Home> World
Advertisement
Prev
Next

તોફાનનું તાંડવ: પાડોસી દેશમાં પત્તાની જેમ ઉડી મકાનની છત, 39 લોકોના મોત

પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંતોમાં ભીષણ તોફાન અને વરસાદના કારણે ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 135 લોકો ઘાયલ થયા છે.

તોફાનનું તાંડવ: પાડોસી દેશમાં પત્તાની જેમ ઉડી મકાનની છત, 39 લોકોના મોત

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંતોમાં ભીષણ તોફાન અને વરસાદના કારણે ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 135 લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટમાં મંગળવારે આ જાણકારી આપવામાં આવી હતી. ભારે પવન સાથે વરસાદ તેમજ તોફાનથી સોમવારે દેશ અલગ અલગ ભાગમાં વૃક્ષ અને વીજળીના થાભંલા ઉખડી ગયા અને સંપત્તિને ભારે નુકસાન પહોંચ્યું છે.

વધુમાં વાંચો: માતાના ગર્ભમાં જ ટ્વિન્સ બાળકીઓએ કર્યું કંઇક આવું, જાણી તમે પણ ચોંકી જશો

પાકિસ્તાનના રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તાધિકારે જણાવ્યું કે, ખૈબર પખ્તૂનવામાં 13, બલૂચિસ્તાનમાં 11, પંજાબમાં 10 અને સિંધમાં પાંચ લોકોના મોત થયા છે.

મકાનની છત ધરાશાયી થતા મોત
‘ડોન’ સમાચારના ન્યૂઝ અનુસાર દેશના પશ્ચિમ, મધ્ય તેમજ પૂર્વ ભાગમાં છેલ્લા કેટલાક દિવસથી છુટોછવાયો વરસાદ થઇ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલન અને પૂરના કારણે ઘણા રસ્તાઓ યાત્રા માટે પહેલાથી ખતરનાક થઇ ગયા છે. પંજાબ પ્રાંતમાં તોફાનના કારણે કેટલીક ઇમારતો ધરાશાયી થઇ છે અને બે મહિલાઓ સહિત ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે.

વધુમાં વાંચો: પેરિસમાં 850 વર્ષ જૂનું ચર્ચ આગમાં ખાક, વિશ્વના નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ

ખૈબર પખ્તૂનવા પ્રાંતની ચિત્રાલ ઘાટીમાં એક મકાનની છત ધરાશાયી થતા એક મહિલા અને બે પુરૂષોનું મોત થયું છે. ત્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં વધુ 10 લોકોના મોત થયા છે.

બલૂચિસ્તાનમાં 9 લોકોના મોત
બલૂચિસ્તાનમાં પૂરના કારણે એક બાળક સહિત 9 લોકોના મોત થવાના કારણે સત્તાધિકારોએએ સોમવારે ઇમરજન્સી જાહેર કરી દીધી હતી. પ્રાંતના અલગ અલગ વિસ્તારમાં બે બાળકો સહિત ત્રણ લોકોના મોત થયા છે.

વધુમાં વાંચો: શરમજનક...નશામાં ધૂત 3 યુવતીઓએ જાહેરમાં જ બનાવ્યાં સંબંધ, CCTVમાં ઘટના કેદ

‘એક્સપ્રેસ ટ્રિબ્યૂન’ના સમાચાર અનુસાર બલૂચિસ્તાનના ક્વેટા, ગ્વાદર, ચગઇ, હરનાઇ, દુકી, જેવાની, જાફરાબાદ, કોહલૂ, સિબી, બરખાન, ચમન અન અન્ય જિલ્લામાં પૂર આવતા રોડ સંપર્ક તૂટી ગયો છે.

વર્લ્ડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More