Home> World
Advertisement
Prev
Next

એક નાનકડા જીવે પાકિસ્તાનને કરી નાખ્યું છે હેરાન પરેશાન!, મુક્તિ માટે માંગી રહ્યું છે દુઆ

હાલ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં લોકો માખીઓના આતંકથી ખુબ પરેશાન છે. સ્થિતિ એટલી વણસી ગઈ છે કે આ મામલો માત્ર વિધાનસભામાં તો ઉઠ્યો જ પરંતુ સાથે સાથે આ માખીઓથી મુક્તિ મેળવવા માટે ખાસ દુઆ કરવાની પણ માંગણી ઉઠી. અખબાર 'જંગ'ના રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. 

એક નાનકડા જીવે પાકિસ્તાનને કરી નાખ્યું છે હેરાન પરેશાન!, મુક્તિ માટે માંગી રહ્યું છે દુઆ

કરાચી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન બરાબર ધૂંધવાયું છે. ભારતને યુદ્ધની પોકળ ધમકીઓ આપ્યાં કરે છે. વૈશ્વિક સમુદાય સમક્ષ પણ કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં લાગ્યું છે. એ વાત અલગ છે કે કોઈ તેને ભાવ આપતું નથી અને ભારત તથા પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતાની રજુઆત કરનારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હવે પીએમ મોદી સાથેની મુલાકાત બાદ યુ ટર્ન મારી દીધો છે. 

કાશ્મીર મુદ્દે ભલે પાકિસ્તાન ભારતને જંગની ધમકીઓ આપ્યા કરે પરંતુ કંગાળ આર્થિક સ્થિતિ અને બદહાલ હાલત સામે ઝઝૂમી રહેલા દેશની ઘરેલુ સમસ્યાઓની તસવીરો દુનિયાભરમાં તેને શર્મિંદગીનો અનુભવ કરાવી રહી છે. હાલ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં લોકો માખીઓના આતંકથી ખુબ પરેશાન છે. સ્થિતિ એટલી વણસી ગઈ છે કે આ મામલો માત્ર વિધાનસભામાં તો ઉઠ્યો જ પરંતુ સાથે સાથે આ માખીઓથી મુક્તિ મેળવવા માટે ખાસ દુઆ કરવાની પણ માંગણી ઉઠી. અખબાર 'જંગ'ના રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. 

જુઓ LIVE TV

રિપોર્ટમાં કહેવાયું છે કે વિધાયક નુસરત સહર અબ્બાસીએ કહ્યું છે કે જે રીતે સરકાર તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે વરસાદ આવે તો પાણી આવે જ છે એ જ રીતે એવું નિવેદન પણ અપાયું છે કે જ્યારે વરસાદ આવે છે ત્યારે માખીઓ પણ આવે છે. કરાચીથી કાશ્મીર સુધી, રાજ્યમાં દરેક જગ્યાએ માખીઓએ જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે. તેના ખાત્મા માટે વિધાનસભા અધ્યક્ષ દુઆ કરાવે. 

રિપોર્ટ મુજબ એક અન્ય વિધાયક રાણા અણસારે કરાચીમાં માખીઓના આતંકની ફરિયાદ કરી અને તેને પહોંચી વળવા માટે વિશેષ દુઆ કરવાની ભલામણ કરી. જ્યારે વિધાયક ખુર્રમ શેર જમાને કહ્યું કે ઈદ ઉલ અઝહામાં જાનવરોની કુરબાની અને વરસાદ બાદ કરાચીમાં હાલાત ખરાબ થઈ ગયા છે. બીમારીઓ વધી ગઈ છે. મુખ્યમંત્રી જણાવે કે તેઓ સમસ્યાઓને પહોંચી વળવા માટે શું પગલાં ભરી રહ્યા છે? સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે વિસ્તારમાં ફોગિંગ શરૂ કરાવી દેવાયું છે. 

(ઈનપુટ-એજન્સી આઈએએનએસમાંથી પણ)

વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More