Home> World
Advertisement
Prev
Next

ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપનારા પાકિસ્તાનના રેલવે મંત્રીની લંડનમાં બરાબર ધોલાઈ

પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેતા પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદ પર લંડનમાં હુમલો થયો હોવાના અહેવાલ છે અને તેમના પર ઈંડા ફેંકવામાં આવ્યાં અને લાત ઘૂસા પડ્યાં.

ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપનારા પાકિસ્તાનના રેલવે મંત્રીની લંડનમાં બરાબર ધોલાઈ

લંડન: પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેતા પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદ પર લંડનમાં હુમલો થયો હોવાના અહેવાલ છે અને તેમના પર ઈંડા ફેંકવામાં આવ્યાં અને લાત ઘૂસા પડ્યાં. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ મુજબ અવામી મુસ્લિમ લીગના પ્રમુખ અને રેલવે મંત્રી શેખ રશીદ પર તે સમયે હુમલો થયો જ્યારે તેઓ લંડનની એક હોટલમાં એક પુરસ્કાર સમારોહમાં ભાગ લઈને બહાર નીકળ્યાં. તેમના પર હુમલો કરનારા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયાં. આ એ જ પાકિસ્તાની મંત્રી છે જેમણે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી હતી. 

કલમ 370 અને કાશ્મીર મુદ્દે ફ્રાન્સે ભારતને આપ્યું સમર્થન, કહ્યું-'કોઈ ત્રીજો પક્ષ ન કરે હસ્તક્ષેપ'

બુધવારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) સંબંધિત પીપલ્સ યૂથ ઓર્ગેનાઈઝેશન યુરોપના અધ્યક્ષ આસિફ અલી ખાન અને પાર્ટીના ગ્રેટર લંડન મહિલા શાખાના અધ્યક્ષ સમાહ નાઝે એક નિવેદન બહાર પાડીને હુમલાની જવાબદારી લીધી. તેમણે કહ્યું કે રશીદે પીપીપી પ્રમુખ બિલાવલ ભુટ્ટો જરદારી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેના વિરોધમાં આ પગલું લેવાયું. તેમણે રશીદ પર ફક્ત ઈંડા ફેરવાની વાત પોતાના નિવેદનમાં કહી હતી.

જુઓ LIVE TV

બંને નેતાઓએ કહ્યું કે શેખ રશીદે અમારા આભારી હોવું જોઈએ કે અમે તેમના વિરુદ્ધ વિરોધ વ્યક્ત કરવા માટે બ્રિટનના ઈંડા ફેકવાની એક સભ્ય પધ્ધતિનો જ ઉપયોગ કર્યો. અવામી મુસ્લિમ લીગે કહ્યું કે આ ઘટનાનો કોઈ વીડિયો ઉપલબ્ધ નથી, પરંતુ બંને નેતાઓએ પોતે હુમલાની વાત સ્વીકારી છે. પાર્ટી પોલીસમાં મામલો લઈ જવાનું વિચારી રહી છે. 

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More