Home> World
Advertisement
Prev
Next

Viral Video: ઘોર અપમાન! સાઉદી અરબમાં પાકિસ્તાની PM ને જોઈ ચોર-ચોરના નારા લાગ્યા

Pakistani delegation in Saudi Arabia: પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફના નેતૃત્વવાળુ પ્રતિનિધિમંડળ ત્રણ દિવસના સાઉદી અરબના પ્રવાસે છે.

Viral Video: ઘોર અપમાન! સાઉદી અરબમાં પાકિસ્તાની PM ને જોઈ ચોર-ચોરના નારા લાગ્યા

Pakistani delegation in Saudi Arabia: પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફના નેતૃત્વવાળુ પ્રતિનિધિમંડળ ત્રણ દિવસના સાઉદી અરબના પ્રવાસે છે. આ દરમિયાન ડેલિગેશન મદીનામાં મસ્જિદ એ નબાવી પણ પહોંચ્યું. આ દરમિયાન ચોર-ચોરના નારાથી તેમનું સ્વાગત થયું. સોશયિલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અનેક લોકો ચોર-ચોરના નારા લગાવી રહ્યા છે. 

ન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ પાકિસ્તાનનું ડેલિગેશન મસ્જિદ એ નવાબીમાં પ્રવેશ્યું ત્યારે આ નારા લાગતા જોવા મળ્યા. ઘટના બાદ પોલીસે નારા લગાવનારાઓની પવિત્રતા ભંગના આરોપસર ધરપકડ કરી છે. એક વીડિયોમાં સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબ અને નેશનલ એસેમ્બલીના સભ્ય શાહજૈન બુગતી અન્ય લોકો સાથે જોવા મળ્યા. પાકિસ્તાનના એક અખબાર મુજબ ઔરંગઝેબે આ વિરોધ પાછળ પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન  ખાનને જવાબદાર  ઠેરવ્યા. 

વિરોધ પ્રદર્શન માટે ઈમરાન ખાન જવાબદાર?
ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂને ઔરંગઝેબના હવાલે કહ્યું, હું આ પવિત્ર ભૂમિ પર એ વ્યક્તિનું નામ નહીં લઉ કારણ કે આ જમીનનો ઉપયોગ રાજકારણ માટે કરવા નથી માંગતો. પરંતુ તેમણે (ઈમરાન ખાન) પાકિસ્તાની સમાજને નષ્ટ કરી દીધો છે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાનના નવા બનેલા પીએમ શાહબાઝ શરીફ સાઉદી અરબના પોતોના પહેલા અધિકૃત પ્રવાસે છે. તેમની સાથે અનેક અધિકારીઓ અને રાજનેતાઓ પણ આવ્યા છે. 

ઘટનાનો વીડિયો ટ્વિટર પર શેર કરતા એક યૂઝરે લખ્યું કે 'ગર્વિત પાકિસ્તાનીઓ, કૃપા કરીને આપણા પીએમ અને તેમના પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (પીડીએમ) અપરાધીઓના જૂથનું સાઉદી અરબમાં આવું શાનદાર સ્વાગત થતા જોઈને પ્રસન્ન થાઓ.'

નોંધનીય છે કે શરીફે 11 એપ્રિલના રોજ પાકિસ્તાનના 23માં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. આ દરમિયાન શરીફ સાઉદી અરબ પાસેથી 3.2 અબજ ડોલરના વધારાના પેકેજની માંગણી કરશે. તેઓ પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં વધુ કમીને રોકવા માટે આ ભલામણ કરશે. 

વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More