનની સંપૂર્ણ સંસ્કૃતિ માત્ર ભારતીય સંસ્કૃતિની નકલ હતી. એવું એટલા માટે કારણ કે જે લોકોએ ભારતથી જમીનના આ ટુકડાને અલગ કર્યો, તેનામાં પોતાની સંસ્કૃતિ નિર્માણની ક્ષમતા નહોતી. તે માત્ર હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે નકારાત્મકતા ફેલાવવા ઈચ્છતા હતા. સયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ મોટો ફેન છે. હાલમાં હનુમાન જયંતી પર તેનો હનુમાન ચાલીસાવાળો વીડિયો ખુબ વાયરલ થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More