Home> World
Advertisement
Prev
Next

પાકિસ્તાનમાં બે હિન્દુ મંદિરો પર હુમલો, અંધારામાં તોડવામાં આવ્યું 150 વર્ષ જૂનુ મંદિર, જાણો વિગત

પાકિસ્તાનમાં બે હિન્દુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો છે. કરાચીમાં 150 વર્ષ જૂના મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. જ્યારે સિંધ પ્રાંતમાં એક મંદિર પર રોકેટ લોન્ચરથી હુમલો કરવામાં આવ્યો છે. 
 

પાકિસ્તાનમાં બે હિન્દુ મંદિરો પર હુમલો, અંધારામાં તોડવામાં આવ્યું 150 વર્ષ જૂનુ મંદિર, જાણો વિગત

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં અલ્પસંખ્યક હુન્દુઓ વિરુદ્ધ હિંસાનો સિલસિલો સતત યથાવત છે. હવે કરાચીમાં હિન્દુઓના 150 વર્ષ જૂના મંદિરને રાત્રે અંધારામાં સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે. મોટી વાત છે કે આ દરમિયાન મંદિરમાં હુમલો કરનાર લોકોને પોલીસે સુરક્ષા પ્રદાન કરી હતી. કહેવામાં આવે છે કે જ્યારે સવારે મંદિરના પુજારી પહોંચ્યા તો તેમણે 150 વર્ષ જૂના આ પવિત્ર પૂજા સ્થળને ધ્વસ્ત કરી દીધુ. તેનું નામ મરી માતા મંદિર હતું. આ મંદિર કરાચીના ભીડભાડવાળા સોલ્જર બાઝાર વિસ્તારમાં આવેલું હતું. 

ડોનના સ્થાનીક લોકોના હવાલાથી જણાવ્યું કે મંદિર પાડવાની ઘટના શુક્રવારે રાત્રે થઈ, જ્યારે આ વિસ્તારમાં લાઈટ નહોતી. ત્યારે ખોદવાનું કામ કરનારી અને મકાન તોડનારી ઘણી મશીન આ વિસ્તારમાં પહોંચી હતી. તેણે બહારની દીવાલી અને મુખ્ય દ્વારને યથાવત રાખતા અંદરના તમામ માળખાનો નાશ કરી દીધો છે. સ્થાનીક નિવાસીઓએ જણાવ્યું કે બુલડોઝર અને અન્ય ઉપકરણ ચલાવનાર વ્યક્તિઓને કવર આપવા માટે પોલીસનું વાહન પણ ઘટનાસ્થળ પર હાજર હતું. 

અન્ય મંદિર પર પણ હુમલો
પાકિસ્તાની અખબાર ડોનના એક રિપોર્ટ પ્રમાણે એક ગેંગે રવિવારે સિંધના કાશમોરમાં એક મંદિર પર રોકેટ લોન્ચરથી હુમલો કર્યો છે. હુમલોખારોએ ગૌસપુર પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રમાં એક પૂજા સ્થળ અને આસપાસના સમુદાયના ઘરો પર હુમલો કર્યો છે. તેમણે ન માત્ર મંદિરને નિશાન બનાવ્યું પરંતુ ગોળીબારી પણ કરી હતી. ત્યારબાદ કાશ્મોર-કંધકોટના એસએસપી ઇરફાન સૈમ્મોના નેતૃત્વમાં પોલીસની ટીમ ઘછટનાસ્થળે પહોંચી હતી. નોંધનીય છે કે સીમા હૈદર પણ પાકિસ્તાનના સિંઘ પ્રાંતની રહેવાસી છે. 

મંદિર પર રોકેટથી હુમલો
પોલીસ અધિકારીએ કહ્યું કે પૂજા સ્થળ પર રોકેટ લોન્ચરથી હુમલો કરવામાં આવ્યો હતો. આ સમયે મંદિર બંધ હતું. અધિકારીએ કહ્યું કે આ બાગડી સમુદાય દ્વારા સંચાલિત ધાર્મિક સેવાઓ માટે દર વર્ષે ખુલે છે. અધિકારીએ કહ્યું કે હુમલો કર્યા બાદ અસામાજિક તત્વો ભાગી ગયા છે અને તેને પકડવા માટે પોલીસ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More