Home> World
Advertisement
Prev
Next

ઈમરાનનું ન્યુ પાકિસ્તાન, લાઈવ ટીવી ડિબેટમાં નેતાએ કરી છૂટ્ટા હાથે મારામારી, જુઓ VIDEO

ભારતીય ડિબેટ શોમાં છાશવારે નેતાઓના એકબીજા પર શાબ્દિક પ્રહારો જોવા મળતા હોય છે. પરંતુ ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટીના નેતા લાઈવ ડિબેટમાં જ મારામારી પર ઉતરી આવ્યાં.

ઈમરાનનું ન્યુ પાકિસ્તાન, લાઈવ ટીવી ડિબેટમાં નેતાએ કરી છૂટ્ટા હાથે મારામારી, જુઓ VIDEO

નવી દિલ્હી: ભારતીય ડિબેટ શોમાં છાશવારે નેતાઓના એકબીજા પર શાબ્દિક પ્રહારો જોવા મળતા હોય છે. પરંતુ ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટીના નેતા લાઈવ ડિબેટમાં જ મારામારી પર ઉતરી આવ્યાં. '21 ન્યૂઝ' પર 'લાઈવ વિથ આફતાબ મુઘેરી' શો ચાલુ હતો. પેનલમાં સત્તાધારી PTIના મસરૂર અલી સિયાલ અને કરાચી પ્રેસ ક્લબના પ્રમુખ ઈમ્તિયાઝ ખાન પણ સામેલ હતાં. બંને વચ્ચે ઉગ્ર દલીલો ચાલુ હતી. જોત જોતામાં તો આ કાર્યક્રમ નેતા અને પત્રકાર વચ્ચે મલ્લયુદ્ધમાં ફેરવાઈ ગયો. 

પત્રકારને ધક્કો મારીને નીચે પાડ્યો
પીટીઆઈ નેતા પોતાની બેઠક પરથી ઊભા થયા અને પત્રકારને ધક્કો મારીને જમીન પર પાડી દીધો. ત્યારબાદ નેતાએ પત્રકારને મારવાનું શરૂ કરી દીધુ. શોમાં હાજર અન્ય મહેમાનો અને ક્રુએ બંનેને અલગ કર્યાં. આ ઘટના બાદ પીટીઆઈની ખુબ ટીકા થઈ રહી છે. 

જુઓ VIDEO

લાઈવ શોમાં સત્તાધારી પાર્ટીના નેતાએ કાબુ ગુમાવ્યા બાદ સ્ટુડિયોમાં હાજર અન્ય મહેમાનોએ માઈક હટાવવા માંડ્યા હતાં. વીડિયોમાં જોઈ શકાય છે કે જેવા પીટીઆઈ નેતા સ્ટુડિયોમાં પત્રકાર પર વરસ્યા કે ત્યાં હાજર અન્ય મહેમાનો ત્યાંથી હટવાની કોશિશ કરવા લાગ્યા હતાં. 

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More