Home> World
Advertisement
Prev
Next

પાકિસ્તાનના પૂર્વ ગૃહ મંત્રીએ કર્યું ટ્વિટ, રાહલુ ગાંધીને પીએમ બનાવવા પેરવી કરી

પાકિસ્તાને ભારતના રાજકારમાં ફરી એકવાર ઘૂસવાનો પ્રયત્ન કર્યો છે. ત્યાંના પૂર્વ ગૃહ મંત્રી રહમાન મલિકે ટ્વિટ કરીને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની પ્રસંશા કરી હતી.

પાકિસ્તાનના પૂર્વ ગૃહ મંત્રીએ કર્યું ટ્વિટ, રાહલુ ગાંધીને પીએમ બનાવવા પેરવી કરી

ઇસ્લામાબાદ/ નવી દિલ્હી: પાકિસ્તાને ભારતના રાજકારમાં ફરી એકવાર ઘૂસવાનો પ્રયત્ન કર્યો છે. ત્યાંના પૂર્વ ગૃહ મંત્રી રહમાન મલિકે ટ્વિટ કરીને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની પ્રસંશા કરી હતી. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી ભારતના નવા પ્રધાનમંત્રી બનવાના છે. મલિકે રાહુલ ગાંધીનો એક વીડિયો પણ શેર કરી લખ્યું હતું કે, ‘રાહુલનો શ્રેષ્ઠ વીડિયો જુઓ, જેમાં મેં ટ્વિટ કર્યું છે.’ પાકિસ્તાનના પૂર્વ ગૃહ મંત્રી રહમાન મલિકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવત પર પણ નિશાનો સાધ્યો હતો.

તમને જણાવી દઇએ કે આ પહેલા પણ રાફેલ ડીલ પર ભાજપ અને કોંગ્રેસની વચ્ચે ચાલી રહેલા આરોપ-પ્રત્યારોપમાં પાડોસી પાકિસ્તાન પણ કૂદી પડ્યું હતું. રાફેલ ડીલ પર ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદ દ્વારા નિવેદન આપ્યા પછી પાકિસ્તાને કહ્યું હતું કે ભારત સરકાર આ ડીલમાં ઘેરાતી જઇ રહી છે. એવામાં પોતાનો બચાવ કરવા માટે ભારત સરકાર પાકિસ્તાનનું નામ લઇ રહ્યાં છે.

પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ શનિવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે ભારતમાં સત્તાધારી લોકો યુદ્ધ ભડકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેની અમે નકારીએ છે. હાજર સરકાર પીએમ નરેન્દ્ર મોદીને બચાવવા માટે ભારત-પાકિસ્તાન વચ્ચે નફરત ફેલાવવાનું કામ કરી રહી છે. રાફેલ ડીલ પર પ્રધાનમંત્રી મોદી પર રાજીનામું આપવાનો દબાવ છે. એટલા માટે ભારત સરકાર આ મોટી રક્ષા ડીલ પરથી ભારતના લોકોનું ધ્યાન દુર કરવામાં માંગે છે.

ફવાદ ચૌધરીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બે ટ્વિટને રીટ્વિટ કર્યું હતું. સાથે લખ્યું હતું કે આ બતાવે છે કે શા માટે ભાજપ પાકિસ્તાન સામે ઝેર ફેલાવી રહ્યું છે. રાફેલ ડીલ પર તમારી પોતાની લડાઈ જાતે લડો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More